IND vs BAN: ભારત ઉમરાન મલિક અને અક્ષર પટેલ સાથે મેદાનમાં ઉતર્યા, બાંગ્લાદેશમાં એક ફેરફાર

|

Dec 07, 2022 | 11:44 AM

બીજી વનડે (India Vs Bangladesh)નો ટોસ થઈ ગયો છે. ટોસ બાદ બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવન પણ જાહેર કરી છે. 3 મેચની વનડે સિરીઝમાં ભારત0-1થી પાછળ છે.

IND vs BAN: ભારત ઉમરાન મલિક અને અક્ષર પટેલ સાથે મેદાનમાં ઉતર્યા, બાંગ્લાદેશમાં એક ફેરફાર
ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વનડે મેચ
Image Credit source: BCCI TWITTER

Follow us on

આજે ભારત અને બાંગ્લાદેશ વચ્ચે બીજી વનડે મેચ રમાઈ રહી છે. આ મેચ હવેથી થોડા સમય બાદ શરૂ થશે. અત્યારે તમને જણાવી દઈએ કે, આ બીજી વનડેનો ટોસ થઈ ગયો છે. બાંગ્લાદેશે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો છે. એટલે કે ભારત પહેલા બોલિંગ કરશે. ટોસ બાદ બંને ટીમોએ પોતાની પ્લેઈંગ ઈલેવન જાહેર કર્યા છે. બાંગ્લાદેશે ટીમમાં એક ફેરફાર કર્યો છે જ્યારે ભારતીય ટીમમાં 2 ફેરફાર કરવામાં આવ્યા છે.

અક્ષય તૃતીયા પર જો સોના-ચાંદીનું બજેટ ન હોય તો શુભ સમયે ખરીદો આ 5 સસ્તી વસ્તુઓ
કથાકાર જયા કિશોરીએ જણાવ્યું પરિવારનું 'ટોપ સિક્રેટ'
મેટ ગાલામાં આલિયા ભટ્ટનો જલવો, સબ્યસાચીની સાડીમાં લાગી હુશ્નની પરી, જુઓ-Photo
એક, બે, ત્રણ... ઉમેદવાર કેટલી બેઠકો પર ચૂંટણી લડી શકે?
સરકારી બેંક SBI પાસેથી 5 વર્ષ માટે 13 લાખની કાર લોન પર કેટલી EMI આવશે?
જાહ્નવી કપૂર બની અપ્સરા, ચાહકો એ કહ્યું એક દમ શ્રીદેવી લાગે છે

 

તમને જણાવી દઈએ કે, 3 મેચની વનડે સિરીઝમાં ભારત0-1થી પાછળ છે. ત્યારે આજની મેચ બંન્ને ટીમ માટે મહ્તવની છે. બીજી વનડેમાં ભારત માટે જીત જરુરી છે. જો આજે ભારત જીતશે નહિ તો સિરીઝમાં 2-0ની લીડ સાથે બાંગ્લાદેશ કબજો કરશે.

ભારતની પ્લેઈંગ ઈલેવનમાં 2 ફેરફાર

ટોસ હાર્યા બાદ રોહિત શર્માએ કહ્યું કે, તે પહેલા બેટિંગ કરે કે બોલિંગ કરે તેનાથી કોઈ ફરક પડતો નથી. ટીમમાં 2 ફેરફારોનો ઉલ્લેખ કરતા તેણે કહ્યું કે કુલદીપ સેન આ મેચ માટે ઉપલબ્ધ નથી. તેની સાથે ફિટનેસની સમસ્યા છે. ઉમરાન તેમનું સ્થાન લેશે. આ સિવાય અક્ષર પટેલે ટીમમાં શબાઝ અહેમદનું સ્થાન લીધું છે.

 

 

આવી છે બંન્ને ટીમની પ્લેઈંગ ઈલેવન

ભારતની પ્લેઈંગ ઈલેવન : રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, વિરાટ કોહલી, શ્રેયસ અય્યર, કેએલ રાહુલ, વોશિંગ્ટન સુંદર, અક્ષર પટેલ, શાર્દુલ ઠાકુર, દીપક ચહર, મોહમ્મદ સિરાજ, ઉમરાન મલિક

બાંગ્લાદેશ પ્લેઈંગ ઈલેવન: નજમુલ સાન્ટો, લિટન દાસ (સી), અનામુલ હક, શાકિબ અલ હસન, મુશફિકુર રહીમ, મહમુદુલ્લાહ, અફીફ હુસૈન, મેહદી હસન, ઈબાદત હુસૈન, નસુમ અહેમદ, મુસ્તફિઝુર રહેમાન

Next Article