T20 Wolrd Cup ની વોર્મઅપ મેચમાં 100 રન માટે તરસી ગઈ ભારતીય ટીમ, 8 ખેલાડીઓ બે આંકડે પહોંચી શક્યા નહી

|

Feb 06, 2023 | 11:21 PM

ભારતીય મહિલા ક્રિકેટ ટીમ આઈસીસી મહિલા વિશ્વકપ માટે દાવેદાર માનવામાં આવી રહી છે. જોકે ટીમ ઈન્ડિયાએ વોર્મ અપ મેચમાં જ કંગાળ પ્રદર્શન કરીને ચિંતા વધારી દીધી.

T20 Wolrd Cup ની વોર્મઅપ મેચમાં 100 રન માટે તરસી ગઈ ભારતીય ટીમ, 8 ખેલાડીઓ બે આંકડે પહોંચી શક્યા નહી
Team India lost to Australia in T20 Wolrd Cup warm up match

Follow us on

ભારતીય ટીમ આઈસીસી મહિલા વિશ્વકપ માટે દાવેદાર ટીમ માનવામાં આવી રહી છે. દક્ષિણ આફ્રિકામાં આયોજીત ટી20 વિશ્વકપ પહેલા ભારત અને ઓસ્ટ્રેલિયાની મહિલા ટીમો વચ્ચે વોર્મઅપ મેચ રમાઈ હતી. જેમાં ભારતીય ટીમે કંગાળ પ્રદર્શન કર્યુ છે. ટીમ ઈન્ડિયા સામે સવાલો થઈ રહ્યા છે કે, આ રીતે કેવી રીતે ટીમ ઈન્ડિયા વિશ્વકપ જીતી શકશે. ભારતીય ટીમ અંતિમ વાર વર્ષ 2020માં રમાયેલા વિશ્વકપમાં રનર્સ અપ રહી હતી. જે વખતે હરમનપ્રીત કૌર ટીમનુ સુકાન સંભાળી રહી હતી.

સોમવારે કેપટાઉનમાં રમાયેલી વોર્મ અપ મેચમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરતા ભારત સામે 129 રનનો સ્કોર 8 વિકેટના નુક્શાન પર બનાવ્યો હતો. જેની સામે ભારતીય ટીમ 85 રનના સ્કોર પર જ સમેટાઈ ગઈ હતી. એક સમયે લાગી રહ્યુ હતુ કે, આસાન ટાર્ગેટ હોઈ ભારતીય ટીમ આસાનીથી તેને પાર કરી લેશે. જેના બદલે ભારતીય ટીમની 44 રનથી હાર થઈ હતી.

આસાન લક્ષ્ય સામે પાણીમાં બેઠી ટીમ ઈન્ડિયા

ભારત સામે આસાન લક્ષ્ય ઓસ્ટ્રેલિયાએ રાખ્યુ હતુ. ભારતીય મહિલા બોલરોએ પ્રથમ ઈનીંગમાં શાનદાર બોલિંગ કરી હતી. જેને લઈ ભારતને આસાન લક્ષ્ય પ્રાપ્ત થયુ હતુ. જોકે ભારતીય ટીમની બેટ્સમેનોએ પોતાનો ફ્લોપ શો વોર્મઅપ મેચમાં જ દર્શાવ્યો હતો. ઓપનર જેમિમા રોડ્ગ્રિઝ અને સ્મૃતિ મંધાના જેવા સ્ટાર બેટર શૂન્ય રનમાં જ વિકેટ ગુમાવી દીધી હતી. ખરાબ શરુઆતે જ ટીમ ઈન્ડિયાનુ આસાન લક્ષ્ય સામે મુશ્કેલીઓના એંધાણ વર્તી દીધા હતા. 6 રનના સ્કોર પર પ્રથમ ઓવરમાં જ ચોથા બોલે જેમિમાના રુપમાં પ્રથમ વિકેટ ભારતે ગુમાવી હતી. ત્યાર બાદ 2 રન સ્કોરબોર્ડમાં ઉમેરાયા અને સ્ટાર બેટર સ્મૃતિ મંધાનાની વિકેટ ભારતે ગુમાવી હતી.

પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
આજનું રાશિફળ તારીખ : 30-04-2024
Bank Of Baroda માંથી 50 લાખની હોમ લોન પર EMI કેટલી ચૂકવવી પડશે
ભારતના 5 રાજ્યો જ્યાં તમામ મુસ્લિમોને મળી રહ્યો છે અનામતનો લાભ

શેફાલી વર્મા માત્ર 2 રન નોંધાવીને પરત ફરી હતી. અંડર 19 ટીમમાં ધૂમ મચાવનારી શેફાલી ઝડપથી પરત ફરતા ભારતે 12 રનના સ્કોર પર ત્રીજી વિકેટ બીજી ઓવરમાં જ ગુમાવી દીધી હતી. રિચા ઘોષે 5 રન અને હર્લીન દેઓલે 12 રન નોંધાવ્યા હતા. જ્યારે વિકેટકીપર બેટર યાસ્તિકા ભાટીયાએ 19 રન નોંધાવ્યા હતા. પૂજા વસ્ત્રાકરે 9 રન, શિખા પાંડેએ 1 રન, રાધા યાદવે 1 રન તેમજ અંજલી સરવાનીએ 11 રન નોંધાવ્યા હતા. દીપ્તી શર્માએ 19 રન નોંધાવ્યા હતા.

નીચલા ક્રમે ઓસ્ટ્રેલિયાનો સ્કોર વધાર્યો

જો ઓસ્ટ્રેલિયાના નીચલા ક્રમના બેટ્સમેનો ન રમ્યા હોત તો હરીફ ટીમ 100 રન પણ બનાવી શકી ન હોત. અંતમાં જ્યોર્જિયા વારહેમે અણનમ 32 રન બનાવ્યા હતા. તેણે 17 બોલમાં એક ફોર અને ત્રણ સિક્સર ફટકારી હતી. જેસ જોનાસેને 14 બોલમાં ચાર ચોગ્ગાની મદદથી અણનમ 22 રન બનાવ્યા હતા. તેના સિવાય બેથ મૂનીએ 28 રન બનાવ્યા હતા. એશ્લે ગાર્ડનરે 22 રનની ઇનિંગ રમી હતી.

Published On - 11:11 pm, Mon, 6 February 23

Next Article