IND vs PAK: એશિયા કપ માટે ભારત-પાકિસ્તાનની અલગ-અલગ તૈયારી, મેચ અને નેટ પ્રેક્ટિસ પછી કોણ જીતશે?

|

Aug 17, 2023 | 9:56 AM

2 સપ્ટેમ્બરે એશિયા કપની ટક્કર પહેલા ભારત અને પાકિસ્તાનના રસ્તાઓ અલગ થઈ ગયા છે. પાકિસ્તાનની ટીમ એશિયા કપ પહેલા મેચ માટે પ્રેક્ટિસ કરતી જોવા મળશે, જ્યારે ભારત નેટમાં પરસેવો પાડશે. પરંતુ, બંનેમાંથી કોને ફાયદો થશે, તે બીજી સપ્ટેમ્બરે જ ખબર પડશે?

IND vs PAK: એશિયા કપ માટે ભારત-પાકિસ્તાનની અલગ-અલગ તૈયારી, મેચ અને નેટ પ્રેક્ટિસ પછી કોણ જીતશે?
India vs Pakistan

Follow us on

એવું કહેવાય છે કે મેચ પ્રેક્ટિસ કરતાં કંઈ સારું નથી. વિરાટ કોહલી અને રોહિત શર્મા જેવા ભારતીય ખેલાડીઓ પણ આ સાથે સહમત છે. પરંતુ, આટલું જાણ્યા પછી પણ આ ભારતીય ખેલાડીઓ એશિયા કપ (Asia Cup 2023) પહેલા નેટમાં પર પરસેવો પાડી દેશે પણ કોઈ મેચ રમશે નહીં, જ્યારે પાકિસ્તાન (Pakistan) એશિયા કપ પહેલા ODI સીરિઝ રમશે.

બંને દેશના ખેલાડીઓની અલગ તૈયારી

એશિયા કપ પહેલા ભારત અને પાકિસ્તાન વચ્ચે આ જ તફાવત છે. બંનેના રસ્તા અલગ છે. પાકિસ્તાનનું જોર મેચ પ્રેક્ટિસ પર છે અને ભારત નેટ્સમાં પરસેવો પાડવામાં વ્યસ્ત રહેશે. હવે સવાલ એ છે કે મેચ અને નેટની પ્રેક્ટિસ બાદ એશિયા કપ ચેમ્પિયન બનવાની રેસ કોણ જીતશે?

IPLનો સૌથી મોંઘો કેપ્ટન, એક મેચની કમાણી 1.92 કરોડ રૂપિયા
જો નાગા સાધુ તમારા ઘરે ભિક્ષા માંગવા આવે તો શું કરવું?
ભોજપુરી એક્ટ્રેસ મોનાલિસાની આ તસવીરો જોઈને ચાહકો થયા ઘાયલ
અમદાવાદના Coldplay કોન્સર્ટની લાઇવ સ્ટ્રીમ ક્યાં જોઈ શકશો, જાણો
ભારતનું એક એવું ગામ જ્યાં જૂતા-ચપ્પલ નથી પહેરતા લોકો ! જાણો શું છે કારણ
'બિગ બોસ 18' ના વિજેતાને કેટલા પૈસા મળ્યા, જુઓ ફોટો

2 સપ્ટેમ્બરે ભારત-પાકિસ્તાનની ટક્કર

એશિયા કપમાં ભારત અને પાકિસ્તાન 2 સપ્ટેમ્બરે ટકરાશે. આ મેચ શ્રીલંકાના કેન્ડીમાં રમાશે, જેના માટે પાકિસ્તાને હંબનટોટામાં જ કેમ્પ લગાવ્યો છે અને તે પછી અફઘાનિસ્તાન સામે 3 મેચની વનડે શ્રેણી રમશે. બીજી તરફ, ભારતીય ખેલાડીઓ બેંગલુરુમાં NCA ખાતે એક કેમ્પ કરવા જઈ રહ્યા છે, જ્યાં તેઓ નેટ્સમાં પરસેવો પાડતા જોવા મળશે અને ત્યારબાદ તે શ્રીલંકા જવા રવાના થશે. મતલબ કોઈ વનડે મેચ રમશે નહીં.

