IND vs SL: ગેલ ટેસ્ટમાંથી બહાર થયો આ ખેલાડી, SSPના દીકરાની ચાલુ મેચમાં ટીમમાં અચાનક એન્ટ્રી

IND vs SL: ગાલે ટેસ્ટમાં શ્રીલંકાને મોટો ઝટકો લાગ્યો હતો. તેમનો સિનિયર બેટ્સમેન દિનેશ ચંદીમલ ઈજાના કારણે મેચમાંથી બહાર થઈ ગયો છે. તેની જગ્યાએ SSP ના પુત્ર ટીમમાં સામેલ થયો છે.

IND vs SL: ગેલ ટેસ્ટમાંથી બહાર થયો આ ખેલાડી, SSPના દીકરાની ચાલુ મેચમાં ટીમમાં અચાનક એન્ટ્રી
IND vs SL
Image Credit source: PTI
| Updated on: Aug 18, 2026 | 4:49 PM

એક તરફ શ્રીલંકા ભારત સામે ગાલે ટેસ્ટ હારવાની કગાર પર છે, ત્યારે તેમને બીજો એક મોટો ફટકો પડ્યો છે. અનુભવી શ્રીલંકન બેટ્સમેન દિનેશ ચંદીમલ ગાલે ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. ભારતના બીજા દાવ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે ચંદીમલને ઈજા થઈ હતી. બાઉન્ડ્રી લાઇન પર બોલ રોકવાનો પ્રયાસ કરતી વખતે તેની ગરદનમાં ઈજા થઈ હતી અને ત્યારબાદ તેને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યો હતો. ચંદીમલ ત્યાં કન્કશન ટેસ્ટમાં નિષ્ફળ ગયો, અને હવે તે ગાલેમાં બેટિંગ કરી શકશે નહીં. હવે બીજી ઇનિંગમાં તેનું સ્થાન પાસિન્દુ સુરિયાબંદારા લેશે.

કોણ છે પાસિન્દુ સુરિયાબંદારા?

દિનેશ ચંદીમલની ગેરહાજરી શ્રીલંકા માટે એક મોટો ફટકો છે, પરંતુ રાહતની વાત એ છે કે તેની જગ્યાએ ટીમમાં સામેલ થનાર ખેલાડી એક મજબૂત બેટ્સમેન છે અને હાલ સારા ફોર્મમાં છે. પાસિન્દુ સુરિયાબંદારાની વાત કરીએ તો, તે ફર્સ્ટ-ક્લાસ ક્રિકેટમાં ધૂમ મચાવી રહ્યો છે. આ જમણા હાથના બેટ્સમેનએ 68 ફર્સ્ટ-ક્લાસ મેચોમાં 54.36 ની સરેરાશથી 4,893 રન બનાવ્યા છે. પસિંદુ સુરિયાબંદારાના નામે 14 સદી પણ છે. પસિંદુ સુરિયાબંદારાના પિતા પોલીસ અધિકારી છે, જે સહાયક સબ-ઇન્સ્પેક્ટર (SSP) તરીકે સેવા આપે છે.

 

સુરિયાબંદરનું સ્પોર્ટ્સ કનેક્શન

પાસિન્દુ સુરિયાબંદારાનો આખો પરિવાર સ્પોર્ટ્સ સાથે સંકળાયેલો છે. તેના મોટા ભાઈ ઉમેશ સુરિયાબંદારા પણ ક્રિકેટર હતા. તેના નાના પણ ક્રિકેટર હતા. પાસિન્દુના પિતા લુસેન સુરિયાબંદારા ભૂતપૂર્વ બાસ્કેટબોલ ખેલાડી છે. હાલમાં, લુસેન સુરિયાબંદારા શ્રીલંકા પોલીસના સિનિયર સુપરિન્ટેન્ડેન્ટ ઓફ પોલીસ (SSP) છે.

ગાલેમાં શ્રીલંકાની જીત મુશ્કેલ

ગાલે ટેસ્ટમાં શ્રીલંકાની જીતવાની શક્યતા ખૂબ જ ઓછી છે. ટીમ ઈન્ડિયાએ શ્રીલંકાને 372 રનનો લક્ષ્યાંક આપ્યો છે. ચોથી ઇનિંગ માટે આ એક મોટો સ્કોર છે. ગાલે ખાતે ચોથી ઇનિંગમાં શ્રીલંકાએ ક્યારેય 300 રન પણ બનાવ્યા નથી. વધુમાં, આ મેચમાં ગાલેની પિચ જે રીતે વર્તી રહી છે તે જોતાં, શ્રીલંકાની ટીમ મેચ બચાવી શકશે (ડ્રો કરી શકે) તેવી શક્યતા ઓછી લાગે છે. જોકે, ગાલેનું હવામાન ચોક્કસપણે શ્રીલંકાને મદદ કરી શકે છે.

પિતાની નિવૃત્તિ પહેલા પુત્રની એન્ટ્રી, સ્ટાર ખેલાડી બહાર, એશિયન ગેમ્સ માટે ટીમ જાહેર

Published On - 4:49 pm, Tue, 18 August 26

Follow Us
Loading...
Unable to load recommendations.