ભારત અને ઓસ્ટ્રેલિયાની ટીમો વચ્ચે 5 ટેસ્ટ મેચોની બોર્ડર ગાવસ્કર ટ્રોફી રમાઈ રહી છે. તો બીજી તરફ મહિલા ભારતીય મહિલા ક્રિકેટ ટીમે ઓસ્ટ્રેલિયન ટીમ સામે 3 ODI મેચોની શ્રેણી રમવાની છે. આ મેચો બંને ટીમો વચ્ચે બ્રિસબેન અને પર્થમાં 5 થી 11 ડિસેમ્બર દરમિયાન રમાશે. આ શ્રેણી ICC મહિલા ચેમ્પિયનશિપનો એક ભાગ છે. પરંતુ આ સિરીઝ પહેલા ટીમ ઈન્ડિયાની ટીમમાં મોટો ફેરફાર જોવા મળ્યો છે. BCCIએ ઈજાગ્રસ્ત યાસ્તિકા ભાટિયાના સ્થાને અન્ય ખેલાડીના નામની જાહેરાત કરી છે.
ઓસ્ટ્રેલિયા સામેની ત્રણ મેચની વનડે શ્રેણી માટે યાસ્તિકા ભાટિયાના સ્થાને ઉમા છેત્રીને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવી છે. ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI)એ એક નિવેદનમાં કહ્યું કે, ‘ઓલ ઈન્ડિયા મહિલા પસંદગી સમિતિએ ઈજાગ્રસ્ત ભાટિયાની જગ્યાએ ઉમા છેત્રીનો સમાવેશ કર્યો છે. જ્યારે યાસ્તિકા વધુ અનુભવી છે, તેણે ત્રણ ટેસ્ટ, 28 વનડે અને 19 T20 મેચ રમી છે. આ શ્રેણીની પ્રથમ મેચ 5 ડિસેમ્બરે અને બીજી મેચ 8 ડિસેમ્બરે બ્રિસ્બેનમાં રમાશે. આ પછી ત્રીજી અને છેલ્લી વનડે 11 ડિસેમ્બરે પર્થના WACA મેદાન પર રમાશે.
ભારતીય વિકેટકીપર બેટ્સમેન યાસ્તિકા ભાટિયા મહિલા બિગ બેશ લીગ 2024 દરમિયાન ઈજાગ્રસ્ત થઈ હતી. મેલબોર્ન સ્ટાર્સ તરફથી રમતી વખતે તેણીને કાંડામાં ઈજા થઈ હતી. તેણીના કાંડામાં એક નાનું ફ્રેક્ચર છે, જેના કારણે તેણીને વિમેન્સ બિગ બેશ લીગ 2024માંથી બહાર થવું પડ્યું હતું. આ પહેલા ન્યુઝીલેન્ડ સામેની હોમ વનડે સિરીઝ દરમિયાન તેને ઘૂંટણની ઈજાને કારણે પાંચ મહિના સુધી મેદાનની બહાર રહેવું પડ્યું હતું. ઓસ્ટ્રેલિયા સિરીઝ તેની વાપસી બાદ તેની પ્રથમ શ્રેણી હતી, પરંતુ તે તેમાંથી પણ બહાર થઈ ગઈ છે.
News
Squad Update: Uma Chetry replaces injured Yastika Bhatia#TeamIndia | Read More
— BCCI Women (@BCCIWomen) November 27, 2024
હરમનપ્રીત કૌર (કેપ્ટન), સ્મૃતિ મંધાના (વાઈસ-કેપ્ટન), પ્રિયા પુનિયા, જેમિમાહ રોડ્રિગ્સ, હરલીન દેઓલ, રિચા ઘોષ (વિકેટકીપર), તેજલ હસબનીસ, દીપ્તિ શર્મા, મીનુ મણિ, પ્રિયા મિશ્રા, રાધા યાદવ, તિતાસ સાધુ, અરુંધતી રેડ્ડી, રેણુકા સિંહ ઠાકુર, સાયમા ઠાકુર, ઉમા છેત્રી (વિકેટકીપર).
આ પણ વાંચો: 6,6,6,6,4… હાર્દિક પંડ્યાએ CSKના નવા બોલરને બરાબર ફટકાર્યો, જુઓ વીડિયો
Published On - 10:14 pm, Wed, 27 November 24