IND vs ENG Warm Up Match : ગુવાહાટીમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રદ્દ, વરસાદે બગાડી મજા

|

Sep 30, 2023 | 6:23 PM

ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે વોર્મ અપ મેચમાં વરસાદ વિલન બન્યો હતો અને એક પણ બોલ નાખ્યા વિના જ મેચને રદ્દ જાહેર કરવામાં આવી હતી. આ મેચ રદ્દ થવાને કારણે બંને ટીમોને એકબીજા સામે તૈયારી કરવાની તક મળી ન હતી. હવે વર્લ્ડ કપમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે 27 ઓક્ટોબરે લખનૌના એકાના સ્ટેડિયમમાં મુકાબલો થશે.

IND vs ENG Warm Up Match : ગુવાહાટીમાં ભારત-ઈંગ્લેન્ડ વચ્ચે મેચ રદ્દ, વરસાદે બગાડી મજા
Rain in Guwahati

Follow us on

વર્લ્ડ કપ 2023 (World Cup 2023) ની વોર્મ અપ મેચોમાં પણ વરસાદનું વિઘ્ન નડ્યું હતું. ગુવાહાટીમાં ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની વોર્મ-અપ મેચ વરસાદને કારણે રદ્દ કરવામાં આવી હતી. ટીમ ઈન્ડિયા (Team India) ની આ પહેલી પ્રેક્ટિસ મેચ હતી, પરંતુ મેચ શરૂ થવાની થોડી મિનિટો પહેલા જ વરસાદ પડ્યો અને પછી મેચ શરૂ થઈ શકી નહીં. આ પહેલા શુક્રવારે દક્ષિણ આફ્રિકા અને અફઘાનિસ્તાન વચ્ચેની મેચ પણ વરસાદ (Rain) ના કારણે રદ્દ થઈ હતી. ટીમ ઈન્ડિયાની આગામી વોર્મ અપ મેચ નેધરલેન્ડ સામે છે.

ટોસ બાદ ભારે વરસાદ શરૂ થયો

ગુવાહાટીમાં આ સમગ્ર વિશ્વ કપ દરમિયાન ભારતીય ટીમને માત્ર એક જ વોર્મ-અપ મેચ રમવાની હતી, પરંતુ વરસાદે ચાહકો પાસેથી તે તક પણ છીનવી લીધી હતી. આ મેચના એક દિવસ પહેલા શુક્રવારે આ જ મેદાન પર શ્રીલંકા અને બાંગ્લાદેશ વચ્ચે મેચ રમાઈ હતી, જેમાં ક્યાંય વરસાદ જોવા મળ્યો ન હતો અને આખી મેચ રમાઈ હતી. જોકે બીજા દિવસે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની મેચમાં ટોસ બાદ વરસાદ શરૂ થયો હતો અને બે કલાક સુધી વરસાદ શરૂ જ રહ્યો, જેના કારણે અંતે અમ્પાયરોએ મેચને રદ્દ જાહેર કરી હતી.

અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1
IPL 2025 Auction : જાણો ક્યાં મફતમાં ઓક્શન લાઈવ જોઈ શકાશે
કાજોલે આ કારણથી શાહરૂખ ખાનની ફિલ્મ કરી હતી રિજેક્ટ, બાદમાં એશ્વર્યાને મળ્યો રોલ
સૌથી સસ્તી Tata Car ની કાર કેટલાની આવે ? જાણો તેની કિંમત

આ પણ વાંચો : Asian Games 2023 : રોહન બોપન્નાએ ગોલ્ડ સાથે તેની સફરનો અંત કર્યો, રુતુજા ભોસલે સાથે ભારતને અપાવી જીત

અમ્પાયરોએ બે કલાક બાદ મેચ રદ્દ કરવાની જાહેરાત કરી

ચાહકોને આશા હતી કે તેમને ભારતીય ટીમને પણ રમતા જોવાની તક મળશે પરંતુ તેમ થઈ શક્યું નહીં. મેચનો ટોસ થયો હતો અને રોહિત શર્માએ પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો પરંતુ મેચ શરૂ થવાની 5 મિનિટ પહેલા જ વરસાદ એટલો બધો શરૂ થયો કે તે અટક્યો જ નહીં. વરસાદ એટલો જોરદાર હતો કે લગભગ દોઢ કલાકની રાહ જોયા બાદ ભારત અને ઈંગ્લેન્ડની ટીમો સ્ટેડિયમમાંથી પોતાની હોટેલમાં પાછી ફરી ગઈ હતી, જ્યારે અમ્પાયરોએ બે કલાક બાદ મેચ રદ્દ કરવાની જાહેરાત કરી હતી.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Next Article