India Playing 11 vs Eng, 2nd ODI: રોહિત શર્મા શ્રેણીમાં અજેય રહેવા લોર્ડઝમાં કેવી ઈલેવન ઉતારશે? વિરાટ કોહલી પર સસ્પેન્સ

|

Jul 14, 2022 | 11:37 AM

પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા (Team India) નું લક્ષ્ય લોર્ડ્સમાં લોર્ડ ઓફ ધ સિરીઝ બનવાનું છે. ઓવલમાં ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા શ્રેણી જીતવાના ઈરાદા સાથે લોર્ડ્સ જશે. જો કે, તે એટલું સરળ નહીં હોય કારણ કે ઇંગ્લેન્ડ પાસે વળતો પ્રહાર કરવાની શક્તિ છે અને તેના અનુભવી ખેલાડીઓ જેઓ પ્રથમ […]

India Playing 11 vs Eng, 2nd ODI: રોહિત શર્મા શ્રેણીમાં અજેય રહેવા લોર્ડઝમાં કેવી ઈલેવન ઉતારશે? વિરાટ કોહલી પર સસ્પેન્સ
Rohit Sharma સિરીઝમાં અજેય રહેવા મજબૂત ટીમ ઉતારશે (Photo AFP)

Follow us on

પ્રથમ વનડેમાં ઈંગ્લેન્ડને હરાવ્યા બાદ હવે ટીમ ઈન્ડિયા (Team India) નું લક્ષ્ય લોર્ડ્સમાં લોર્ડ ઓફ ધ સિરીઝ બનવાનું છે. ઓવલમાં ઈંગ્લેન્ડને 10 વિકેટે હરાવ્યા બાદ ટીમ ઈન્ડિયા શ્રેણી જીતવાના ઈરાદા સાથે લોર્ડ્સ જશે. જો કે, તે એટલું સરળ નહીં હોય કારણ કે ઇંગ્લેન્ડ પાસે વળતો પ્રહાર કરવાની શક્તિ છે અને તેના અનુભવી ખેલાડીઓ જેઓ પ્રથમ મેચમાં ફ્લોપ રહ્યા હતા તેઓ મજબૂત પ્રદર્શન માટે તલપાપડ હશે. જોકે ભારતીય ટીમ (Indian Cricket Team) લયમાં છે અને બીજી મેચ જીતીને જ સિરીઝ પર કબજો કરવા ઈચ્છશે. હવે સવાલ એ છે કે શું ટીમ ઈન્ડિયા પોતાની પ્લેઈંગ ઈલેવનમાં કોઈ ફેરફાર કરશે કેમ કેમ અને ઈજા થી આરામ પર રહેલ વિરાટ કોહલી (Virat Kohli) બીજી વન ડેમાં રમવા માટે મેદાને ઉતરશે કે કેમ તેવા પણ સવાલ થઈ રહ્યા છે.

વિરાટ કોહલી બીજી વનડે નહીં રમે?

મીડિયા રિપોર્ટ્સ અનુસાર, વિરાટ કોહલી બીજી વનડેમાં નહીં રમે. માંસપેશીયોમાં ખેંચાણની ઈજાથી ઝઝૂમી રહેલો વિરાટ પ્રથમ મેચમાં પણ રમ્યો નહોતો. હાલમાં તેની ઈજા સંપૂર્ણ રીતે ઠીક થઈ નથી અને જો તે 100 ટકા ફિટ થયા વિના મેદાન પર આવે છે તો તેની ઈજા વધુ બગડી શકે છે. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા વિરાટ કોહલીને જોખમમાં મૂકવા માંગશે નહીં. આમ શક્ય છે કે ટીમ ઈન્ડિયા કોઈ ફેરફાર કર્યા વિના લોર્ડ્સમાં ઉતરી શકે છે.

ભારતની સંભવિત પ્લેઈંગ ઈલેવન

ભારતીય ક્રિકેટ ટીમ પ્રથમ વનડેમાં માત્ર 11 ખેલાડીઓને મેદાનમાં ઉતારી શકે છે. કારણ કે ઓવલમાં રોહિત શર્મા અને શિખર ધવન સિવાય અન્ય કોઈ ખેલાડી બેટિંગ કરી શકવાનો ચાન્સ મેળવી શક્યો નહોતો. કારણ કે ભારતીય ઓપનીંગ જોડી રોહિત શર્મા અને શિખર ધવને સદીની ભાગીદારી કરીને 111 રનનો ટાર્ગેટ 18.3 ઓવરમાં મેળવી લીધો હતો. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયા પોતાની વિજેતા પ્લેઈંગ ઈલેવનને જાળવી રાખવા ઈચ્છશે. જે ભારતીય ખેલાડીઓએ શાનદાર પ્રદર્શન કર્યુ હતુ.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

ટીમ ઈન્ડિયાની પ્લેઈંગ ઈલેવન આવી હોઈ શકે છે

રોહિત શર્મા (કેપ્ટન), શિખર ધવન, શ્રેયસ ઐયર, સૂર્યકુમાર યાદવ, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, રવિન્દ્ર જાડેજા, મોહમ્મદ શમી, જસપ્રિત બુમરાહ, યુઝવેન્દ્ર ચહલ અને પ્રસિદ્ધ કૃષ્ણા.

Published On - 11:33 am, Thu, 14 July 22

Next Article