IND vs AUS: 4 બોલમાં 2 વાર બચ્યો રોહિત શર્મા, છઠ્ઠા બોલ પર ઉડ્યુ સ્ટંપ, જુઓ VIDEO

|

Mar 01, 2023 | 12:26 PM

India Vs Australia, 3rd Test: રોહિત શર્મા ઈંદોર ટેસ્ટમાં ઝડપથી વિકેટ ગુમાવી ચુક્યો છે. ભારતીય ટીમ અડધી 45 રનના સ્કોર પર પેવેલિયન પરત ફરી છે.

IND vs AUS: 4 બોલમાં 2 વાર બચ્યો રોહિત શર્મા, છઠ્ઠા બોલ પર ઉડ્યુ સ્ટંપ, જુઓ VIDEO
Rohit Sharma એ ઝડપથી ગુમાવી વિકેટ

Follow us on

ઈંદોર ટેસ્ટમાં ભારતીય ટીમ ની શરુઆત ટોસ જીતીને ખરાબ રહી છે. ભારતે પ્રથમ બેટિંગ કરતા એક બાદ એક ઝડપથી વિકેટો ગુમાવી દીધી હતી. જેને લઈ ભારતીય ક્રિકેટ ટીમ પર મુશ્કેલીઓ ઉતરી આવી હતી. 45 રનના સ્કોર પર જ ભારતે 5 વિકેટ ગુમાવી દેતા અડધી ટીમ પેવેલિયન પરત ફરી ચુકી હતી. ટીમ ઈન્ડિયાના કેપ્ટન રોહિત શર્માએ પણ ઝડપથી વિકેટ ગુમાવી દીધી હતી. રોહિત શર્મા ઉપરાંત, શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા અને શ્રેય્યસ અય્યર સહિતના ખેલાડીઓએ ઝડપથી વિકેટ ગુમાવી દીધી હતી.

રોહિત શર્માને મિશેલ સ્ટાર્ક સામે બેટિંગ કરવામાં મુશ્કેલી જોવા મળી હતી. સ્ટાર્કે મુશ્કેલી જોઈને એ સ્થિતીનો પૂરો ફાયદો ઉઠાવવાનો પ્રયાસ કર્યો હતો. જોકે ફાયદો સ્ટાર્કના બદલે કૂહનેમેનને મળ્યો હતો. તેણે ઈનીંગમાં પોતાની પ્રથમ ઓવર કરતા જ મોટી વિકેટ મેળવવામાં સફળતા મેળવી હતી. ભારતની પ્રથમ ઈનીંગની રમત ખરાબ રહી છે, પ્રથમ 5 વિકેટ ઝડપથી ગુમાવી દીધી હતી.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

 

સ્ટાર્કે દબાણ બનાવ્યુ, મેથ્યૂએ વિકેટ ઝડપી

ભારતીય કેપ્ટન રોહિત શર્માને બેટિંગ માટે શરુઆત કરતા જ મુશ્કેલી અનુભવાઈ રહેલી જોવા મળી હતી. રોહિત શરુઆતમાં જ બે વાર વિકેટ ગુમાવતા બચ્યો હતો. 2 વાર તેને જીવતદાન મળવા જેવી સ્થિતી સર્જાઈ હતી. ઓસ્ટ્રેલિયા તરફથી પ્રથમ ઓવર મિશેલ સ્ટાર્ક લઈને આવ્યો હતો. તેણે પ્રથમ ઓવરથી જ ધારદાર બોલિંગ કરવાની શરુઆત કરી હતી જેની સામે રોહિત શર્મા મુશ્કેલ જણાયો હતો. પ્રથમ ઓવરમાં જ તેણે રોહિત શર્માની વિકેટ ઝડપવાની સ્થિતી ઉભી કરી હતી, જોકે રોહિત નસીબદાર રહ્યો હતો. જે બંને વાર DRS નો ઉપયોગ ઓસ્ટ્રેલિયાએ કર્યો નહોતો, પરંતુ અપિલ જબરદસ્ત કરી હતી.

બાદમાં જ્યારે મેથ્યૂ કુહનેમેનને કેપ્ટન સ્ટીવ સ્મિથે બોલિંગ કરવા બોલ હાથમાં આપતા જ જે કામ મિશેલ સ્ટાર્ક કરવા નિષ્ફળ રહ્યો એ, તેણે પુરુ કર્યુ હતુ. ભારતીય કેપ્ટન રોહિત શર્મા પર દબાણની સ્થિતીનો લાભ ઉઠાવીને તેણે ચાલાકી પૂર્વકના બોલ વડે રોહિત શર્માની વિકેટ ઝડપી હતી. સ્પિનર મેથ્યૂને શરુઆતની ઓવરોમાં જ મોકો અપાયો હતો અને તેણે રોહિતની વિકેટ ઝડપી હતી. ચાલાક બોલ પર રોહિત આગળ આવીને રમવા જતા જ તે વિકેટકીપર દ્વારા સ્ટંપીંગ થયો હતો.

 

Published On - 12:12 pm, Wed, 1 March 23

Next Article