Ind vs Eng : લોર્ડસ ટેસ્ટમાં 75 મી ઓવરના પાંચમા બોલે મોહમ્મદ સિરાજની આ એક ભૂલ બની ભારતની હારનું કારણ ! જુઓ Video

ભારતીય ક્રિકેટ ટીમ ઇંગ્લેન્ડ સામે ત્રીજી ટેસ્ટ હારી ગઈ છે. આ મેચમાં મોહમ્મદ સિરાજે ધીરજપૂર્વક બેટિંગ કરી. તેણે 30 બોલમાં ચાર રન બનાવ્યા.

Ind vs Eng : લોર્ડસ ટેસ્ટમાં 75 મી ઓવરના પાંચમા બોલે મોહમ્મદ સિરાજની આ એક ભૂલ બની ભારતની હારનું કારણ ! જુઓ Video
| Updated on: Jul 15, 2025 | 12:12 PM

ત્રીજી ટેસ્ટ મેચમાં ભારતીય ટીમને ઇંગ્લેન્ડ સામે 22 રનથી હારનો સામનો કરવો પડ્યો હતો. આ મેચમાં ઇંગ્લેન્ડે ભારતને જીતવા માટે 193 રનનો ટાર્ગેટ આપ્યો હતો, જેના જવાબમાં ભારતીય ટીમ 170 રનમાં ઓલઆઉટ થઈ ગઈ હતી. એક સમયે ભારતીય ટીમે માત્ર 112 રનમાં 8 વિકેટ ગુમાવી દીધી હતી અને ત્યાંથી મેચ હારવાનું નિશ્ચિત લાગતું હતું, પરંતુ રવિન્દ્ર જાડેજા ક્રીઝના એક છેડે ઉભા હતા.

ત્યારબાદ જસપ્રીત બુમરાહ અને મોહમ્મદ સિરાજે પણ તેને સારો સાથ આપ્યો. આનાથી ભારતની જીતની આશા વધી ગઈ. સિરાજ ધીરજથી બેટિંગ કરી રહ્યો હતો, પરંતુ શોએબ બશીરના બોલથી છેતરાઈ ગયો અને તે ભારતની છેલ્લી વિકેટ તરીકે આઉટ થયો.

શોએબ બશીરે ભારત સામે બીજી ઇનિંગની 75મી ઓવર ફેંકી. મોહમ્મદ સિરાજે આ ઓવરનો પાંચમો બોલ રમ્યો. જે ઓફ સ્ટમ્પની બહાર ફેંકાયો હતો અને સિરાજના બેટથી વાગતાં તે જમીન પર પડી ગયો. આ પછી, તે લેગ સ્ટમ્પ તરફ ગબડી જાય છે. સિરાજ તેના પગથી તેને રોકવાનો પ્રયાસ કરે છે, પરંતુ બોલ સ્ટમ્પ પર અથડાયો. આ સાથે, ભારતની છેલ્લી વિકેટ પડી જાય છે. સ્ટેડિયમમાં બેઠેલા ભારતીય ક્રિકેટ ચાહકો નિરાશ થઈ જાય છે.

બીજી તરફ, શોએબ બશીર વિકેટ મળવાની ખુશીમાં મેદાનમાં દોડે છે અને આખી ઇંગ્લેન્ડ ટીમ પણ તેની પાછળ દોડે છે. આ રીતે, ઇંગ્લેન્ડને રોમાંચક મેચમાં વિજય મળે છે. સિરાજે 30 બોલ રમીને કુલ ચાર રન બનાવ્યા છે.

74મી ઓવરના છેલ્લા બોલે શોર્ટ બોલ વાગવાથી સિરાજને ઘણી ઇજા થઈ. તેણે ગ્લોવ્ઝ કાઢી નાખ્યા.. ફિઝિયોની મદદ લીધી. આર્ચરે પિચ પર બાઉન્સ કરાવ્યો હતો, પણ બોલ વધારે ઉછાળાવ્યો નહીં અને સિરાજ નજર દૂર કરી દીધી. પરિણામે બોલ સીધો ડાબી બાઈસેપ પર વાગ્યો. મહત્વનું છે કે આ ઇજા બાદ તેનું ધ્યાન થોડું વિચલિત થયું હતું..

આ બાદ 75 મી ઓવરના 5 માં બોલ બશીર દ્વારા સિરાજને , આઉટ કરવામાં આવ્યો. બશીરે ભારતીય દિલ તોડી નાંખ્યાં. તેણે અંતિમ વિકેટ ઝડપી લીધી. જોકે આમાં સિરાજ દ્વારા થોડી એક્ટિવનેસ બતાવવામાં આવી હોત તો સ્ટંપમાં લગનાર બોલ તે બચાવી શક્યો હોત..

ફક્ત જાડેજા જ ક્રીઝ પર રહ્યો

ભારતીય બેટ્સમેનોએ બીજી ઇનિંગમાં ખૂબ જ ખરાબ પ્રદર્શન કર્યું છે. ટીમના સિનિયર બેટ્સમેન યશસ્વી જયસ્વાલ, શુભમન ગિલ, ઋષભ પંત, કરુણ નાયર ક્રીઝ પર ટકી શક્યા નથી. કેએલ રાહુલ અને રવિન્દ્ર જાડેજાએ ચોક્કસપણે ધીરજપૂર્વકની ઇનિંગ્સ રમી, પરંતુ આ ખેલાડીઓ ટીમને જીત અપાવી શક્યા નહીં. જાડેજા 61 રન બનાવીને અણનમ પાછો ફર્યો. રાહુલે 39 રનનું યોગદાન આપ્યું. ઇંગ્લેન્ડ તરફથી બેન સ્ટોક્સે મેચમાં કુલ પાંચ વિકેટ લીધી હતી. તેમને તેમના ઉત્તમ પ્રદર્શન માટે પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ આપવામાં આવ્યો હતો.

લોર્ડ્સ ટેસ્ટમાં ભારતની હાર, ઈંગ્લેન્ડે 22 રનથી હરાવ્યું, સીરિઝમાં 2-1થી આગળ.. જોવા માટે અહીં ક્લિક કરો..

Published On - 11:37 am, Tue, 15 July 25