India vs Australia 1st Day Highlights: ઈન્દોર ટેસ્ટમાં પ્રથમ દિવસની રમત સમાપ્ત, ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને 47 રનની લીડ લીધી

|

Mar 01, 2023 | 5:06 PM

India vs Australia 3rd test live score: ભારતીય કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. બંને ટીમોએ પ્લેઈંગ ઈલેવનમાં ફેરફાર કર્યા હતા.

India vs Australia 1st Day Highlights:  ઈન્દોર ટેસ્ટમાં પ્રથમ દિવસની રમત સમાપ્ત, ઓસ્ટ્રેલિયાએ 4 વિકેટ ગુમાવીને 47 રનની લીડ લીધી
India vs Australia 3rd test live score

Follow us on

ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ઈંદોરમાં ટેસ્ટ મેચ રમાઈ રહી છે. ભારતીય સુકાની રોહિત શર્માએ ટોસ જીતીને પ્રથમ બેટિંગ પસંદ કરી હતી. બોર્ડર ગાવાસ્કર ટ્રોફીની પ્રથમ બંને ટેસ્ટ મેચમાં ભારતે જીત મેળવી હતી. આમ 4 ટેસ્ટ મેચોની સિરીઝમાં ભારતીય ટીમ 2-0 થી અજેય લીડ મેળવી હતી. ઈંદોર ટેસ્ટ માટે ભારતીય ટીમમાં 2 ફેરફાર કરવામાં આવ્યા હતા. ઓપનર કેએલ રાહુલને સતત ખરાબ પ્રદર્શનને લઈ બહાર કરવામાં આવ્યો છે. જ્યારે મોહમ્મદ શમીના સ્થાને ઉમેશ યાદવને સ્થાન આપવામાં આવ્યુ છે.

ઓસ્ટ્રેલિયા 47 રનની લીડ

ઓસ્ટ્રેલિયાએ મેથ્યુ કુન્હાનેમેનની 5 વિકેટને કારણે પ્રથમ દાવમાં ભારતને માત્ર 109 રનમાં આઉટ કરી દીધું હતું. ભારત તરફથી વિરાટ કોહલીએ સૌથી વધુ 22 રન બનાવ્યા. ટી બ્રેક સુધી ઓસ્ટ્રેલિયાએ 1 વિકેટે 71 રન બનાવી લીધા હતા. ઓસ્ટ્રેલિયાની ટીમે ઈન્દોર ટેસ્ટ મેચના પ્રથમ દિવસની રમતના અંત સુધી 4 વિકેટે 156 રન બનાવી લીધા હતા. ભારતની પ્રથમ ઇનિંગના આધારે ટીમને 47 રનની લીડ મળી હતી. ટીમ ઈન્ડિયા પ્રથમ દાવમાં માત્ર 109 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. દિવસની રમતના અંતે પીટર હેન્ડ્સકોમ્બ 7 અને કેમેરોન ગ્રીન 6 રને રમી રહ્યા હતા.

આજનું રાશિફળ તારીખ : 06-10-2024
IPL 2025માં MS ધોનીના રમવા પર સસ્પેન્સ યથાવત
માંસ કેમ ન ખાવું જોઈએ ? દેવરાહા બાબાએ જણાવ્યું મોટું કારણ, જુઓ Video
Indian Oil ભારતમાં, તો પછી વિશ્વની સૌથી મોટી Oil Company કઈ છે?
ઘરે તુલસી છે ! જાણી લો મંજરી કયા દિવસે ન તોડવી જોઈએ?
સ્વાતંત્ર્ય સંગ્રામ દરમિયાન આવી મોટી ગાડીઓમાં ફરતા હતા મહાત્મા ગાંધી, જુઓ Photos

 

ઈજા બાદ વાપસી કરી રહેલો ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઓલરાઉન્ડર રવિન્દ્ર જાડેજા સતત શાનદાર પ્રદર્શન કરીને રેકોર્ડ બનાવી રહ્યો છે. ઓસ્ટ્રેલિયા સામેની ટેસ્ટ સિરીઝની પ્રથમ બે મેચમાં અજાયબી કર્યા બાદ જાડેજાએ ત્રીજી ટેસ્ટમાં પણ કંઈક એવું કરી બતાવ્યું જે ભારતીય ક્રિકેટમાં આ પહેલા માત્ર એક જ વાર થઈ શક્યું હતું.ઈન્દોર ટેસ્ટના પહેલા દિવસે રવિન્દ્ર જાડેજાએ ઓસ્ટ્રેલિયાની પ્રથમ ઈનિંગમાં ઓપનર ટ્રેવિસ હેડની વિકેટ લેતાની સાથે જ ઈન્ટરનેશનલ ક્રિકેટમાં તેની 500 વિકેટ પૂરી કરી લીધી હતી. આ રીતે તેણે એક ખાસ રેકોર્ડમાં મહાન ભારતીય ઓલરાઉન્ડર કપિલ દેવની સાથે તેનું નામ પણ  ઉમેર્યું છે

India Vs Australia Playing XI:

ભારતની પ્લેઈંગ ઈલેવન: રોહિત શર્મા (કેપ્ટન), શુભમન ગિલ, ચેતેશ્વર પુજારા, વિરાટ કોહલી, શ્રેયસ ઐયર, રવિન્દ્ર જાડેજા, કેએસ ભરત (વિકેટકીપર), અક્ષર પટેલ, રવિચંદ્રન અશ્વિન, ઉમેશ યાદવ અને મોહમ્મદ સિરાજ.

ઓસ્ટ્રેલિયાની પ્લેઈંગ ઈલેવન: સ્ટીવ સ્મિથ (કેપ્ટન), ઉસ્માન ખ્વાજા, માર્નસ લાબુશેન, ટ્રેવિસ હેડ, પીટર હેન્ડ્સકોમ્બ, કેમરન ગ્રીન, એલેક્સ કેરી (વિકેટકીપર), મિશેલ સ્ટાર્ક, ટોડ મર્ફી, નાથન લિયોન અને મેથ્યુ કુહનેમેન.

Published On - 10:45 am, Wed, 1 March 23

Next Article