
ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની પહેલી બે મેચમાં જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉત્સાહમાં છે અને સતત ત્રીજી મેચ જીતી સીરિઝ પર કબજો કરવા તૈયાર છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ T20 સીરિઝ જીવંત રાખવા કોઈ પણ હિસાબે આજની મેચમાં જીતવું જ પડશે. એવામાં ગુવાહાટીમાં બંને ટીમો વચ્ચે ફરી એકવાર ખરાખરીનો જંગ જોવા મળશે.
India Vs Australia 3rd T20I live score : ગુવાહાટીમાં અંતિમ બોલ પર ઓસ્ટ્રેલિયાએ ભારતને 5 વિકેટે હરાવ્યું, મેક્સવેલની મેજિકલ સદી
IND v AUS 3rd T20I live score : મેક્સવેલની મેજિકલ સદી, ઓસ્ટ્રેલિયાને એક બોલમાં 2 રનની જરૂર
IND vs AUS live score : ઓસ્ટ્રેલિયાને 6 બોલમાં 212 રનની જરૂર, ભારતને વિકેટની જરૂર
IND v AUS 3rd T20I live score : ભારતીય કેપ્ટન સૂર્યકુમાર યાદવે ઓસ્ટ્રેલિયન કેપ્ટન મેથ્યુ વેડનો કેચ છોડ્યો હતો. મેચ રોમાંચક બની.
IND v AUS Match live score : ગ્લેન મેક્સવેલે આવતા ની સાથે જ દમદાર ફટકાબાજી શરૂ કરી અને દમદાર ફિફ્ટી પૂર્ણ કરી હતી, ત્યારબાદ પણ તેણે ફટકાબાજી ચાલુ રાખી હતી અને ટીમને જીત તરફ લઈ જઈ રહ્યો છે, સાથે જ તે પોતાની સદીની પણ નજીક પહોંચ્યો છે.
India vs Australia live score : ગ્લેન મેક્સવેલે ફરી એકવાર સાબિત કર્યું છે કે કેમ તે હાલના સમયનો સૌથી ખતરનાક બેટ્સમેન છે, મેક્સવેલે ભારત સામે દબાણમાં દમદાર બેટિંગ કરતા માત્ર 28 બોલમાં ફિફ્ટી ફટકારી હતી.
IND vs AUS live score : ઓસ્ટ્રેલિયાને પાંચમો ઝટકો, ટીમ ડેવિડ 0 રન બનાવી થયો આઉટ, રવિ બિશ્નોઈએ ભારતને પાંચમી સફળતા અપાવી, ઓસ્ટ્રેલિયા 134-5, જીત માટે 39 બોલમાં 89 રનની જરૂર
India vs Australia Cricket Match live score : ઓસ્ટ્રેલિયાને ચોથો ઝટકો, સ્ટોનિસ 17 રન બનાવી થયો આઉટ, અક્ષર પટેલે ભારતને ચોથી સફળતા અપાવી, ઓસ્ટ્રેલિયાનનો સ્કોર 128/4, જીત માટે 42 બોલમાં 95 રનની જરૂર
IND v AUS 3rd T20I live score : 11 ઓવર બાદ ઓસ્ટ્રેલિયાનો સ્કોર 111 પર પહોંચી ગયો છે અને હવે તેમણે જીતવા 54 બોલમાં 112 રનની જરૂર છે.
India Vs Australia 3rd T20I live score : ગ્લેન મેક્સવેલે ગુવાહાટીમાં ફટકાબાજી શરૂ કરી છે. મેક્સવેલે પ્રસિદ્ધ કૃષ્ણાની બોલિંગમાં એક બાઉન્ડ્રી અને બે સિક્સર ફટકારી હતી.
IND v AUS 3rd T20I live score : ઓસ્ટ્રેલિયાને ત્રીજો ઝટકો, ઈંગ્લિશ 10 રન બનાવી થયો આઉટ, રવિ બિશ્નોઈએ ભારતને ત્રીજી સફળતા અપાવી, ઓસ્ટ્રેલિયા 68/3
IND v AUS Match live score : ઓસ્ટ્રેલિયન ઓપનર હેડ 35 રન બનાવી આઉટ થયો હતો. આવેશ ખાને હેડને કેચ આઉટ કર્યો હતો, હેડ 35 રન બનાવી આઉટ થયો હતો.
