India vs England Day 2 Match Report: જસપ્રીત બુમરાહ સામે ઘર આંગણે જ ઇંગ્લેન્ડની હાલત ઘૂંટણીયે પડ્યા જેવી, બીજા દીવસના અંતે સ્કોર 84/5

|

Jul 03, 2022 | 12:24 AM

IND vs ENG 5th Test Match Report Today: ભારતીય ટીમનો પ્રથમ દાવ પણ શનિવારે પ્રથમ સત્રમાં 416 રન પર સમાપ્ત થયો હતો, જેમાં પંત પછી જાડેજાએ પણ સદી ફટકારી હતી.

India vs England Day 2 Match Report: જસપ્રીત બુમરાહ સામે ઘર આંગણે જ ઇંગ્લેન્ડની હાલત ઘૂંટણીયે પડ્યા જેવી, બીજા દીવસના અંતે સ્કોર 84/5
Jasprit Bumrah એ 3 વિકેટ ઝડપી

Follow us on

એજબેસ્ટન (Edgbaston Test) ખાતે ભારત અને ઈંગ્લેન્ડ (India vs England) વચ્ચેની પ્રથમ ટેસ્ટ મેચ પર વરસાદની સતત અસર જોવા મળી રહી છે, પરંતુ ભારતીય ક્રિકેટ ટીમ પર તેની કોઈ અસર થઈ નથી. ટેસ્ટના પહેલા દિવસે માત્ર 98 રનમાં 5 વિકેટ ગુમાવનાર ભારતીય ટીમે 416 રનનો મોટો સ્કોર ખડી દીધો હતો. ત્યારપછી ભારતે એવી વાપસી કરી છે કે બીજા દિવસની રમતના અંત સુધીમાં 100 રન પણ બનાવી શકી નહી અને ઈંગ્લેન્ડની અડધી ટીમ પેવેલિયન પરત ફરી ગઈ હતી. કેપ્ટન જસપ્રીત બુમરાહ (Jasprit Bumrah) ના નામના બીજા દિવસે ઈંગ્લેન્ડે ટીમ ઈન્ડિયાની ઘાતક બોલિંગ સામે માત્ર 84 રન બનાવ્યા, જ્યારે 5 વિકેટ ગુમાવી દીધી હતી. ભારતીય ક્રિકેટ ટીમના  પ્રથમ દાવમાં 416 રન ના સ્કોર સામે ઈંગ્લેન્ડ હજુ પણ ભારતથી 332 રન પાછળ છે. આમ હવે ઇંગ્લેન્ડ પોતાના જ ઘરના આંગણે મુશ્કેલી સ્થિતીમાં મુકાઈ ગયુ છે.

જસપ્રીત બુમરાહે ઇંગ્લેન્ડની 5માંથી 3 વિકેટ ઝડપી હતી. એટલે કે ઈંગ્લીશ ટીમે પ્રથમ દાવમાં ઉતરતા બીજા દીવસે પાંચ વિકેટ ગુમાવી હતી, જેમાંની ત્રણ વિકેટ ભારતીય કેપ્ટન એકલાએ ઝડપી હતી. આ પહેલા બુમરાહે બેટીંગ વડે ધમાલ મચાવી દીધી હતી અને બાદમાં બોલીંગ વડે ધમાલ મચાવતા, મેચનો બીજો દિવસ બુમરાહના નામે રહ્યો હતો. ઇંગ્લેન્ડના બંને ઓપનરોને સસ્તામાં પરત મોકલવાનુ મહત્વની કામ બુમરાહે કર્યુ હતુ. ત્યાર બાદ ત્રીજા નંબરે આવેલા ઓલી પોપને પણ ઝડપથી આઉટ કરી દીધો હતો. આમ સસ્તામાં ત્રણેય ખેલાડીઓને પરત મોકલીને ભારતીય ટીમની સ્થિતી મજબૂત કરી લીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

ઈંગ્લીશ ટીમને કંગાળ હાલત

બીજા દિવસે ઇંગ્લેન્ડ પોતાનો પ્રથમ દાવ માટે ઉતર્યુ હતુ. પરંતુ તેમની સ્થિતી ખરાબ રહી હતી. એકતો ભારતે મોટો સ્કોર ખડક્યો હતો, જેની સામે 84 રનમાંજ પોતાની અડધી ટીમ આઉટ થઈ ગઈ હતી. ઇંગ્લેન્ડ વતીથી એલેક્સ લીસે ઈનીંગની શરુઆત કરી હતી. જે માત્ર 6 રન નોંધાવીને બમરાહનો શિકાર થતા ક્લિન બોલ્ડ થઈ પરત ફર્યો હતો. ત્યાર બાદ બુમરાહનો બીજો શિકાર જેક હતો, જે 9 રન નોંધાવીને શુભમન ગિલના હાથમાં કેચ આપી બેઠો હતો.

વરસાદના અવરોધ વચ્ચે ઈંગ્લેન્ડની ટીમ રમત શરુ થતા મોટી ઈનીંગની શોધમાં પ્લાન ઘડી રહી હતી. ત્યાં વરસાદ બાદ પણ બુમરાહ અને ભારતીય બોલરોએ પોતાનો હુમલો જારી રાખ્યો હતો. 44 રનના સ્કોર પર ઓલી પોપ બુમરાહના બોલ પર આઉટ થયો હતો. તે 10 રન નોધાવીને પરત ફર્યો હતો. જો રુટ 31 રન નોંધાવીને સિરાજના બોલ પર આઉટ થયો હતો. જ્યારે જેક લીચ શમીના બોલ પર શૂન્ય રનમાંજ પરત ફર્યો હતો. આમ ઈંગ્લેન્ડની ટીમને માથે હવે ઘર આંગણે જ મોટી મુશ્કેલીનો સામનો કરવો પડ્યો છે.

Published On - 11:55 pm, Sat, 2 July 22

Next Article