IND vs WI: KL રાહુલ બન્યો ‘અમ્પાયર’! ખેલાડીઓ પેવેલિયન પરત જવા લાગ્યા, જુઓ Video

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચમાં ટીમ ઈન્ડિયાના સ્ટાર બેટ્સમેન કેએલ રાહુલે બીજી ટેસ્ટના ત્રીજા દિવસે લંચ પહેલાં અમ્પાયરોને મૂંઝવણમાં મૂકી દીધા હતા.

IND vs WI: KL રાહુલ બન્યો અમ્પાયર! ખેલાડીઓ પેવેલિયન પરત જવા લાગ્યા, જુઓ Video
Image Credit source: PTI
| Updated on: Oct 12, 2025 | 8:38 PM

દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમ ખાતે રમાઈ રહેલી બીજી અને અંતિમ ટેસ્ટ મેચના ત્રીજા દિવસે લંચ પહેલાં કેએલ રાહુલ દ્વારા કંઈક એવું કરવામાં આવ્યું કે, જેનાથી મેદાન પરના ખેલાડીઓ થોડા સમય માટે મૂંઝવણમાં મુકાઈ ગયા. જો કે, અમ્પાયરોએ સમયસર પરિસ્થિતિને કાબૂમાં લીધી અને મેચ ફરી શરૂ થઈ હતી. કેએલ રાહુલનો આ વીડિયો સોશિયલ મીડિયા પર ઝડપથી વાયરલ થઈ રહ્યો છે.

કેએલ રાહુલે એવું તો શું કર્યું?

ભારતીય ક્રિકેટ ટીમના ઓપનિંગ બેટ્સમેન કેએલ રાહુલે વેસ્ટ ઈન્ડિઝ સામેની બીજી ટેસ્ટના ત્રીજા દિવસના પહેલા સેશન દરમિયાન સ્ટમ્પ બેલ્સ નીચે પાડી દીધી હતી. આનાથી ખેલાડીઓ અને અમ્પાયરો બંને મૂંઝવણમાં મુકાઈ ગયા. વાત એમ છે કે, લંચ પહેલા એક ઓવર બાકી હતી અને આ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે કેએલ રાહુલે બેલ્સ નીચે પાડી દીધી હતી.

હવે આના કારણે કેટલાક ખેલાડીઓને એવું લાગ્યું કે, સેશન પૂરું થઈ ગયું છે. આ ઘટના બાદ કેટલાક ખેલાડીઓ ડ્રેસિંગ રૂમમાં જવાના હતા. જો કે, ત્યારે જ અમ્પાયરોએ ખેલાડીઓને જાણ કરી કે પહેલા સેશનમાં હજુ એક ઓવર બાકી છે. આ દરમિયાન કોમેન્ટેટરો પણ ગેરસમજનો શિકાર બન્યા હતા. જો કે, અંતમાં અમ્પાયરોએ પરિસ્થિતિને સંભાળી અને રવિન્દ્ર જાડેજાએ એક ઓવર ફેંકી હતી.

ટીમ ઈન્ડિયા સિરીઝ જીત તરફ

ટીમ ઈન્ડિયાએ આ ટેસ્ટ મેચમાં પોતાની સ્થિતિ મજબૂત કરી દીધી છે. વેસ્ટ ઈન્ડિઝને ઇનિંગ્સ હારથી બચવા માટે હજુ પણ 97 રનની જરૂર છે. ટીમ ઈન્ડિયાના 5 વિકેટે 518 રનના જવાબમાં વેસ્ટ ઈન્ડિઝ તેની પ્રથમ ઇનિંગમાં 248 રનમાં ઓલઆઉટ થઈ ગઈ.

આ પછી ટીમ ઈન્ડિયાએ વેસ્ટ ઈન્ડિઝનું Follow-On કર્યું હતું. ત્રીજા દિવસની રમતના અંતે વેસ્ટ ઈન્ડિઝે તેની બીજી ઇનિંગમાં 2 વિકેટે 173 રન બનાવ્યા હતા. ઓપનર જોન કેમ્પબેલ 87 રન અને શાઈ હોપ 66 રન બનાવીને અણનમ રહ્યા હતા.

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો