IND vs AUS : ભારતની જીત પર ચાહકોએ સોશિયલ મીડિયા પર કાંગારૂ ટીમની મજા લીધી, મીમ્સ થયા વાયરલ

|

Sep 24, 2023 | 11:38 PM

ભારતે બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને હરાવીને 3 મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ટીમ ઈન્ડિયાની આ જીતથી ફેન્સ ઘણા ખુશ દેખાઈ રહ્યા છે અને ટ્વિટર પર મીમ્સ શેર કરી રહ્યા છે. જે ખૂબ જ વાયરલ થઈ રહ્યા છે. #INDvAUS ટ્વિટર પર પણ ટોપ ટ્રેન્ડિંગ છે.

IND vs AUS : ભારતની જીત પર ચાહકોએ સોશિયલ મીડિયા પર કાંગારૂ ટીમની મજા લીધી, મીમ્સ થયા વાયરલ
IND vs AUS Memes

Follow us on

ભારત (Team India) અને ઓસ્ટ્રેલિયા વચ્ચે વનડે સીરિઝની બીજી મેચ ઈન્દોરમાં રમાઈ હતી. આ મેચમાં ટીમ ઈન્ડિયાએ ઓસ્ટ્રેલિયા (Australia) ને 99 રને હરાવી સીરિઝ પર કબજો કર્યો હતો. ભારતના ખેલાડીઓએ બેટ અને બોલ બંનેથી કમાલ પ્રદર્શન કર્યું હતું. ભારતીય ટીમે સાબિત કર્યું કે, કેમ આ ટીમ વર્લ્ડ નંબર 1 છે. ઓસ્ટ્રેલિયાની કારમી હાર બાદ સોશિયલ મીડિયા પર ફેન્સે મજેદાર મીમ્સ (Memes) શેર કર્યા હતા.

ભારતે બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવ્યું

આ મેચમાં ઓસ્ટ્રેલિયાએ પ્રથમ બેટિંગ માટે ટીમ ઈન્ડિયાને આમંત્રણ આપ્યું હતું. જે બાદ બેટિંગ કરવા આવેલી ટીમ ઈન્ડિયાએ શ્રેયસ અય્યર (105), શુભમન ગિલ (104) અને સૂર્યકુમાર યાદવ (અણનમ 72)ની જોરદાર બેટિંગના કારણે 50 ઓવરમાં 5 વિકેટે 399 રન બનાવ્યા હતા. કેપ્ટન કેએલ રાહુલે પણ દમદાર ફિફ્ટી ફટકારી હતી અને 400 રનનો વિશાળ ટાર્ગેટ ઓસ્ટ્રેલિયન ટીમને આપ્યો હતો.

આ પણ વાંચો : Breaking News : અશ્વિન-જાડેજાનો સપાટો, ઈન્દોરમાં ભારતે ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવ્યું, સીરિઝ 2-0થી જીતી

સોશિયલ મીડિયા પર ફેન્સે મજેદાર મીમ્સ શેર કર્યા

ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલ ઓસ્ટ્રેલિયન ટીમે શરૂઆતથી જ વિકેટો ગુમાવી હતી.જોકે ઓસ્ટ્રેલિયાને વરસાદના કારણે 317 રનનો સુધારેલો ટાર્ગેટ આપવામાં આવ્યો હતો, તે પણ તે પૂર્ણ કરી શકી ન હતી. ભારત તરફથી અશ્વિન અને જાડેજાએ 3-3 વિકેટ લઈને કાંગારૂ ટીમને ઘૂંટણિયે પડવા મજબૂર કરી દીધી હતી. ભારતે બીજી વનડેમાં ઓસ્ટ્રેલિયાને 99 રને હરાવીને 3 મેચની શ્રેણીમાં 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. ભારતની આ જીતથી ચાહકો ઘણા ખુશ દેખાઈ રહ્યા છે. #INDvAUS ટ્વિટર પર પણ ટોપ ટ્રેન્ડિંગ છે. આ સાથે ચાહકો પોતાનો પ્રતિભાવ આપી રહ્યા છે અને મજેદાર મીમ્સ શેર કરી રહ્યા છે અને ઓસ્ટ્રેલિયન ટીમની મજા લઈ રહ્યા છે.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article