IND vs WI: કિરોન પોલાર્ડના પાવરફુલ શોટે બે ભારતીય ખેલાડીઓને ઘાયલ કર્યા, ટીમ ઇન્ડિયાનુ વધ્યુ ટેન્શન

|

Feb 17, 2022 | 8:33 AM

પહેલાથી જ ફિટનેસની સમસ્યાથી ઝઝૂમી રહેલા ભારતીય ટીમ (Team India) ના આ બે ખેલાડીઓની ઈજા નવી સમસ્યા બની શકે છે. આ બંને સિરીઝમાં આગળ રમશે કે કેમ તે અંગે ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.

IND vs WI: કિરોન પોલાર્ડના પાવરફુલ શોટે બે ભારતીય ખેલાડીઓને ઘાયલ કર્યા, ટીમ ઇન્ડિયાનુ વધ્યુ ટેન્શન
Venkatesh Iyer અને Deepak Chahar બંને પોલાર્ડના શોટને રોકવા જતા ઇજા પામ્યા હતા

Follow us on

ભારત અને વેસ્ટ ઈન્ડિઝ વચ્ચેની T20 શ્રેણી (India vs West Indies T20i) ભારતીય ટીમ અને ભારતીય ચાહકોની અપેક્ષા મુજબ અથવા ઈચ્છા મુજબ શરૂ થઈ. ટીમ ઈન્ડિયાએ કોલકાતામાં રમાયેલી પ્રથમ T20 મેચમાં વેસ્ટ ઈન્ડિઝને 6 વિકેટે હરાવીને શ્રેણીની સારી શરૂઆત કરી હતી. ભારતના પ્રવાસ પર વેસ્ટ ઈન્ડિઝની ટીમની આ સતત ચોથી હાર છે. ભારતીય ટીમ (Indian Cricket Team) માટે આ મેચમાં લગભગ બધું જ સારું રહ્યું હતું. જો કે, તેમ છતાં, મેચ દરમિયાન આવી બે ઘટનાઓ બની, જેણે ટીમ ઈન્ડિયાને કંઈક ટેન્શન આપ્યું હતુ. ટીમ ઈન્ડિયાને આ ટેન્શન આપવાનું કામ વેસ્ટ ઈન્ડિઝના કેપ્ટન કિરોન પોલાર્ડે (Kieron Pollard) કર્યું, જેના બે જોરદાર શોટથી ટીમ ઈન્ડિયાના બે ખેલાડીઓ ઈજાના જોખમમાં મુકાઈ ગયા છે.

ફાસ્ટ બોલર દીપક ચહર અને ઓલરાઉન્ડર વેંકટેશ અય્યર, ટીમ ઈન્ડિયાના આ બે ખેલાડી છે જે કિરોન પોલાર્ડના નિશાના પર આવ્યા હતા. પોલાર્ડ આ મેચમાં કોઈ મોટી ઈનિંગ રમી શક્યો નહોતો તે માત્ર 24 રન જ બનાવી શક્યો હતો, પરંતુ આ નાની ઈનિંગે ભારતને ટેન્શન આપ્યું હતું. વેસ્ટ ઈન્ડિઝની ઈનિંગ્સના અંતે પોલાર્ડે એવા બે પાવરફુલ શોટ રમ્યા, જેને રોકવાનો પ્રયાસ કરતી વખતે ચહર અને અય્યર ઈજાગ્રસ્ત થયા.

વાત જાણે એમ હતી કે, પહેલી ઘટના બની 17મી ઓવરમાં. જેમાં પોલાર્ડે લોંગ ઓન તરફ જબરદસ્ત શોટ રમ્યો, જ્યાં વેંકટેશ અય્યર ઊભો હતો. પરંતુ બોલ એટલો ઝડપી હતો કે તે વેંકટેશના હાથમાંથી સરકી ગયો અને બાઉન્ડ્રીની પાર જતો રહ્યો હતો. વેસ્ટ ઇન્ડિઝના ખાતામાં ચાર રન મળ્યા અને બીજી તરફ અહીં અય્યર પીડાતો જોવા મળ્યો.

PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર
ગોરસ આંબલી ખાવાથી થાય છે અઢળક ફાયદા, જાણો
TEA : ઉનાળાની ગરમીમાં કેટલી વાર પીવી જોઈએ ચા?
રોહિત શર્માએ તેના જન્મદિવસે ફટકારી 'હેટ્રિક', બનાવ્યો અનિચ્છનીય રેકોર્ડ

દીપકે મેદાનથી બહાર નિકળી જવુ પડ્યુ

વેંકટેશ બાદ દીપક ચહરનો વારો હતો, જે 19મી ઓવરમાં પોલાર્ડના શોટના નિશાન પર આવ્યો હતો. 19મી ઓવરમાં, પોલાર્ડે ભુવનેશ્વરના બોલ પર શોટ રમ્યો, પરંતુ સ્ક્વેર લેગ પર ઊભેલા ચહરે તેને રોકવાનો પ્રયાસ કર્યો. ચહરના હાથને કારણે બોલ બાઉન્ડ્રી તરફ ન ગયો, પરંતુ બોલ તેના જમણા હાથમાં જોરથી વાગ્યો. તે પણ પીડાથી પરેશાન દેખાતો હતો અને મેદાન છોડી ગયો હતો. આ કારણે તે પોતાનો ક્વોટા પૂરો કરી શક્યો નહીં અને માત્ર 3 ઓવર જ કરી શક્યો.

અય્યરે બેટિંગ કરી પરંતુ ટેન્શન જારી

જોકે વેંકટેશ બેટિંગ કરવા આવ્યો હતો અને તેણે 13 બોલની ઈનિંગમાં અણનમ 24 રન બનાવ્યા હતા. વેંકટેશે છેલ્લે સિક્સર ફટકારીને ટીમને જીત અપાવી હતી. જો કે હાલમાં બંનેની ઈજાની સ્થિતિ અંગે BCCI તરફથી કોઈ અપડેટ નથી આપી. સમાચાર એજન્સી પીટીઆઈના અહેવાલ મુજબ, બંને ખેલાડીઓનું સ્કેનિંગ કરવામાં આવશે અને ત્યારપછી જ ખબર પડશે કે તેઓ શ્રેણીમાં આગળ રમી શકશે કે નહીં. સીરીઝની બીજી મેચ 18 ફેબ્રુઆરીએ રમાવાની છે.

 

આ પણ વાંચોઃ Sabarkantha: ટ્રેકટર વેચવા આવતો સેલ્સમેન ખેડૂતના ટ્રેલરને ચોરી જતો અનોખો ચોર ઝડપાયો

આ પણ વાંચોઃ BCCI એ શાનદાર બોલીંગ આક્રમણ તૈયાર કરવા માટે ઘડ્યો પ્લાન, ટીમ ઇન્ડિયાને મળશે જબરદસ્ત બોલર

Published On - 8:26 am, Thu, 17 February 22

Next Article