IND vs SL: ભારત-શ્રીલંકા ત્રીજી વનડેના રોમાંચ પર ફરી શકે છે પાણી, મેચ પહેલા જાણો કોલંબોનું હવામાન

|

Jul 23, 2021 | 12:56 PM

ભારત અને શ્રીલંકા વચ્ચેની આજે ત્રીજી અને શ્રેણીની અંતિમ વનડે મેચ રમનારી છે. પ્રથમ બંને બને વરસાદના વિઘ્ન વિના જ પૂર્ણ થઇ ચુકી હતી. હવે અંતિમ મેચમાં વરસાદ પ્રભાવિત ન કરે તો ભારતીય ટીમનું મિશન ક્લીન સ્વિપ આગળ વધી શકે છે.

IND vs SL: ભારત-શ્રીલંકા ત્રીજી વનડેના રોમાંચ પર ફરી શકે છે પાણી, મેચ પહેલા જાણો કોલંબોનું હવામાન
Colombo Weather Update

Follow us on

ભારત અને શ્રીલંકા (India vs Sri Lanka) વચ્ચે વનડે સિરીઝનો આજે અંત છે. કોલંબોના પ્રેમાદાસા સ્ટેડિયમમાં બંને ટીમો વચ્ચે આજે વન ડેનો અંતિમ જંગ છે. ભારત ક્લીન સ્વીપના ઇરાદા સાથે મેદાને ઉતરશે. તો શ્રીલંકા ઓછામાં ઓછી એક મેચ જીતીને શરમ બચાવવા માટે મેદાને ઉતરશે. પરંતુ, કોઈના ક્લીન સ્વીપના ઇરાદા અને બીજાની આબરુ માટેની લડત વચ્ચે, વરસાદ વિલન બની શકે છે. આવો કોઈ દાવો નથી પરંતુ શક્યતાઓ ઘણી છે.

પહેલી વનડેમાં ભારતે પહેલા જ શ્રીલંકાને દમદાર શૈલીમાં 80 બોલ પહેલા જ પરાજય આપ્યો હતો. આ પછી, બીજી વનડેમાં સંઘર્ષપૂર્ણ જીતની સ્ક્રીપ્ટ લખી હતી. હવે આજે ત્રીજી વનડે પણ એ જ મેદાન પર છે. જો વરસાદ મેચને પ્રભાવિત ન કરે તો, ભારતનો ક્લીન સ્વીપ પ્રયાસ આજે સફળ નિવડી શકે છે.

કોલંબોમાં તાજેતરની હવામાન પરિસ્થિતિ મુજબ સાંજના અરસા દરમ્યાન વરસાદ થવાની સંભાવના છે. હમાવાનને લગતા મીડિયા રિપોર્ટનુસાર, આજે કોલંબોમાં વરસાદ પડવાની સંભાવના છે. કોલંબોનું તાપમાન 29 ડિગ્રી છે અને ભેજ 77 ટકા છે. સાંજે વરસાદ પડી શકે છે. શ્રીલંકાના ઘણા ભાગોમાં આજકાલ ક્યાંક ક્યાંક સાંજ પડતા વરસાદ જોવા મળી રહ્યો છે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

1997 બાદથી શ્રીલંકા ભારત સામે શ્રેણી જીતી શક્યુ નથી

જો ભારત આજે પણ શ્રીલંકાને હરાવે છે, તો તે 161 મેચ પછી તેની યજમાન ટીમ પરનો 94 મો વિજય હશે. એટલે કે, કોઈ પણ એક વિરોધી ટીમ સામે મોટાભાગના જીતવા માટેના વિશ્વ રેકોર્ડની સંખ્યામાં વધારો થશે. ભારતે પહેલા જ બીજી વનડે જીતીને શ્રેણી જીતી લીધી છે, જે શ્રીલંકા સામેની તેમની 14 મી શ્રેણી છે. શ્રીલંકાએ છેલ્લે વર્ષ 1997 માં ભારત સામે શ્રેણી જીતી હતી.

પ્લેયીંગ ઇલેવનમાં નવા ચહેરાને લાભ મળી શકે છે

આજે વન ડે સિરીઝ જીતેલી ટીમ ઈન્ડિયાને તેની પ્લેઇંગ ઇલેવન અજમાવવાની તક છે. તે ટીમમાં મોટો ફરક લાવી શકે છે. ભારતીય થિંક ટેન્ક એવા ખેલાડીઓને પણ અજમાવવા માંગશે, જેમને પ્રથમ બે વનડે મેચમાં તક મળી નથી. તેના બે ફાયદા થશે. પ્રથમ બેંચ પર બેઠેલા ખેલાડીઓની મેચ પ્રેક્ટિસ થશે. બીજુ, ટીમ મેનેજમેન્ટ ટી-20 સિરીઝ માટે ટીમ બનાવવામાં પણ સરળતા ઉભી થશે.

આ પણ વાંચો: IND vs ENG: ઇંગ્લેન્ડ સામે ટેસ્ટ શ્રેણી પહેલા અભ્યાસ મેચમાં રવિન્દ્ર જાડેજા છવાયો, બંને ઇનીંગમાં ફીફટી

Next Article