AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

IND vs SL: કોલંબો ટેસ્ટ ડ્રો થતાં ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન, હવે WTC ફાઇનલમાં પહોંચવા શું કરવું પડશે?

કોલંબો ટેસ્ટ ડ્રો થયા બાદ ટીમ ઈન્ડિયાની વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં પહોંચવાની રાહ વધુ મુશ્કેલ બની છે. પોઈન્ટ ટેબલમાં ભારત પાંચમા સ્થાને છે અને હવે બાકીની સાત ટેસ્ટમાં શાનદાર પ્રદર્શન કરવું પડશે. ફાઇનલની રેસમાં ટકી રહેવા માટે ટીમ ઈન્ડિયા સામે હવે દરેક મેચમાં જીતનું દબાણ રહેશે. પરંતુ શું ભારત તમામ પડકારો પાર કરી શકશે?

IND vs SL: કોલંબો ટેસ્ટ ડ્રો થતાં ટીમ ઈન્ડિયાને મોટું નુકસાન, હવે WTC ફાઇનલમાં પહોંચવા શું કરવું પડશે?
| Updated on: Aug 27, 2026 | 5:34 PM
Share

ગાલે ટેસ્ટમાં શાનદાર જીત મેળવનાર ટીમ ઈન્ડિયા કોલંબો ટેસ્ટ હારી ગઈ. કોલંબોમાં ટીમ ઈન્ડિયાનો વિજય નિશ્ચિત લાગતો હતો, પરંતુ પ્રથમ ટેસ્ટ પછી બીજી ઇનિંગમાં સોનલ દિનુષાની શાનદાર સદીઓએ તેમની આશાઓ પર પાણી ફેરવી દીધું. બંને ઇનિંગમાં સોનલની સદીઓએ શ્રીલંકાને બીજી ટેસ્ટ ડ્રો કરવામાં મદદ કરી. શ્રીલંકા સામેની આ મેચમાં ડ્રોએ ટીમ ઈન્ડિયાને મોટો ફટકો આપ્યો છે. ટીમ ઈન્ડિયા WTC પોઈન્ટ ટેબલમાં ચોથા સ્થાને પહોંચી શકી હોત, પરંતુ કોલંબો ટેસ્ટમાં ડ્રોને કારણે તેઓ પાંચમા સ્થાને અટવાઈ ગયા.

WTC પોઈન્ટ ટેબલની સ્થિતિ

WTC પોઈન્ટ ટેબલમાં , ભારત 51.32 ના PCT સાથે પાંચમા સ્થાને છે. શ્રીલંકા 33.33 ના PCT સાથે છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. બાંગ્લાદેશ 55.56 ના PCT સાથે ચોથા સ્થાને છે. ઓસ્ટ્રેલિયા અને દક્ષિણ આફ્રિકા ટોચના બેમાં છે. પાકિસ્તાન પોઈન્ટ ટેબલમાં સૌથી નીચે છે.

ટીમ ઈન્ડિયા WTC ફાઇનલમાં કેવી રીતે પહોંચશે?

ભારતીય ક્રિકેટ ટીમ વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઇનલમાં કેવી રીતે પહોંચશે? આ એક ગંભીર પ્રશ્ન બની ગયો છે. ફાઇનલમાં પહોંચવા માટે, ટીમ ઇન્ડિયાએ જીતના માર્ગ પર રહેવું પડશે. ભારતીય ટીમ પાસે હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપમાં સાત મેચ બાકી છે, અને તેણે કોઈપણ કિંમતે છ જીતવી જ જોઈએ. આનો અર્થ એ થયો કે જો ટીમ ઇન્ડિયા એક કરતાં વધુ મેચ હારે છે અથવા એક કરતાં વધુ ડ્રો કરે છે, તો તે ફાઇનલની રેસમાંથી બહાર થઈ જશે.

ટીમ ઈન્ડિયાએ હવે કોની સામે રમશે ટેસ્ટ?

ભારતીય ટીમે હવે ઓક્ટોબરમાં ન્યૂઝીલેન્ડ સામે બે મેચની ટેસ્ટ શ્રેણી રમવાની છે. આ શ્રેણી ટીમ ઇન્ડિયા માટે અત્યંત પડકારજનક રહેશે, કારણ કે ન્યૂઝીલેન્ડની ધરતી પર ટેસ્ટ શ્રેણી જીતવી અત્યંત મુશ્કેલ માનવામાં આવે છે. આ ઉપરાંત, ટીમ ઇન્ડિયા ઓસ્ટ્રેલિયા સામે ઘરઆંગણે પાંચ મેચની ટેસ્ટ શ્રેણી પણ રમશે. આ સાત મેચમાંથી છ મેચ તેઓ કેવી રીતે જીતશે તે જોવું રસપ્રદ રહેશે.

IND vs SL: સોનલ દિનુષાએ રચ્યો ઈતિહાસ, ટેસ્ટમાં ટીમ ઈન્ડિયા સામે આવું કરનાર પહેલો ખેલાડી

Follow Us
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
અફઘાની નાગરિકને ખોટા પ્રમાણપત્રો બનાવી આપનારો ઝડપાયો
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
નવમા નોરતે દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં માવઠાની આગાહી
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
પાવાગઢ રોપ-વેનો કેબલ તૂટવાને કારણે માલવાહક ટ્રોલી અથડાઈ
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
અમદાવાદમાં નવરાત્રીમાં છેડતી અને નશાખોરી સામે પોલીસની કાર્યવાહી! Video
વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ
વડોદરામાં ભીષણ આગ, ગેંડા સર્કલ નજીક કોમ્પ્લેક્સમાં ગભરાટનો માહોલ
AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન
AMCનો નિર્ણય: પ્રોફેશનલ ટેક્સ સર્ટિફિકેટ મેળવવાની પ્રક્રિયા ઓનલાઈન
15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ
15 ઓક્ટોબર રાશિફળ: નવરાત્રિમાં વેપાર અને નોકરીમાં પ્રગતિ
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
CJP પ્રોટેસ્ટમાં વિરોધ કરવા ગઈ ને લેવાના દેવા પડી ગયા; જુઓ Viral Video
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
વડોદરાને વધુ 30 ઇ-બસની ભેટ, 29 કિમી વિસ્તારના લોકોને થશે ફાયદો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
સુરતમાં 'GUCCI'ના નકલી પરફ્યુમનું કૌભાંડ પકડાયું, વેપારી ઝડપાયો!
g clip-path="url(#clip0_868_265)">