India vs Australia live score : ઓસ્ટ્રેલિયાને પહેલો ઝટકો, હાર્ડી 16 રન બનાવી થયો આઉટ, અર્શદીપે ભારતને પહેલી સફળતા અપાવી, ઓસ્ટ્રેલિયા 47/1
IND vs AUS live score : 223 રનના ટાર્ગેટનો પીછો કરવા ઊતરેલ ઓસ્ટ્રેલિયન ટીમે દમદાર શરૂઆત કરી હતી. હેડ અને હાર્ડીએ ફટકાબાજી કરી હતી અને પહેલી બે ઓવરમાં બાઉન્ડ્રી ફટકારી હતી.
India vs Australia live score : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની પહેલી મેચમાં બે ખેલાડીઓએ સૌથી વધુ રન બનાવ્યા હતા અને સૌથી વધુ પ્રભાવિત પણ કર્યા હતા. આ બને ખેલાડીઓ છે સૂર્યકુમાર યાદવ અને જોશ ઈંગ્લિશ. બંનેએ પોતાની ટીમો માટે મહત્વપૂર્ણ ઈનિંગ રમી હતી અને મેચ દરમિયાન બંનેના શોટે હેડલાઈન બનાવી હતી, જેમાં ઈંગ્લિશના એક શોટને જોઈ સૂર્યાના મોં માંથી વાવ “wow” નીકળી ગયું હતું.
IND vs AUS live score : ઋતુરાજ ગાયકવાડ શાનદાર સદી, ઋતુરાજ ગાયકવાડે T20 કારકિર્દીની સૌપ્રથમ સદી ફટકારી હતી. ભારતનો સ્કોર 200 ને પાર પહોંચી ગયો છે.
India vs Australia Cricket Match live score : ઋતુરાજે દમદાર બેટિંગ કરતા 18 મી ઓવરમાં ધમકેડકર ફટકાબાજી કરતા 25 રન ફટકાર્યા હતા, જેમાં ત્રણ સિક્સર અને એક બાઉન્ડ્રી સામેલ હતી.
India Vs Australia 3rd T20I live score : ઋતુરાજ ગાયકવાડે દમદાર બેટિંગ શરૂ રાખતા મેદાનમાં ચારો તરફ ફટકાબાજી કરી છે અને હવે તે સદીની નજીક પહોંચી ગયો છે.
India Vs Australia 3rd T20I live score :
વર્લ્ડ કપ જીતનાર ખેલાડીઓ થયા ટીમની બહાર, આ કારણોસર ન મળી જગ્યા
IND v AUS 3rd T20I live score : ફિફ્ટી ફટકાર્યા બાદ ઋતુરાજે દમદાર બેટિંગ શરુ કરી છે અને એક જ ઓવરમાં સિક્સર અને બાઉન્ડ્રી ફટકારી હતી.
IND v AUS Match live score : ઋતુરાજ ગાયકવાડે દમદાર બેટિંગનું પ્રદર્શન કરતા ફરી એકવાર ફિફ્ટી ફટકારી હતી. સતત બે મેચમઅ ઋતુરાજે ફિફ્ટી ફટકારી છે.
India vs Australia live score : લાંબો શોટ રમવાના ચક્કરમાં કેપ્ટન સૂર્યકુમાર યાદવ કેચ આઉટ થયો હતો. ભારતને ત્રીજો ઝટકો લાગ્યો હતો. સૂર્યાએ 39 રન બનાવ્યા હતા.
IND vs AUS live score : સૂર્યા-ઋતુરાજે પહેલી બે વિકેટ ગુમાવ્યા બાદ ટીમ ઈન્ડિયાની બાજી સાંભળી હતી. બંનેએ દમદાર બેટિંગ શરૂ કરી છે. ભારતે પહેલી 10 ઓવરમાં 80 રન બનાવી લીધા છે.
IND v AUS 3rd T20I live score : બે વિકેટ જલ્દી ગુમાવ્યા બાદ ક્રિઝ પર આવેલ કેપ્ટન સૂર્યકુમારે ટીમની કમાન સાંભળતા એક જ ઓવરમાં બે શાનદાર સિક્સર ફટકારી હતી.
