વિશાખાપટ્ટનમમાં ભારતે ટોસ જીત બેટિંગ પસંદ કરી, ટીમમાં ત્રણ ફેરફાર, રજત પાટીદારની ડેબ્યૂ ટેસ્ટ

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે આજથી વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ શરૂ થઈ છે. હૈદરાબાદમાં પ્રથમ ટેસ્ટમાં મળેલી હાર બાદ ટીમ ઈન્ડિયા YSR સ્ટેડિયમમાં રમાઈ રહેલી આ મેચમાં બરાબરી કરવાના ઈરાદા સાથે ઉતરી રહી છે. ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે.

વિશાખાપટ્ટનમમાં ભારતે ટોસ જીત બેટિંગ પસંદ કરી, ટીમમાં ત્રણ ફેરફાર, રજત પાટીદારની ડેબ્યૂ ટેસ્ટ
India vs England
| Updated on: Feb 02, 2024 | 9:58 AM

પ્રથમ ટેસ્ટમાં હાર અને બાદમાં સિનિયર ખેલાડીઓની ઈજા અને ગેરહાજરીના કારણે પરેશાન ટીમ ઈન્ડિયા શુક્રવારે વિશાખાપટ્ટનમમાં બીજી ટેસ્ટ રમવા ઉતરી છે. મેચ પહેલા ભારત અને ઈંગ્લેન્ડના કેપ્ટન વચ્ચે ટોસ યોજાયો હતો, જેમાં ભારતીય કેતન રોહિત શર્માએ ટોસ જીત પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

રોહિતે જીત્યો ટેસ્ટ, જાડેજા-રાહુલ બહાર

ટીમ ઈન્ડિયાએ આ મેચમાં રવીન્દ્ર જાડેજા અને કેએલ રાહુલ વગર ઉતરવું પડશે. આવી સ્થિતિમાં મિડલ ઓર્ડર બેટ્સમેન રજત પાટીદાર ટીમ ઈન્ડિયામાં ટેસ્ટ ડેબ્યૂ કરી રહ્યો છે. ભારત લાંબા સમયથી ઘરઆંગણે સતત બે ટેસ્ટ મેચ હારી નથી. આવી સ્થિતિમાં કહી શકાય કે ટીમ ઈન્ડિયા પોતાની પ્રતિષ્ઠા બચાવવાનો પ્રયાસ કરી રહી છે.

વિશાખાપટ્ટનમમાં ભારતે ઈંગ્લેન્ડને હરાવ્યું હતું

આ પહેલા વિશાખાપટ્ટનમમાં માત્ર 2 ટેસ્ટ મેચ રમાઈ છે અને તે બંનેમાં ટીમ ઈન્ડિયા જીતી છે. વાસ્તવમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 2016માં પ્રથમ ટેસ્ટ રમાઈ હતી અને ટીમ ઈન્ડિયાએ તેને ખૂબ જ સરળતાથી જીતી લીધી હતી. ટીમ ઈન્ડિયા આ જ જીતનું પુનરાવર્તન કરીને શ્રેણીમાં વાપસી કરવા ઈચ્છશે.

ટીમ ઈન્ડિયામાં ત્રણ ફેરફાર, પાટીદારની ડેબ્યૂ ટેસ્ટ

મોહમ્મદ સિરાજને આરામ આપવામાં આવ્યો છે અને તેના સ્થાને મુકેશ કુમાર ટીમમાં આવ્યા છે. આ સિવાય ઈજાગ્રસ્ત રવીન્દ્ર જાડેજાના સ્થાને કુલદીપ યાદવને તક મળી છે. જ્યારે બેટ્સમેન રજત પાટીદાર વિશાખાપટ્ટનમ ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા માટે ડેબ્યૂ કરી રહ્યો છે.

ઈંગ્લેન્ડની ટીમમાં બે ફેરફાર

ઈંગ્લેન્ડની ટીમમાં પણ બે ફેરફાર કરવામાં આવ્યા છે. જેક લીચ અને માર્ક વુડના સ્થાને શોએબ બશીર અને જેમ્સ એન્ડરસનને પ્લેઈંગ 11માં સામેલ કરવામાં આવ્યા છે. યુવા સ્પિનર ​​શોએબ બશીર વિશાખાપટ્ટનમમાં ડેબ્યૂ કરશે અને ટેસ્ટ કારકિર્દીની શરૂઆત કરશે.

બંને ટીમની પ્લેઈંગ 11:

ભારત:

રોહિત શર્મા (કેપ્ટન), યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, રજત પાટીદાર, શ્રેયસ અય્યર, કેએસ ભરત, અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, કુલદીપ યાદવ, જસપ્રીત બુમરાહ, મુકેશ કુમાર.


ઈંગ્લેન્ડ:

બેન સ્ટોક્સ (કેપ્ટન), જેક ક્રોલી, બેન ડકેટ, ઓલી પોપ, જો રૂટ, જોની બેરસ્ટો, બેન ફોક્સ, રેહાન અહેમદ, ટોમ હાર્ટલી, શોએબ બશીર, જેમ્સ એન્ડરસન.

આ પણ વાંચો : ડેબ્યુ પહેલા જ આ યુવા ખેલાડીની ક્ષમતા પર ઉઠયા સવાલ, શું ટીમ ઈન્ડિયામાંથી જલ્દી થશે બહાર?

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો