IND vs SL: ભારત સામે મેદાને ઉતરતા પહેલા શ્રીલંકન ટીમને લાગ્યો વધુ એક ઝટકો, આ સ્ટાર ખેલાડી રહેશે બહાર

|

Jul 16, 2021 | 1:06 PM

શ્રીલંકન ક્રિકેટ ટીમ (Sri Lanka Cricket Team) ને એક બાદ એક મુશ્કેલીઓ આવતી જ રહે છે. ભારત સામે વન ડે શ્રેણી રમતા અગાઉ ઇંગ્લેન્ડ સામે શ્રીલંકન ટીમ ખરાબ હાર મેળવીને સ્વદેશ પરત ફરી છે.

IND vs SL: ભારત સામે મેદાને ઉતરતા પહેલા શ્રીલંકન ટીમને લાગ્યો વધુ એક ઝટકો, આ સ્ટાર ખેલાડી રહેશે બહાર
India vs Sri Lanka

Follow us on

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે શરુ થઇ રહેલી વન ડે શ્રેણી પહેલા જ વધુ એક ઝટકો શ્રીલંકાને લાગ્યો છે. ટીમના સ્ટાર બેટ્સમેન કુશલ પરેરા (Kusal Perera) ઇજાને લઇ શ્રેણીથી બહાર રહેશે. આગામી 18 જૂલાઇ એ ભારતીય ટીમ શ્રીલંકા સામે વન ડે શ્રેણીની પ્રથમ મેચ રમનાર છે. આ માટે ભારતીય ટીમ મેદાને ઉતરવા માટે તૈયાર થઇ ચુકી છે. આ પહેલા શ્રીલંકન ટીમ ઇંગ્લેન્ડ પ્રવાસ ખેડીને પરત ફરી છે. જ્યાંથી ટીમ નિરાશા સાથે પરત સ્વદેશ ફરી હતી.

શ્રીલંકન ટીમને છેલ્લા કેટલાક સમયથી એક બાદ એક મુશ્કેલીઓ નડી રહી છે. આ દરમ્યાન કુશલ પરેરાને લઇ સંકટ સર્જાયુ છે. મીડિયા રિપોર્ટ મુજબ, હવે ભારત સામેની શ્રેણીથી બહાર થવાનુ નિશ્વિત છે. પરેરાને ખભામાં ઇજા પહોંચી હતી. જેને લઇ તે આગામી છ સપ્તાહ સુધી તે મેદાનથી દુર રહેશે. જોકે આ માટે ટીમની બહાર રાખવા અંગે સત્તાવાર રીતે શ્રીલંકા ક્રિકેટે અધીકૃત રીતે ઘોષણા કરી નથી.

કુશલ પરેરા શ્રીલંકન ટીમ માટે મહત્વનો ખેલાડી છે. જેની ભારત સામે શ્રીલંકન ટીમને મોટી ખોટ સાલશે. આ પહેલા જ શ્રીલંકન ટીમના ત્રણ ખેલાડીઓ ટીમથી બહાર થઇ ચુક્યા છે. જેઓએ ઇંગ્લેન્ડમાં બાયોબબલ નો ભંગ કરવાને લઇને શ્રીલંકા ક્રિકેટે તેમને બહાર કરી દીધા છે. જેમાં કુશલ મેન્ડીસ, નિરોશન ડિકવેલા અને દનુષ્કા ગુણાતિલાકાનો સમાવેશ થાય છે.

આજનું રાશિફળ તારીખ : 02-05-2024
હાર્દિક પંડ્યાના કારણે ટીમનું વાતાવરણ બગડી રહ્યું છે, મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન પર મોટો હુમલો
કેનેડામાં વિદ્યાર્થીઓની વધી મુશ્કેલી, બદલાયો આ નિયમ
ઉનાળામાં કેરી ખાધા પછી શું ન ખાવું જોઈએ?
હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો

કુશલ પરેરા ક્રિકેટ કરિયર

શ્રીલંકાનો વિકેટકીપર બેટ્સમેન કુશલ પરેરા 107 આતરરાષ્ટ્રીય વન ડે મેચ રમી ચુક્યો છે. જેમાં તેમે 3071 રન નોંધાવ્યા છે. તેણે આ દરમ્યાન 6 શતક અને 15 અર્ધ શતક કર્યા છે. T20 આંતરરાષ્ટ્રીય મેચ પરેરા 50 રમી ચુક્યો છે. જેમાં તેણે 1347 રન નોંધાવ્યા છે. T20 મેચમાં તે 12 અર્ધશતક નોંધાવી ચુક્યો છે. જેમાં તેનો સ્ટ્રાઇક રેટ 132.97 નો રહ્યો છે. જ્યારે વન ડે ક્રિકેટમાં સ્ટ્રાઇક રેટ 9227 નો રહ્યો છે.

આ પણ વાંચોઃ IND vs SL: શિખર ધવને વાંસળીના રેલાવ્યા સૂર, પૃથ્વી શોએ ગીત ગાઇને આપ્યો સાથ, જુઓ વિડીયો

Next Article