IND vs WI Live Streaming : ભારતીય ટીમ આજે 12 જુલાઈથી 2 મેચની ટેસ્ટ સિરીઝથી વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસની શરૂઆત કરશે. સિરીઝની પ્રથમ ટેસ્ટ ડોમિનિકાના વિન્ડસર પાર્કમાં રમાશે. ભારતીય ટીમ લગભગ 1 મહિના પછી મેદાન પર રમવા જઈ રહી છે. આ પહેલા ટીમને WTC ફાઈનલ મેચમાં ઓસ્ટ્રેલિયા સામે હારનો સામનો કરવો પડ્યો હતો.ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે ટેસ્ટ ફોર્મેટમાં અત્યાર સુધીમાં 98 મેચ રમાઈ છે, જેમાંથી ભારતે 22 મેચ જીતી છે, જ્યારે વેસ્ટ ઈન્ડિઝની ટીમે 30 મેચ જીતી છે. આ સિવાય 46 મેચ ડ્રોમાં સમાપ્ત થઈ છે.
2002 થી, ભારતે વેસ્ટ ઈન્ડિઝ સામે એક પણ ટેસ્ટ સિરીઝમાં હારનો સામનો કરવો પડ્યો નથી અને અત્યાર સુધીમાં સતત 8 સિરીઝ જીતી છે.
આ પણ વાંચો : WI vs IND: શુભમન ગિલે સામે ચાલીને માંગી લીધો નંબર 3, આ કારણે રાહુલ દ્રવિડ ઓપનરને પુજારાના સ્થાને ઉતારવા માન્યો!
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ 12 થી 16 જુલાઈના રોજ રમાશે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચ વિન્ડસર પાર્કમાં રમાશે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ ભારતીય સમયઅનુસાર રાત્રે 7:30 કલાકથી શરુ થશે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચે પ્રથમ ટેસ્ટ મેચનું ટીવી પર સીધું પ્રસારણ (DD Sports) પર થશે. ડીડી સ્પોર્ટસ અલગ અલગ ભાષાઓમાં મેચનું પ્રસારણ કરશે. આ મેચ ફ્રીમાં ડીટીએચ પર જોઈ શકાશે.
2 ટેસ્ટ, 3 વનડે અને 5 ટી-20 રમવા માટે ભારતીય ટીમ વેસ્ટ ઈન્ડિઝ પહોંચી છે. ભારતીય ટીમનો આ પ્રવાસ 12 જુલાઈથી 24 જુલાઈ વચ્ચે 2 ટેસ્ટ મેચની સિરીઝથી શરુ થશે. 3 મેચની વનડે સિરીઝની શરુઆત 27 જુલાઈથી થશે. અંતિમ વનડે 1 ઓગસ્ટના રોજ રમાશે. વેસ્ટ ઈન્ડિઝ પ્રવાસમાં 5 ટી20 મેચોની સિરીઝ 6 ઓગસ્ટથી 13 ઓગસ્ટ વચ્ચે રમાશે. આ બધા વચ્ચે વેસ્ટ ઈન્ડિઝ સામેની ટી20 સિરીઝ માટે ભારતીય ટીમની (Indian Cricket Team) જાહેરાત થઈ છે.