ભારત અને વેસ્ટ ઇન્ડીઝ (India vs West Indies T20I) વચ્ચે ગયાનામાં રમાયેલી ત્રીજી ટી20 મેચમાં ભારતે 7 વિકેટથી શાનદાર જીત મેળવી હતી. ભારત માટે આ મેચ જીતવી અત્યંત જરૂરી હતી. ભારત 5 મેચની શ્રેણીમાં 0-2 થી પાછળ હતુ તેથી મેચમાં જીત સાથે ભારતે શ્રેણીમાં ખાતુ ખુલ્યુ હતુ. હવે ભારતીય ક્રિકેટ ટીમ અમેરિકાના પ્રવાસ પર જશે કારણ કે અંતિમ બે મેચ અમેરિકાના ફ્લોરિડામાં રમાવાની છે. ભારત તરફથી બેટિંગમાં સૂર્યકુમાર (Suryakumar Yadav) અને તિલક વર્માએ શાનદાર બેટિંગ કરી હતી. જ્યારે બોલિંગમાં કુલદીપ યાદવે ત્રણ વિકેટ ઝડપી રેકોર્ડ પોતાના નામે કર્યો હતો.
કુલદીપ યાદવ વેસ્ટ ઇન્ડીઝ સામે ત્રીજી ટી20 મેચમાં ત્રણ વિકેટ લઇ ભારત તરફથી સૌથી ઝડપી 50 વિકેટ લેનાર બોલર બન્યો હતો. કુલદીપ યાદવે તેની 30 મી મેચમાં આ સિદ્ધિ હાંસિલ કરી હતી. તે ભારત તરફથી સૌથી ઝડપી 50 વિકેટ લેનાર બોલર બન્યો છે.
ભારત તરફથી સૌથી ઝડપી 50 T20I વિકેટ
Kuldeep Yadav becomes the fastest Indian to 50 T20I wickets.
Fastest men by matches
30 – Kuldeep Yadav
34 – Yuzvendra Chahal
41 – Jasprit Bumrah
42 – R Ashwin
50 – Bhuvneshwar Kumar#WIvIND pic.twitter.com/qBAA1rUyAe— Kausthub Gudipati (@kaustats) August 8, 2023
T20I માં સૌથી ઝડપી 50 વિકેટ લેનાર બોલર
સૂર્યકુમાર યાદવએ ત્રીજી ટી-20 મેચમાં મેન ઓફ ધ મેચ પ્રદર્શન આપ્યુ હતુ. સૂર્યાએ 44 બોલમાં 83 રન કર્યા હતા અને ભારતને જીત અપાવવામાં મહત્વનુ યોગદાન આપ્યુ હતુ. સૂર્યાએ તેની ઇનિંગ દરમિયાન 4 સિક્સ ફટકારી હતી અને ત્રીજી સિક્સ ફટકારવાની સાથે પોતાની કારકિર્દીમાં 100 સિક્સ પૂર્ણ કરી હતી. સૂર્યા ત્રીજો ભારતીય બેટ્સમેન બન્યો છે જેણે તેના કેરિયરમાં 100 સિક્સ ફટકારી છે. રોહિત શર્મા (182) અને વિરાટ કોહલી(117) એ ભારત તરફથી આંતરરાષ્ટ્રીય ટી20માં 100 સિક્સ ફટકારી છે.
ભારત માટે સૌથી વધુ T20I સિક્સ