IND vs SL : શ્રીલંકાની ટીમમાં મોહમ્મદ શિરાઝ-ઈશાનની એન્ટ્રી, ODI સિરીઝમાં ટીમ ઈન્ડિયાની વધારશે મુશ્કેલી

ભારત અને શ્રીલંકા વચ્ચે 2 ઓગસ્ટથી કોલંબોમાં વનડે સિરીઝ શરૂ થવા જઈ રહી છે. વનડે સિરીઝની શરૂઆત પહેલા શ્રીલંકાની ટીમમાં બે મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. શ્રીલંકાએ ટીમમાં બે શાનદાર ઝડપી બોલર મોહમ્મદ શિરાઝ અને ઈશાન મલિંગાને ટીમમાં જગ્યા આપી છે.

IND vs SL : શ્રીલંકાની ટીમમાં મોહમ્મદ શિરાઝ-ઈશાનની એન્ટ્રી, ODI સિરીઝમાં ટીમ ઈન્ડિયાની વધારશે મુશ્કેલી
Sri Lanka Cricket Team
| Updated on: Aug 01, 2024 | 5:18 PM

T20 સિરીઝમાં ટીમ ઈન્ડિયા સામે ક્લીન સ્વીપ બાદ હવે શ્રીલંકાની ટીમ વનડે સિરીઝમાં વાપસી કરવા ઈચ્છે છે પરંતુ આ સિરીઝની શરૂઆત પહેલા જ તેમને બે મોટા આંચકાઓ લાગ્યા છે. તેમના બે શ્રેષ્ઠ ઝડપી બોલર ઈજાના કારણે બહાર થઈ ગયા છે. ફાસ્ટ બોલર દિલશાન મધુશંકા અને પથિરાનાને T20 શ્રેણી દરમિયાન ઈજા થઈ હતી. હવે આ બે ખેલાડીઓના સ્થાને શ્રીલંકાની ટીમમાં બે યુવા ઝડપી બોલરોનો સમાવેશ કરવામાં આવ્યો છે. શ્રીલંકાએ ફાસ્ટ બોલર મોહમ્મદ શિરાઝ અને ઈશાન મલિંગાને ટીમમાં જગ્યા આપી છે.

કોણ છે મોહમ્મદ શિરાઝ?

મોહમ્મદ શિરાઝ જમણા હાથનો ફાસ્ટ બોલર છે. આ 29 વર્ષનો ફાસ્ટ બોલર છેલ્લા 8 વર્ષથી શ્રીલંકાના ડોમેસ્ટિક ક્રિકેટમાં પોતાની તાકાત બતાવી રહ્યો છે. લિસ્ટ A ક્રિકેટમાં શિરાઝનો શાનદાર રેકોર્ડ છે. તેણે 47 મેચમાં 80 વિકેટ લીધી છે અને તેનો ઈકોનોમી રેટ માત્ર 4.57 રન પ્રતિ ઓવર છે. છેલ્લી મેચમાં શિરાઝે માત્ર 21 રનમાં 6 વિકેટ લઈને પોતાની ટીમને જીત અપાવી હતી, જે તેની કારકિર્દીનું સર્વશ્રેષ્ઠ પ્રદર્શન છે. શિરાઝમાં બોલને સ્વિંગ કરવાની ક્ષમતા છે અને તે ભારતીય ઓપનર રોહિત શર્મા અને શુભમન ગિલને પરેશાન કરી શકે છે.

 

મલિંગાને પણ ટીમમાં એન્ટ્રી મળી

શ્રીલંકાની ટીમમાં ઈશાન મલિંગાને પણ એન્ટ્રી મળી છે. મલિંગા માત્ર 23 વર્ષનો છે અને તેની પાસે માત્ર 7 મેચનો અનુભવ છે. આ ખેલાડીના નામે 12 વિકેટ છે. આ ખેલાડીએ 27મી જુલાઈના રોજ માત્ર 49 રનમાં 5 વિકેટ લેવાની સિદ્ધિ પણ હાંસલ કરી હતી, જેનું તેને ઈનામ મળ્યું છે.

આ પણ વાંચો: Paris Olympics 2024: ઓલિમ્પિક ગેમ્સમાં ભારતીય શૂટર્સનો જાદુ, ગોલ્ડ-સિલ્વર બ્રોન્ઝ ત્રણેય મેડલ પર કર્યો છે કબજો

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો