AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: 2 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી, કમબેક મેચમાં રમી કારકિર્દીની સૌથી મોટી ઈનિંગ

IND vs SL: શ્રીલંકા સામેની પહેલી ટેસ્ટ મેચમાં દેવદત્ત પડિકલે પોતાની બેટિંગથી બધાના દિલ જીતી લીધા હતા. તે પોતાની કારકિર્દીની સૌથી મોટી ઇનિંગ રમવામાં સફળ રહ્યો હતો. સાથે જ તેણે પોતાની પહેલી સદી પણ પૂર્ણ કરી અને આ મેચને યાદગાર બનાવી દીધી હતી.

IND vs SL: 2 વર્ષ બાદ ટીમ ઈન્ડિયામાં વાપસી, કમબેક મેચમાં રમી કારકિર્દીની સૌથી મોટી ઈનિંગ
Devdutt PadikkalImage Credit source: X/BCCI
| Updated on: Aug 15, 2026 | 4:49 PM
Share

ભારત અને શ્રીલંકા વચ્ચે બે મેચની ટેસ્ટ શ્રેણીની પહેલી મેચ ગાલે ઇન્ટરનેશનલ સ્ટેડિયમ ખાતે શરૂ થઈ હતી. ભારતે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો. આ મેચને ડાબા હાથના બેટ્સમેન દેવદત્ત પડિકલે ખૂબ જ યાદગાર બનાવી દીધી. લગભગ બે વર્ષની રાહ જોયા પછી ટેસ્ટ પ્લેઇંગ ઇલેવનમાં પાછા ફરતા પડિકલે મુશ્કેલ પરિસ્થિતિઓમાં શાનદાર પ્રદર્શન કર્યું અને પોતાની ટેસ્ટ કારકિર્દીની શ્રેષ્ઠ ઇનિંગ રમી. પડિકલે પોતાની પહેલી સદી ફટકારી હતી.

દેવદત્ત પડિકલની સૌથી મોટી ઇનિંગ

ટીમ ઈન્ડિયાએ 47 રન પર પોતાની પહેલી વિકેટ ગુમાવી દીધી, ત્યારબાદ દેવદત્ત પડિકલ ત્રીજા નંબરે બેટિંગ કરવા આવ્યો હતો. તેણે શરૂઆતથી જ શ્રીલંકાના બોલરોનો સાવધાનીપૂર્વક સામનો કર્યો. તેણે સતત રન બનાવવાનું ચાલુ રાખ્યું અને માત્ર 81 બોલમાં પોતાની અડધી સદી પૂરી કરી, જે તેની ટેસ્ટ કારકિર્દીની બીજી અડધી સદી હતી. તે પોતાની અડધી સદી પૂરી કર્યા પછી પણ અટક્યો નહીં, અને 66 રન બનાવ્યા પછી તેણે પોતાનો શ્રેષ્ઠ ટેસ્ટ સ્કોર હાંસલ કર્યો. તેનો અગાઉનો શ્રેષ્ઠ સ્કોર 65 રન હતો, જે તેણે 2024માં ઇંગ્લેન્ડ સામેની ટેસ્ટ ડેબ્યૂમાં બનાવ્યો હતો.

વોર્મ-અપ મેચમાં સદી બાદ મળી તક

સાઈ સુદર્શન ઈજાના કારણે શ્રેણીમાંથી બહાર થયા બાદ પડિકલને આ તક મળી હતી. ગાલે ટેસ્ટ પહેલા પડિકલે શ્રીલંકા ક્રિકેટ ઈલેવન સામે ત્રણ દિવસીય પ્રેક્ટિસ મેચમાં શાનદાર સદી ફટકારી હતી, જેના કારણે ટીમ મેનેજમેન્ટે તેમને નંબર ત્રણની મહત્વપૂર્ણ જવાબદારી સોંપી હતી અને તેણે આ વિશ્વાસને સંપૂર્ણ રીતે સાચો ઠેરવ્યો હતો. આ મેચ પહેલા દેવદત્ત પડિકલે ટીમ ઈન્ડિયા માટે બે ટેસ્ટ મેચની ત્રણ ઇનિંગ્સમાં 90 રન બનાવ્યા હતા, જેમાં એક અડધી સદીનો સમાવેશ થાય છે. જોકે, તેણે આ બંને મેચ 2024 માં રમી હતી.

કેએલ રાહુલ સાથે 150 રનની ભાગીદારી

આ ઇનિંગ દરમિયાન દેવદત્ત પડિકલે કેએલ રાહુલ સાથે મહત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી. બંને ખેલાડીઓએ બીજા સત્રમાં બીજી વિકેટ માટે 150 રન ઉમેર્યા. આ સમયગાળા દરમિયાન, કેએલ રાહુલે પણ 50 રનનો આંકડો પાર કર્યો. જોકે 77 રન પર રાહુલ રિટાયર્ડ હર્ટ થયો અને મેદાન છોડી બહાર ગયો હતો.

એક સમયે હતો વિશ્વનો નંબર-1 બોલર, હવે DJ બનીને કમાય છે પૈસા, એક ભૂલે બરબાદ કરી કારકિર્દી

Follow Us
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
ઓટો ડ્રાઈવર અને છોકરીઓ વચ્ચે થઈ 'ઝપાઝપી', બબાલ જોઈને લોકો હેરાન
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આસારામને 'મોટો ઝટકો', ગુજરાત હાઈકોર્ટે હંગામી જામીન અરજી ફગાવી
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
આજનું રાશિફળ : આજે કઈ રાશિના જાતકને મળશે બિઝનેસમાં મોટા ઓર્ડર
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
વડોદરા સ્વચ્છતા અભિયાન: ₹1.12 કરોડનો દંડ, 121 એકમો સીલ,VMCનો નવો પ્લાન
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
રાજકોટ જેતપુર ખેડૂતોનો જેટકો સામે વિરોધ, પાક નુકસાની સામે વળતરની માંગ
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
TV9 અહેવાલની અસર: જસદણ રાજકોટ-ભાવનગર હાઈવે પર પૂરાયા ખાડા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
અમદાવાદ ક્રાઇમ બ્રાન્ચ એક્શન મોડમાં, 4 નવા ડિટેક્શન યુનિટ્સ શરૂ કર્યા
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
સુરત: નવરાત્રિ પંડાલો માટે ફાયર વિભાગના કડક નિયમો
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
ગાંધીનગરના કલોલમાં પાણીની સમસ્યા, તંત્ર પાસે કાયમી ઉકેલની માંગ
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
સુરત: બાર્બેક્યુ નેશનમાં વાસી ખોરાક મળતાં હોબાળો
g clip-path="url(#clip0_868_265)">