ACC T20 ઈમર્જિંગ ટીમ એશિયા કપ 2024માં ટીમ ઈન્ડિયાએ તેની બીજી મેચ સંયુક્ત આરબ અમીરાત (UAE)ની ટીમ સામે રમી હતી. ઓમાનના અલ અમેરાત ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી આ મેચમાં ભારતીય ટીમે એકતરફી જીત મેળવી હતી. આ જીત સાથે ભારતીય ટીમ ફરી એકવાર પોતાના ગ્રુપમાં ટોપ પર પહોંચી ગઈ છે. આ પહેલા ટીમ ઈન્ડિયાએ તેની પ્રથમ મેચ પાકિસ્તાન સામે રમી હતી, જેમાં તેમણે 7 રનથી જીત મેળવી હતી.
આ મેચમાં સંયુક્ત આરબ અમીરાતની ટીમે ટોસ જીતીને પ્રથમ બેટિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. પરંતુ આ નિર્ણય સાચો સાબિત થયો ન હતો. આ મેચમાં પ્રથમ બેટિંગ કરતા UAEની ટીમ 16.5 ઓવરમાં 107 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી. ઝડપી બોલર રસિક સલામ ભારતનો સૌથી સફળ બોલર હતો. તેણે 2 ઓવરમાં 15 રન આપ્યા અને 3 વિકેટ લીધી. રસિક સલામે પોતાની પહેલી જ ઓવરમાં આ ત્રણ વિકેટ લીધી હતી. તેના સિવાય રમનદીપ સિંહને 2 સફળતા મળી હતી. અંશુલ કંબોજ, વૈભવ અરોરા, અભિષેક શર્મા અને નેહલ વાઢેરાએ 1-1 વિકેટ લીધી હતી.
The Men in Blue cruise to victory, chasing down 107 with 7 wickets to spare! A dominant all-round performance seals the win for India ‘A’! #MensT20EmergingTeamsAsiaCup2024 #ACC pic.twitter.com/WzQ9cUGsbf
— AsianCricketCouncil (@ACCMedia1) October 21, 2024
Abhi- Sharma
Abhishek Sharma was firing with a strike rate of 241.66! #MensT20EmergingTeamsAsiaCup2024 #ACC pic.twitter.com/PsqpGNsgSG
— AsianCricketCouncil (@ACCMedia1) October 21, 2024
ટીમ ઈન્ડિયાને મેચ જીતવા માટે 108 રન બનાવવાના હતા. ઓપનર અભિષેક શર્માએ આ ટાર્ગેટને ટીમ માટે ખૂબ જ આસાન બનાવી દીધો હતો. ટીમ ઈન્ડિયાએ માત્ર 10.5 ઓવરમાં 2 વિકેટ ગુમાવીને લક્ષ્યાંક હાંસલ કરી લીધો હતો. આ મેચમાં ટીમ ઈન્ડિયા માટે અભિષેક શર્માએ સૌથી મોટી ઈનિંગ રમી હતી. તેણે માત્ર 24 બોલમાં 241.66ની સ્ટ્રાઈક રેટથી 58 રન બનાવ્યા હતા. અભિષેક શર્માની આ ઈનિંગમાં 6 ફોર અને 4 સિક્સ સામેલ હતી. આ સાથે જ કેપ્ટન તિલક વર્માએ પણ 18 બોલમાં 21 રનની ઈનિંગ રમી હતી.
આ પણ વાંચો: ઈંગ્લેન્ડની ટીમ મુશ્કેલીમાં, ફરી કેપ્ટન બદલવો પડ્યો, આ ખેલાડીને કમાન સોંપવામાં આવી