આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ (India Vs West Indies) વચ્ચે ODI શ્રેણીની બીજી મેચ છે. પરંતુ, આ મેચ નક્કી કરશે કે વેસ્ટ ઈન્ડિઝ સંઘર્ષ જારી રાખશે કે ભારત શ્રેણી જીતશે. 3 વનડેની શ્રેણીમાં ભારતીય ટીમ 1-0 થી આગળ છે. ટીમ ઇન્ડિયા (Indian Cricket Team) એ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ (Narendra Modi Stadium) માં રમાયેલી પ્રથમ વન ડે 6 વિકેટે જીતી લીધી હતી. આવી સ્થિતિમાં હવે જો ભારતીય ટીમ આ જ મેદાન પર રમાનારી બીજી વન-ડે પણ જીતી લેશે તો સિરીઝ પર તેનો કબજો કરી લેશે. જોકે, એવું ન બને કે વેસ્ટ ઈન્ડિઝની ટીમનો ઇરાદો સિરીઝમાં બની રહેવાનો હશે અને એટલે જ ટીમ કેરેબિયન આજે લડાયક મૂડમાં જોવા મળી શકે છે. એટલે કે સિરીઝમાં પગ જમાવી રાખવા માટે લડી લેશે.
ભારત સામેની પ્રથમ વનડેમાં વેસ્ટ ઈન્ડિઝની બેટિંગ કંગાળ રહી હતી. ઓલરાઉન્ડર જેસન હોલ્ડરને બાદ કરતાં અન્ય કોઈ બેટ્સમેન ભારતીય બોલિંગ સામે લડી શક્યા ન હતા. પ્રવાસી ટીમ બીજી વનડેમાં પાછલી ભૂલનું પુનરાવર્તન ટાળવા ઈચ્છશે. શ્રેણી ફતેહના ઇરાદા માટે, ભારત કોઈપણ કિંમતે કેરેબિયન્સને કચડી નાખવા માંગશે.
મોટેરાના મેદાન પર બંને ટીમો વચ્ચે રમાયેલી મેચ પર નજર કરીએ તો વેસ્ટ ઈન્ડિઝનું પલ્લું ભારે લાગે છે. મોટેરા ખાતે આજે ભારત અને વેસ્ટ ઈન્ડિઝ 7મી વખત ટકરાશે. પરંતુ આ પહેલા રમાયેલી 6 મેચોમાં વેસ્ટ ઈન્ડિઝે 4માં જીત મેળવી છે જ્યારે ભારતે માત્ર બે જ જીત મેળવી છે. પરંતુ, પછી સવાલ એ થાય છે કે તાજેતરનું શ્રેષ્ઠ પ્રદર્શન કઈ ટીમે કર્યું છે. અને, ભારત તેમાં ટોચ પર છે. ઓવર ઓલ છેલ્લી 5 વનડેમાં ભારતે 4 માં જીત મેળવી છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝ માત્ર 1 જ જીતી શક્યું છે.
ભારત અને વેસ્ટ ઈન્ડિઝ આજે ODI ક્રિકેટના ઈતિહાસમાં 60મી વખત સામસામે ટકરાશે. જો આપણે અગાઉ રમાયેલી બંને ટીમો વચ્ચેના કુલ 59 વન-ડેના રેકોર્ડ પર નજર કરીએ તો, સ્પર્ધા કાંટાની રહી છે. આમાં ભારતે 30 મેચ જીતી છે જ્યારે વેસ્ટ ઈન્ડિઝે 28 મેચ જીતી છે. તે જ સમયે, બંને વચ્ચે એક મેચ ટાઈ રહી હતી.
Preparations 🔛#TeamIndia gearing up for the 2nd @Paytm #INDvWI ODI 💪 pic.twitter.com/p3Y2uTS5fA
— BCCI (@BCCI) February 8, 2022
જ્યાં સુધી બંને ટીમોના સંયોજનની વાત છે તો ભારતીય પ્લેઈંગ ઈલેવનના ટોપ ઓર્ડરમાં ફેરફાર જોવા મળી શકે છે. આ સાથે જ વેસ્ટ ઈન્ડિઝની ટીમમાં ફેરફારની શક્યતા ઓછી છે. ભારત આ વર્ષે અત્યાર સુધી આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં એક પણ શ્રેણી જીતી શક્યું નથી. તેની પાસે વેસ્ટ ઈન્ડિઝ સામેની શ્રેણી જીતવાની સુવર્ણ તક છે. પરંતુ, વેસ્ટ ઈન્ડિઝ સામે આ તકનો લાભ ઉઠાવવો એટલું સરળ નહીં હોય.
Published On - 8:04 am, Wed, 9 February 22