
શ્રીલંકા પ્રવાસ માટે ભારતની ટેસ્ટ ટીમની જાહેરાત થઈ ચૂકી છે. શ્રીલંકા પ્રવાસ પર ભારતને 2 ટેસ્ટની સીરિઝ રમવાની છે. જેના માટે 15 સભ્યોની ટીમમાં 33 વર્ષના એક નવા ખેલાડીની એન્ટ્રી થઈ છે. આ ખેલાડીનું નામ સારાંશ જૈન છે. સારાંશ જૈન ઘરેલું ક્રિકેટમાં શાનદાર પ્રદર્શનનું ઈનામ મળ્યું છે. તો ચાલો જાણીએ કોણ છે આ ખેલાડી જેને અચાનક ભારતની ટેસ્ટ ટીમમાં સ્થાન મળ્યું છે. બધાનું ધ્યાન ખેચ્યું છે.
ઈન્દોરનો રહેવાસી સારાંશ જૈન મધ્યપ્રદેશની રણજી ટ્રોફીનો ખેલાડી છે. ટીમમાં તેની ભૂમિકા ઓલરાઉન્ડરની છે. તેના ફર્સ્ટ ક્લાસ કરિયર અત્યારસુધી 54 મેચ રમી છે. જેમાં તેમણે 2223 રન બનાવવા સિવાય 188 વિકેટ લીધી છે. સારાંશ ડાબા હાથનો બેટ્સમેન હોવા ઉપરાંત એક ઓફ સ્પિનર પણ છે. ભારતને શ્રીલંકા પ્રવાસ પર 2 ટેસ્ટ સીરિઝ રમવાની છે. પહેલી ટેસ્ટ મેચ 15 ઓગસ્ટથી ગોલમાં શરુ થશે. તો બીજી ટેસ્ટ મેચ 23 ઓગસ્ટથી કોલંબોમાં રમાશે. ટીમ ઈન્ડિયા 4 ઓગસ્ટના રોજ શ્રીલંકાના પ્રવાસ પર છે. અહી 7 ઓગ્સ્ટથી કોલંબોમાં એક દિવસની વોર્મ અપ મેચ રમશે.
મોટી વાત એ છે કે, સારાંશ જૈનના લોહીમાં ક્રિકેટ છે. ટુંકમાં આ રમત તેને વારસામાં મળી છે. તેના પિતા સુબોધ જૈન પણ મધ્યપ્રદેશ માટે ઘરેલું ક્રિકેટ રમી ચૂક્યા છે. પોતાના પિતાપાસેથી પ્રરેણા લઈ ક્રિકેટ કરિયર બનાવ્યું છે. સારાંશ જૈન આજે ટીમ ઈન્ડિયાનો ભાગ બની ચૂક્યો છે. તેમાં તેના પિતાની નોટનું મોટું યોગદાન છે. જેમણે જિંદગી બદલી નાંખી.
સારાંશ જૈનના પ્રોફેશનલ ક્રિકેટ કારકિર્દી 2014 માં શરૂ થઈ હતી. તે જ વર્ષે તેણે રણજી ટ્રોફીમાં ડેબ્યૂ કર્યું હતું.સરાંશ જૈન જન્મ 31 માર્ચ 1993ના રોજ થયો છે. તે એક ભારતીય ક્રિકેટર છે. તેમણે 21 ડિસેમ્બર 2014ના રોજ 2014-15 રણજી ટ્રોફીમાં મધ્ય પ્રદેશ માટે પોતાની પ્રથમ શ્રેણીની શરૂઆત કરી હતી. તેમણે 25 ફેબ્રુઆરી 2017ના રોજ વિજય હજારે ટ્રોફીમાં મધ્ય પ્રદેશ માટે પોતાની લિસ્ટ A મેચમાં પ્રવેશ કર્યો હતો.
શુભમન ગિલ, ઋષભ પંત,યશસ્વી જ્યસ્વાલ, કે.એલ રાહુલ, સાંઈ સુદર્શન, ધ્રુવ જુરેલ, દેવદત્ત પેડિક્કલ, માનવ સુથાર, રવિન્દ્ર જાડેજા,કુલદીપ યાદવ,જસપ્રીત બુમરાહ, મોહમ્મદ સિરાજ,પ્રસિદ્ધ કૃષ્ણા, ગુરનુર બરાડ અને સારાંશ જૈન
Published On - 2:00 pm, Tue, 28 July 26