પાકિસ્તાનની મેચ પ્રેક્ટિસ

હવે મેચ પ્રેક્ટિસ અને નેટ્સ પ્રેક્ટિસ વચ્ચેનો તફાવત સમજો. અફઘાનિસ્તાન સામે 3 વનડે રમીને પાકિસ્તાનને એશિયા કપ માટે વોર્મ અપ કરવાની યોગ્ય તક મળશે. આ સિવાય તેમને યોગ્ય ટીમ કોમ્બિનેશન બનાવવામાં પણ મદદ કરશે.

ભારતની નેટ પ્રેક્ટિસ

બીજી તરફ, નેટ પ્રેક્ટિસથી ભારતને શું ફાયદો થશે તે સમજવા માટે, સૂર્યકુમાર યાદવે ભૂતકાળમાં આપેલું નિવેદન યાદ કરો કે, ખેલાડીઓને એકબીજાને સમજવામાં, તેમની શક્તિઓ અને નબળાઈઓને ઓળખવામાં મદદ કરશે. પરંતુ, વાત એ છે કે મેચ પ્રેક્ટિસ જે કામ કરી શકે છે તે નેટ પર પ્રેક્ટિસ બિલકુલ કરી શકતી નથી. મેચમાં વિજય પછી જે આત્મવિશ્વાસ અને ઉત્સાહ વધે છે તે નેટ પ્રેક્ટિસ કરીને આવી શકતો નથી. કારણ કે, અહીં જીત અને હાર જેવી કોઈ વાત નથી.

અફઘાનિસ્તાન સામેની મેચથી પાકિસ્તાનને શું ફાયદો થશે?

હવે જરા વિચારો કે જો પાકિસ્તાન અફઘાનિસ્તાન સામેની શ્રેણીમાં ક્લીન સ્વીપ કરે છે તો તેમનો આત્મવિશ્વાસ કેટલી હદે વધી શકે છે. કોઈપણ રીતે, જો પાકિસ્તાન આવું કરશે તો તે વનડેમાં નંબર વન ટીમ પણ બની જશે. મતલબ કે અફઘાનિસ્તાનથી વનડે સીરિઝ રમવાના બહાને પાકિસ્તાન એશિયા કપ માટે પોતાની તૈયારીઓને સારી રીતે અમલમાં મૂકતું જોવા મળશે.

આ પણ વાંચો : FIFA Womens WC: સેમિફાઇનલમાં ઈંગ્લેન્ડે ઓસ્ટ્રેલિયાને હરાવ્યું, હવે ફાઇનલમાં સ્પેન સામે થશે ટક્કર

NCAમાં કેમ્પ કરીને ભારતને શું મળશે?

બીજી તરફ, જો ભારત માત્ર NCAમાં કેમ્પ કરશે તો તે શું હાંસલ કરશે. જ્યારે ખેલાડીઓ એશિયા કપમાં પ્રવેશતા પહેલા કોઈ મેચ નહીં રમે, જીતનો સ્વાદ ચાખશે નહીં, તો ઉત્સાહ અને આત્મવિશ્વાસ કેવી રીતે વધશે. આ સિવાય ભારતના કેટલાક મોટા ખેલાડીઓ જેમ કે રોહિત શર્મા, વિરાટ કોહલી આ કેમ્પની શરૂઆત પહેલા જ લાંબા સમયથી આરામ પર છે. તેમની પાસે પુષ્કળ અનુભવ છે પરંતુ તેમ છતાં નેટ્સ પ્રેક્ટિસ પછી પાકિસ્તાન સાથેની પ્રેશર મેચમાં સીધું પ્રદર્શન કરવું તેમના માટે સરળ રહેશે નહીં.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article