IND vs ZIM: ભારતીય ટીમ માટે T20 સિરિઝમાં પાકિસ્તાન મૂળનો પાયલટ ઝિમ્બાબ્વેમાં બનશે ખતરો

IND vs ZIM T20 Series: ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની સિરિઝ રમાનારી છે. જેની શરુઆત આગામી શનિવારે એટલે કે, 6 જુલાઈથી થઈ રહી છે. ઝિમ્બાબ્વેના ક્રિકેટ બોર્ડે ભારત સામેની શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે. જેમાં એક ખેલાડી સિરિઝ પહેલા જ ચર્ચામાં છવાયો છે.

IND vs ZIM: ભારતીય ટીમ માટે T20 સિરિઝમાં પાકિસ્તાન મૂળનો પાયલટ ઝિમ્બાબ્વેમાં બનશે ખતરો
આ ખેલાડી બનશે ખતરો?
| Updated on: Jul 02, 2024 | 1:07 PM

T20 વર્લ્ડ કપ 2024નો ખિતાબ જીત્યા બાદ ટીમ ઈન્ડિયા હવે ઝિમ્બાબ્વેમાં T20 શ્રેણી રમવાની છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 5 મેચની સિરિઝ રમાનારી છે. જેની શરુઆત આગામી શનિવારે એટલે કે, 6 જુલાઈથી થઈ રહી છે. ઝિમ્બાબ્વેના ક્રિકેટ બોર્ડે ભારત સામેની શ્રેણી માટે ટીમની જાહેરાત કરી દીધી છે.

ઝિમ્બાબ્વેએ પાકિસ્તાની મૂળના એક ખેલાડીને પણ પોતાની ટીમમાં સામેલ કર્યો છે, જે ઘરેલું ક્રિકેટમાં દમ દેખાડીને ચર્ચામાં રહ્યો છે. જે આગામી T20 શ્રેણીમાં ટીમ ઈન્ડિયા માટે મોટા ખતરારુપ જોવા મળી શકે છે.

 

પાકિસ્તાની મૂળનો ખેલાડી ટીમ ઈન્ડિયા સામે રમશે

ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે રમાનારી T20 શ્રેણીમાં સિકંદર રઝા ઝિમ્બાબ્વે ક્રિકેટ ટીમનું સુકાન સંભાળશે. જાહેર કરવામાં આવેલી ટીમમાં જે ખેલાડીની સૌથી વધુ ચર્ચા થઈ રહી છે તેનું નામ અંતુમ નકવી છે. ઘરેલું ક્રિકેટમાં પ્રદર્શન વડે નેશનલ ટીમમાં સ્થાન પામેલ 25 વર્ષીય અંતુમ નકવીનો પ્રથમ વખત ઝિમ્બાબ્વે ટીમમાં સમાવેશ કરવામાં આવ્યો છે. અંતુમ જમણા હાથનો ઓફ સ્પિનર ​​અને જમણેરી બેટર તરીકે રમે છે. હાલમાં જ ઘરેલુ ક્રિકેટમાં પોતાના પ્રદર્શન વડે ખૂબ ચર્ચામાં રહી ચૂક્યો છે અને તે પાકિસ્તાન સાથે કનેકશન ધરાવે છે.

કોણ છે અંતુમ નકવી? જાણો

નેશનલ ટીમમાં ભારત સામે સ્થાન મેળનાર ખેલાડી 25 વર્ષના અંતુમ નકવીનો જન્મ આમતો બેલ્જિયમના બ્રસેલ્સમાં થયો હતો. જોકે તેના માતા-પિતા મૂળ પાકિસ્તાનના છે. જ્યારે અંતુમ ચાર વર્ષનો હતો ત્યારે તેનો પરિવાર ઓસ્ટ્રેલિયા ગયો હતો, જ્યાં તેણે સિડનીમાં અભ્યાસ કર્યો. અંતુમ પાઈલટ પણ છે, પરંતુ તેણે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ઝિમ્બાબ્વે માટે પ્રતિનિધિત્વ કરવાનું નક્કી કર્યું હતુ અને ત્યાંની નાગરિકતા માટે અરજી કરી હતી. નકવી ડોમેસ્ટિક ક્રિકેટમાં મિડ વેસ્ટ રાઈનોઝ માટે રમે છે.

ટૂંકી કારકિર્દીમાં મોટી ધમાલ

નકવીએ તેની ડોમેસ્ટિક કરિયરમાં અત્યાર સુધી 10 ફર્સ્ટ ક્લાસ મેચ, 7 T20 અને 8 લિસ્ટ A મેચ રમી છે. તેણે ફર્સ્ટ ક્લાસ મેચોમાં 72.00ની એવરેજથી 792 રન બનાવ્યા છે, જેમાં 4 સદી સામેલ છે.

અંતુમ નકવીએ લિસ્ટ Aમાં 73.42ની એવરેજથી 514 રન નોંધાવ્યા છે અને T20માં 138 રન બનાવ્યા છે. તેણે T20માં 146.80ના સ્ટ્રાઈક રેટથી આ રન બનાવ્યા છે. નકવીએ ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં ત્રેવડી સદી પણ ફટકારી છે. ઝિમ્બાબ્વેના ડોમેસ્ટિક ક્રિકેટના ઈતિહાસમાં આ પ્રથમ ત્રેવડી સદી નોંધાઈ હતી.

ભારત સામેની T20 શ્રેણી માટે ઝિમ્બાબ્વેની ટીમ

સિકંદર રઝા (કેપ્ટન), અકરમ ફરાજ, બેનેટ બ્રાયન, કેમ્પબેલ જોનાથન, ચતારા ટેન્ડાઈ, જોંગવે લ્યુક, કાઈઆ ઈનોસન્ટ, મેડેન્ડે ક્લાઈવ, માધવેરે વેસ્લી, મારુમની તાદીવનાશે, મસાકાડઝા વેલિંગ્ટન, માવુતા બ્રાન્ડોન, મુઝારાબાની બ્લેસિંગ, માયર્સ ડાયન, નકવી અંતુમ, નગારવા રિચર્ડ, શુમ્બા મિલ્ટન.

આ પણ વાંચો: ભારતીય ટીમ આજે બાર્બાડોસથી દિલ્હી માટે થશે રવાના, તોફાન શમી જતા થઈ રાહત

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો

Published On - 1:06 pm, Tue, 2 July 24