ઇમર્જિંગ એશિયા કપ 2023 હવે તેના છેલ્લા તબક્કામાં છે. આજે ટુર્નામેન્ટની બંને સેમિફાઇનલ મેચો રમાવાની છે. પ્રથમ મેચ યજમાન શ્રીલંકા A અને પાકિસ્તાન A વચ્ચે રમાશે જ્યારે ભારત A દિવસની બીજી મેચમાં બાંગ્લાદેશ A સામે ટકરાશે. આ ચારેય ટીમોની ટુર્નામેન્ટમાં અત્યાર સુધીની સફર શાનદાર રહી છે. જ્યારે ટીમ ઈન્ડિયા પોતાની ત્રણેય મેચ જીતીને અહીં પહોંચી છે, તો પાકિસ્તાન, શ્રીલંકા અને બાંગ્લાદેશની ટીમોને ગ્રુપ સ્ટેજમાં 1-1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો.
આ પણ વાંચો : FIFA Rankingમાં ભારતીય ટીમ 99માં ક્રમે, World cup 2026માં કવોલિફાયર માટે કેટલું મહત્વનું ?
આજે આ ટુર્નામેન્ટની બંને ફાઇનલિસ્ટ ટીમોના નામ સાફ થઇ જશે. ઇમર્જિંગ એશિયા કપ 2023ની ટાઈટલ મેચ 23 જુલાઈ, રવિવારના રોજ કોલંબોના આર. પ્રેમદાસા સ્ટેડિયમ ખાતે રમાશે. ચાલો જાણીએ સેમી ફાઈનલ મેચો સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ માહિતી
Emerging Asia Cup 2023 બંન્ને સેમીફાઈનલ મેચ આજે એટલે કે, શુક્રવારના રોજ રમાશે.
પ્રથમ મેચ યજમાન શ્રીલંકા A અને પાકિસ્તાન A વચ્ચે રમાશે જ્યારે ભારત A દિવસની બીજી મેચમાં બાંગ્લાદેશ A સામે ટકરાશે.
શ્રીલંકા A અને પાકિસ્તાન A વચ્ચે કોલંબોના પી સારા ઓવલમાં રમાશે, ભારત A દિવસની બીજી મેચમાં બાંગ્લાદેશ Aની મેચ કોલંબોના આર પ્રેમદાસા સ્ટેડિયમમાં રમાશે.
આ પણ વાંચો : IND vs WI 2nd Test Day 1: કોહલી-જાડેજાએ ભારતીય ટીમને કરાવી વાપસી, વેસ્ટ ઈન્ડિઝે બતાવ્યો દમ, જુઓ Video
ઇમર્જિંગ એશિયા કપ 2023 ની પ્રથમ સેમિફાઇનલ (SL A vs PAK A) IST સવારે 10:00 વાગ્યે શરૂ થશે, જ્યારે બીજી સેમિફાઇનલ (IND A vs BAN A) IST બપોરે 2:00 વાગ્યે શરૂ થશે.
ભારત A અને બાંગ્લાદેશ A મેચનું લાઈવ પ્રસારણ ભારતમાં સ્ટારસ્પોર્ટસ નેટવર્ક પર કરવામાં આવશે.