India Vs Australia 2nd T20I live score : દીપક ચહરને મુકેશ કુમારના સ્થાને ભારતીય ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. મુકેશ કુમાર તેના લગ્નમાં વ્યસ્ત હોવાથી દિપકને ટીમમાં સ્થાન મળ્યું છે. જોકે તે આજની મેચમાં પ્લેઈંગ 11 માં સામેલ નથી.
India Vs Australia 2nd T20I live score : ગુવાહાટીમાં ભારતને બીજો ઝટકો લાગ્યો છે. ઈશાન કિશન 0 રન બનાવી આઉટ થયો હતો. યશસ્વી બાદ ઇશાન સસ્તામાં આઉટ થતાં ભારત મુશ્કેલીમાં.
ભારતીય ટીમના ક્રિકેટર મુકેશ કુમારના આજે ઓસ્ટ્રેલિયા સામે રમનાર ટી20 ટીમનો ભાગ નથી. આજે ગોરખપુરમાં ગ્રાન્ડ લગ્ન થઈ રહ્યા છે. મુકેશ કુમાર છપરાના દિવ્યા સિંહ સાથે લગ્ન કરવા જઈ રહ્યા છે. દિવ્યા તેની લાઈફ પાર્ટનર બનશે.
બે મેચમાં સારું પ્રદર્શન કરનાર મુકેશ કુમાર ટીમમાંથી થયો બહાર, જીવનમાં આવશે ‘ખુશી’
IND v AUS 3rd T20I live score : પહેલી ઓવરમાં દમદાર બાઉન્ડ્રી ફટકાર્યા બાદ ઓપનર યશસ્વી જયસ્વાલ ફરી શોટ મારવાના ચક્કરમાં કેચ આઉટ થયો હતો. યશસ્વી 6 રન બનાવી આઉટ થયો હતો.
IND v AUS Match live score : ભારતના ઓપનરો યશસ્વી અને ઋતુરાજ ક્રિઝ પર. બંનેએ પહેલી જ ઓવરમાં બાઉન્ડ્રી ફટકારી કરી શાનદાર શરૂઆત. પહેલી ઓવરમાં આવ્યા 14 રન.
IND v AUS Match live score :
યશસ્વી જયસ્વાલ, ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન (વિકેટ કીપર), સૂર્યકુમાર યાદવ (કેપ્ટન), રિંકુ સિંહ, તિલક વર્મા, અક્ષર પટેલ, રવિ બિશ્નોઈ, અર્શદીપ સિંહ, આવેશ ખાન, પ્રસિદ્ધ કૃષ્ણા
India vs Australia live score : ગુવાહાટીમાં ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે ત્રણ મેચની T20 સીરિઝની ત્રીજી મેચ યોજાશે, ભારત બે જીત સાથે સીરિઝમાં 2-0 થી આગળ છે. જ્યારે ઓસ્ટ્રેલિયા આ સીરિઝમાં પહેલી જીત મેળવવા પ્રયાસ કરશે. મેચ પહેલા બંને ટીમના કપ્તાનો વચ્ચે ટોસ યોજાયો હતો. જેમાં ઓસ્ટ્રેલિયાએ ટોસ જીતી પહેલા બોલિંગ પસંદ કરી હતી અને ભારતને પહેલા બેટિંગ કરવાનું આમંત્રણ આપ્યું હતું.
IND vs AUS live score : ભારત અને ઓસ્ટ્રેલિયા વચ્ચે પાંચ મેચની T20 સીરિઝની પહેલી બે મેચમાં જીત બાદ ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ ઉત્સાહમાં છે અને સતત ત્રીજી મેચ જીતી સીરિઝ પર કબજો કરવા તૈયાર છે. તો બીજી તરફ ઓસ્ટ્રેલિયાએ T20 સીરિઝ જીવંત રાખવા કોઈ પણ હિસાબે આજની મેચમાં જીતવું જ પડશે. એવામાં ગુવાહાટીમાં બંને ટીમો વચ્ચે ફરી એકવાર ખરાખરીનો જંગ જોવા મળશે.
Published On - 6:06 pm, Tue, 28 November 23