ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે રમાયેલી અમદાવાદ ટેસ્ટ ડ્રોમાં સમાપ્ત થઈ હતી. મેચના પાંચમા દિવસના છેલ્લા સેશનમાં મેચ કોઈ પરિણામ વગર સમાપ્ત થઈ ગઈ હતી. ઓસ્ટ્રેલિયાએ તેના બીજા દાવમાં 2 વિકેટ ગુમાવીને 175 રન બનાવ્યા હતા. ઓસ્ટ્રેલિયાએ આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા 480 રન બનાવ્યા હતા, જેના જવાબમાં ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ ઈનિંગમાં 571 રન બનાવ્યા હતા. જેમાં વિરાટ કોહલીની 186 રનની મોટી ઇનિંગ પણ સામેલ હતી. બીજા દાવમાં ઓસ્ટ્રેલિયાએ 2 વિકેટના નુકસાન પર 175 રન બનાવ્યા હતા, તેણે ભારત પર 84 રનની લીડ બનાવી લીધી હતી.
The fourth Test ends in a draw as India take the series 2-1 👏#WTC23 | #INDvAUS | 📝 https://t.co/VJoLfVSeIF pic.twitter.com/DSrUTbdMEO
— ICC (@ICC) March 13, 2023
આ પણ વાંચો :CCL 2023 : સોનુ સૂદની ટીમ ટૂર્નામેન્ટમાંથી બહાર, 2 ટીમે સેમીફાઈનલમાં જગ્યા બનાવી
ઈંગ્લેન્ડ સામેની 4 ટેસ્ટ સિરીઝ 2-2 થી બરાબર થઈ હતી. 2 ટેસ્ટની હોમ સિરીઝમાં ન્યૂઝીલેન્ડને 1-0થી હરાવ્યું, સાઉથ આફ્રિકા સામેની 3 ટેસ્ટ સિરીઝમાં 1-2થી હાર, 2 ટેસ્ટની હોમ સિરીઝમાં શ્રીલંકાને 2-0થી હરાવ્યું. બાંગ્લાદેશને 2 ટેસ્ટ સિરીઝમાં 2-0થી ક્લીન સ્વીપ કર્યું હતુ. ઓસ્ટ્રેલિયા સામે ચાલી રહેલી 4 ટેસ્ટ ઘરઆંગણે સિરીઝમાં 2-1થી જીત થઈ હતી.
બોર્ડર-ગાવસ્કર ટ્રોફી 2023
આ ટેસ્ટ સાથે જ ભારત માટે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપ-2023ની સફર પૂરી થઈ ગઈ છે અને તેણે ફાઇનલમાં જગ્યા બનાવી લીધી છે. હવે 7 જૂને લંડનના ઓવલ મેદાન પર વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં ભારત અને ઓસ્ટ્રેલિયા સામસામે ટકરાશે. ટીમ ઈન્ડિયા સતત બીજી વખત WTCની ફાઇનલમાં પહોંચી છે.
વિરાટ કોહલી અમદાવાદ ટેસ્ટનો સર્વશ્રેષ્ઠ ખેલાડી બન્યો. વિરાટ કોહલીએ પ્રથમ દાવમાં શાનદાર સદી ફટકારી હતી. તેના બેટમાંથી 186 રન નીકળ્યા હતા. તમને જણાવી દઈએ કે વિરાટ કોહલીએ 1205 દિવસ બાદ ટેસ્ટમાં સદી ફટકારી હતી. તેની ઇનિંગ્સના આધારે ભારતે ઓસ્ટ્રેલિયાનો મોટો સ્કોર પાર કર્યો અને લીડ પણ લીધી. આર અશ્વિન પ્લેયર ઓફ ધ સિરીઝ બન્યો હતો.