IND Women vs AUS Women: ભારતીય બોલરો સામે ઓસ્ટ્રેલિયન ટોપ ઓર્ડર ધ્વસ્ત, ટીમ ઇન્ડિયા ત્રીજા દિવસે મજબૂત સ્થિતિમાં

|

Oct 02, 2021 | 8:55 PM

ભારતીય ટીમે (Team India) પ્રથમ દાવ આઠ વિકેટે 377 રને ડિકલેર કર્યો હતો. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો બેથ મૂનીના રૂપમાં મળ્યો હતો, જેને ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) એ બોલ્ડ કર્યો હતો.

IND Women vs AUS Women: ભારતીય બોલરો સામે ઓસ્ટ્રેલિયન ટોપ ઓર્ડર ધ્વસ્ત, ટીમ ઇન્ડિયા ત્રીજા દિવસે મજબૂત સ્થિતિમાં
IND Women vs AUS Women

Follow us on

ઓસ્ટ્રેલિયાએ ભારતીય મહિલા અને ઓસ્ટ્રેલિયન મહિલા ટીમ (India Women Vs Australia Women) વચ્ચેની એકમાત્ર ડે નાઈટ ટેસ્ટના ત્રીજા દિવસે, સ્ટમ્પ સુધી પોતાની પ્રથમ ઈનિંગમાં ચાર વિકેટે 143 રન બનાવ્યા હતા. ભારતે પોતાનો પહેલો દાવ આઠ વિકેટે 377 રને ડિકલેર કર્યો હતો અને ઓસ્ટ્રેલિયાને 234 રનથી પાછળ છોડી દીધું હતું. એલિસ પેરી (Ellyse Perry) 27 રને અને એશ્લે ગાર્ડનર (Ashleigh Gardner) 13 રન બનાવીને રમતમાં છે. ભારતીય બોલર ઝુલન ગોસ્વામી (Jhulan Goswami) અને પૂજા વસ્ત્રાકરે બે-બે વિકેટ લીધી હતી.

ભારતીય ટીમે પ્રથમ દાવ આઠ વિકેટે 377 રને ડિકલેર કર્યો હતો. ભારતે યોગ્ય સમયે ઇનિંગ્સ જાહેર કરવાનો નિર્ણય લીધો હતો કારણ કે દિવસ-નાઇટ ટેસ્ટના બીજા સત્રમાં લાઇટ્સમાં પિંક બોલથી બેટિંગ કરવુ મુશ્કેલ હોય છે. ઓસ્ટ્રેલિયાને પ્રથમ ઝટકો બેથ મૂનીના રૂપમાં મળ્યો હતો, જેને ઝૂલન ગોસ્વામીએ બોલ્ડ કર્યો હતો. પરંતુ એલિસા હીલી (29) અને કેપ્ટન મેગ લેનિંગે કેટલાક આકર્ષક શોટ સાથે ઇનિંગ્સને આગળ ધપાવી હતી.

ભારતીય બોલરોએ આપ્યા ઝટકા

જોકે, ચાના વિરામ પહેલા થોડા સમય પહેલા ગોસ્વામીએ પોતાની શાનદાર બોલિંગથી યજમાનોને બીજો ફટકો આપ્યો હતો. એલિસ હીલીના બેટને સ્પર્શ કરતા તેનો બોલ વિકેટકીપર તાનિયા ભાટિયાના હાથમાં કેચ થયો હતો. વિરામ સુધી, કેપ્ટન લેનિંગ 32 રમી રહ્યો હતો અને એલિસ પેરી એક રન બનાવી રમી રહી હતી. અગાઉ, દીપ્તિ શર્માએ ભારત માટે 66 રન બનાવ્યા હતા અને તે ટીમ માટે બીજી શ્રેષ્ઠ સ્કોરર હતી. શુક્રવારે ઓપનર સ્મૃતિ મંધાનાએ રમતના આ ફોર્મેટમાં પોતાની પ્રથમ સદી ફટકારી હતી.

મહાયુતિ સરકારના ફેવરિટ છે આ સેક્ટર, આ શેર પર છે રોકાણકારોની નજર
IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024

ત્રીજા દિવસનું પ્રથમ સત્ર લાંબુ રહ્યુ

ભારતે ડિનર સુધી સાત વિકેટે 359 રન બનાવ્યા હતા. પ્રવાસી ટીમે કૈરારા ઓવલમાં પાંચ વિકેટે 276 ના સ્કોરથી રમવાનું શરૂ કર્યું હતુ. વરસાદ અને ગાજવીજને કારણે રમત બીજા દિવસે વહેલી સમાપ્ત થઈ ગઇ હતી. જેના કારણે ત્રીજા દિવસનું શરૂઆતનું સત્ર લાંબુ થયું હતુ. જેમાં ભારતે 83 રન બનાવ્યા અને તાનિયા ભાટિયા અને પૂજા વસ્ત્રાકરની વિકેટ ગુમાવી હતી. તાનિયાએ 75 બોલમાં 22 રન બનાવ્યા હતા. જ્યારે વસ્ત્રાકર માત્ર 13 રન જ બનાવી શકી હતી.

ભારતીય બેટ્સમેનોએ ધીમી બેટિંગ કરી

તાનિયાના આઉટ થવાથી દીપ્તિ અને તેમની વચ્ચે છઠ્ઠી વિકેટ માટે 45 રનની ભાગીદારીનો અંત આવ્યો. ભારતીય ટીમે ધીમી ગતિએ રન બનાવ્યા હતા, જેના કારણે એવું લાગી રહ્યું હતું કે, બંને ટીમો પરિણામને બદલે ડ્રોથી સંતુષ્ટ રહેવાનું પસંદ કરશે. કારણ કે ખરાબ હવામાનને કારણે મેચ બગડી ગઈ હતી. તાનિયા અને દીપ્તિએ આ 45 રનની ભાગીદારી માટે 28 ઓવરથી વધુ બેટિંગ કરી હતી. ઝૂલન ગોસ્વામી (અણનમ 07) અને મેઘના સિંહ (02) ક્રિઝ પર હતા અને ભારતે પ્રથમ દાવ ડિકલેર કરવાનો નિર્ણય કર્યો હતો.

 

આ પણ વાંચોઃ  IPL 2021, MI vs DC: રોમાંચક મેચમાં અશ્વિને છગ્ગો લગાવી દિલ્હીને જીત અપાવી, હાર સાથે મુંબઇનુ પ્લેઓફમાં પહોંચવુ મુશ્કેલ

આ પણ વાંચોઃ Gandhi Jayanti 2021: ‘લગે રહો મુન્ના ભાઈ’થી ‘ગાંધી માય ફાધર’ સુધી, ગાંધીજી પર બનેલી આ ફિલ્મો દરેકને આપે છે પ્રેરણા

 

 

Published On - 8:27 pm, Sat, 2 October 21

Next Article