ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન મુસ્લિમ વ્યક્તિએ ‘પાકિસ્તાન ઝિંદાબાદ’ લગાવ્યા નારા, કોર્પોરેશને તેની દુકાન પર ચલાવ્યું બુલડોઝર

ભારત-પાકિસ્તાન ચેમ્પિયન્સ ટ્રોફી મેચ દરમિયાન રોહિત શર્માના આઉટ થયા બાદ ભંગારની દુકાનના માલિકે કથિત રીતે 'પાકિસ્તાન ઝિંદાબાદ'ના નારા લગાવ્યા હતા, જે બાદ લોકોએ વિરોધ કરતા પોલીસ વ્યક્તિની ધરપકડ કરી અને સોમવારે માલવણ મ્યુનિસિપલ કાઉન્સિલે આ વ્યક્તિની ભંગારની દુકાન પ બુલડોઝર ચલાવી દુકાન તોડી પાડી હતી.

ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન મુસ્લિમ વ્યક્તિએ પાકિસ્તાન ઝિંદાબાદ લગાવ્યા નારા, કોર્પોરેશને તેની દુકાન પર ચલાવ્યું બુલડોઝર
Muslim man shouts Pakistan Zindabad Corporation demolished shop
Image Credit source: X
| Updated on: Feb 25, 2025 | 7:02 PM

મહારાષ્ટ્રના કોંકણના માલવણમાં ભારત-પાકિસ્તાન ક્રિકેટ મેચ દરમિયાન એક મુસ્લિમ વ્યક્તિએ ભારત વિરુદ્ધ સૂત્રોચ્ચાર કર્યા, જેના પછી મામલો ગરમાયો અને શિવસેનાના ધારાસભ્ય નીલેશ રાણેએ તે વ્યક્તિ સામે કાર્યવાહીની માંગ કરી. મામલો વધુ વકરી ગયા બાદ, માલવણ મ્યુનિસિપલ કાઉન્સિલ વહીવટીતંત્રે આરોપી વેપારીની કચરાની દુકાન સંપૂર્ણપણે તોડી પાડવામાં આવી હતી.

મુસ્લિમ વ્યક્તિએ પાકિસ્તાન ઝિંદાબાદના નારા લગાવ્યા

નિલેશ રાણેએ X પર એક પોસ્ટમાં લખ્યું, ‘ભારત-પાકિસ્તાન મેચ પછી કોંકણના માલવણમાં ભંગાર અને કચરાના એક મુસ્લિમ વેપારીએ ભારત વિરોધી નારા લગાવ્યા હતા. કાર્યવાહીના ભાગ રૂપે અમે આ દેશદ્રોહીને જિલ્લામાંથી હાંકી કાઢીશું, પરંતુ તે પહેલા તેનો ભંગારનો વ્યવસાય સંપૂર્ણપણે નાશ પામશે. માલવણ મ્યુનિસિપલ કાઉન્સિલ વહીવટીતંત્ર અને પોલીસ વહીવટીતંત્ર દ્વારા તાત્કાલિક કાર્યવાહી કરવા બદલ હું તેમનો આભાર માનું છું. બુલડોઝર કાર્યવાહીનો એક વીડિયો સામે આવ્યો છે જેમાં એક કચરાની દુકાન તોડી પાડવામાં આવી રહી છે.

 

બે આરોપીઓને પોલીસ કસ્ટડીમાં લીધા

મીડિયા અનુસાર, રવિવારે ભારત-પાકિસ્તાન મેચ દરમિયાન, મહારાષ્ટ્રના સિંધુદુર્ગના માલવણમાં બે લોકોએ ભારત વિરોધી નારા લગાવ્યા હતા. સ્થાનિક લોકોએ વિરોધ કરતા ચર્ચા શરૂ થઈ. આ મામલો પોલીસ સુધી પહોંચ્યો, ત્યારબાદ બે આરોપીઓને કસ્ટડીમાં લેવામાં આવ્યા. સોમવારે સવારે રહેવાસીઓએ શહેરમાં ગેરકાયદેસર બાંગ્લાદેશીઓ અને સ્થળાંતર કરનારાઓ સામે કાર્યવાહી કરવાની માંગણી સાથે રેલી કાઢી હતી.

ભારતે પાકિસ્તાનને મોટા અંતરથી હરાવ્યું

રવિવારે દુબઈ ઈન્ટરનેશનલ ક્રિકેટ સ્ટેડિયમ ખાતે રમાયેલી ICC ચેમ્પિયન્સ ટ્રોફી 2025ની મેચમાં ભારતે પાકિસ્તાન પર શાનદાર વિજય મેળવ્યો. પ્રથમ બેટિંગ કરતા પાકિસ્તાનની ટીમ 241 રનમાં ઓલઆઉટ થઈ ગઈ. ભારતે વિરાટ કોહલીની શાનદાર સદીની મદદથી પાકિસ્તાનએ મોટા અંતરથી હરાવ્યું હતું.

આ પણ વાંચો: Champions Trophy : લાહોર સ્ટેડિયમમાં ભારતીય રાષ્ટ્રધ્વજ લહેરાવનારની પાકિસ્તાન પોલીસે કરી ધરપકડ, જુઓ વીડિયો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 7:01 pm, Tue, 25 February 25