IND VS SL: શ્રીલંકાએ તેમના મોટા ખેલાડીને બેંગ્લોર ટેસ્ટમાંથી હટાવ્યો, 2023 સુધી નહીં મળે તક !

|

Mar 11, 2022 | 2:28 PM

ફાસ્ટ બોલર દુષ્મંથા ચમીરા બેંગ્લોર ટેસ્ટ મેચમાં નહીં રમે. મેડિકલ ટીમની સલાહ બાદ શ્રીલંકા ક્રિકેટ ટીમે લીધો મહત્વનો નિર્ણય.

IND VS SL: શ્રીલંકાએ તેમના મોટા ખેલાડીને બેંગ્લોર ટેસ્ટમાંથી હટાવ્યો, 2023 સુધી નહીં મળે તક !
Team India and Sri Lanak Cricket (PC: BCCI)

Follow us on

દુષ્મંથા ચમીરા (Dushmantha Chameera) આ બોલર પાસે સ્પીડ છે, બાઉન્સર પણ ખૂબ જ શાર્પ છે, પરંતુ હવે આ ખેલાડી એક વર્ષથી વધુ સમય માટે શ્રીલંકાની ટેસ્ટ (Sri Lanka Cricket) ટીમની બહાર રહેશે. શ્રીલંકન ક્રિકેટ ટીમે આવો ચોંકાવનારો નિર્ણય લીધો છે. શુક્રવારે શ્રીલંકન ક્રિકેટ ટીમે પણ દુષ્મંથા ચમીરાને બેંગ્લોર ટેસ્ટમાંથી બહાર કરી દીધો હતો. મોહાલી ટેસ્ટમાં જમણા હાથના ફાસ્ટ બોલરને પણ આરામ આપવામાં આવ્યો હતો.

દુષ્મંથા ચમીરાને ટીમમાંથી બહાર કરવા માટેનું કારણ મેડિકલ પેનલની સલાહ છે. મેડિકલ પેનલે દુષ્મંથા ચમીરાને ટેસ્ટ ક્રિકેટ ન રમવાની સલાહ આપી છે. દુષ્મંથાને થોડા સમય પહેલા પગની ઘૂંટીમાં ઈજા થઈ હતી અને તેના કામના ભારણને સંતુલિત કરવા માટે તેણે ટેસ્ટ ક્રિકેટમાં ન રમવાનો નિર્ણય લીધો છે.

દુષ્મંથા ચમીરાનો કાર્યભાર 2022 ટી20 વર્લ્ડ કપ અને 2023 વર્લ્ડ કપને ધ્યાને લઇને નક્કી કરવામાં આવ્યો છે. શ્રીલંકા આ ફાસ્ટ બોલરને કોઈ પણ કિંમતે આઈસીસીની બંને ટૂર્નામેન્ટમાં રમાડવા માંગે છે, તેથી તેને ટેસ્ટ ફોર્મેટમાંથી બહાર રાખવામાં આવશે.

Neeraj Chopra Marriage : ઓલિમ્પિક ચેમ્પિયને આ છોકરી સાથે લીધા 7 ફેરા
અજય દેવગનની કો-સ્ટારે આ 7 બિકીની ફોટાથી મચાવી ધમાલ
Pitra Dosh Mantra : પિતૃદોષ દૂર કરવા માટે કયા મંત્રનો જાપ કરવો જોઈએ?
Jio લાવ્યું 31 દિવસનો સસ્તો પ્લાન ! રોજ મળશે 1.5GB ડેટા, કિંમત માત્ર આટલી
Money Plant Vastu Tips : મની પ્લાન્ટ પાસે ભૂલથી પણ આ વસ્તુ ન રાખો, નહીતર આવશે ગરીબી !
Iskcon Temple : ઇસ્કોન મંદિરનો રંગ હંમેશા સફેદ કેમ હોય છે?

તમને જણાવી દઈએ કે દુષ્મંથા ચમીરાએ અત્યાર સુધી 12 ટેસ્ટ મેચમાં 32 વિકેટ ઝડપી છે. તેની ક્ષમતા મુજબ આ પ્રદર્શન કોઈ ખાસ નથી પરંતુ તેનામાં જબરદસ્ત પ્રતિભા છે. કદાચ એટલે જ આઈપીએલ 2022ની હરાજીમાં આ ફાસ્ટ બોલરને લખનૌ સુપરજાયન્ટ્સે ખરીદ્યો છે.

દુષ્મંથા ચમીરાને ટેસ્ટ ટીમમાંથી દુર કરવાનો મતલબ એ છે કે શ્રીલંકા ફરી એકવાર બેંગલુરુમાં મોહાલી ટેસ્ટના પેસ બોલરો સાથે મેદાન પર ઉતરશે. મોહાલીમાં શ્રીલંકાએ સુરંગા લકમલ, વિશ્વા ફર્નાન્ડો અને લાહિરુ કુમારા સહિત ત્રણ ઝડપી બોલર હતા.

આ પણ વાંચો : IPL 2022: Mark Wood ને ઇજા પહોંચતા નવી ટીમ ચિંતામાં ડૂબી, 7.5 કરોડ ખર્ચેલા ખેલાડીને જોફ્રા આર્ચર જેવી સમસ્યા!

આ પણ વાંચો : પિંક બોલથી રમાયેલી ટેસ્ટ મેચોમાં ટીમ ઈન્ડિયાનું પ્રદર્શન કેવું રહ્યું ? અહીં જાણો

Next Article