
ભારતીય ટીમે દક્ષિણ આફ્રિકાને કેપટાઉન ટેસ્ટ મેચમાં હરાવીને ઈતિહાસ રચ્યો છે. આ પ્રથમ વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકાના આ મેદાન પર ટેસ્ટ જીતી હોય. આ સાથે ટીમ ઈન્ડિયાએ ટેસ્ટ શ્રેણી પણ 1-1થી બરાબર કરી લીધી છે, પરંતુ આશ્ચર્યજનક વાત એ છે કે ભારતીય ટીમ હવે વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપના પોઈન્ટ ટેબલમાં ટોપ પર પહોંચી ગઈ છે.
દક્ષિણ આફ્રિકા સામેની બીજી ટેસ્ટમાં જીત બાદ ભારતીય ટીમ WTC ટેબલમાં નંબર-1 પર પહોંચી ગઈ છે. આ મેચ પહેલા ભારતીય ટીમ પોઈન્ટ ટેબલમાં નંબર-6 પર હતી, હવે ચાર મેચમાં બે જીત સાથે ટીમ ઈન્ડિયાના પાકિસ્તાનની સાથે કુલ 26 પોઈન્ટ છે. જ્યારે તેના ખાતામાં એક હાર પણ છે, ટીમ ઈન્ડિયાની જીતની ટકાવારી 54.16 છે જે તમામ ટીમોમાં સૌથી વધુ છે.
ભારતની આ જીતની અસર પાકિસ્તાન પર પણ પડી છે અને તે હવે WTCના પોઈન્ટ ટેબલમાં છઠ્ઠા સ્થાને પહોંચી ગયું છે. પાકિસ્તાન હવે ચાર મેચમાં બે જીત સાથે છઠ્ઠા સ્થાને છે, તેમના ખાતામાં 2 હાર પણ સામેલ છે અને પાકિસ્તાનની જીતની ટકાવારી 45.83 છે.
India move to the top
More ➡️ https://t.co/2juF4qgC6D pic.twitter.com/bFSICZUXux
— ICC (@ICC) January 5, 2024
વર્લ્ડ ટેસ્ટ ચેમ્પિયનશિપની ફાઈનલમાં પોઈન્ટ ટેબલમાં ટોપ-2 ટીમો પહોંચે છે. ભારત છેલ્લી બે ચેમ્પિયનશિપમાં ફાઈનલમાં પહોંચ્યું છે, પરંતુ બંને વખત ફાઈનલમાં હાર્યું છે. ટીમ ઈન્ડિયાને પ્રથમ ચેમ્પિયનશિપમાં ન્યૂઝીલેન્ડ અને બીજી ચેમ્પિયનશિપમાં ઓસ્ટ્રેલિયાએ પરાજય આપ્યો હતો. ટીમ ઈન્ડિયા પાસે સતત ત્રીજી વખત WTC ફાઈનલમાં પહોંચવાની તક છે.
આ બીજી વખત છે જ્યારે ટીમ ઈન્ડિયાએ દક્ષિણ આફ્રિકામાં ટેસ્ટ શ્રેણી ડ્રો કરી છે. ભારત શ્રેણીની પ્રથમ મેચ ઈનિંગ્સ અને 32 રને હારી ગયું હતું અને બીજી મેચમાં ટીમ ઈન્ડિયાએ બે દિવસમાં મેચ જીતી લીધી હતી. આ ઉપરાંત, આ પ્રથમ વખત છે જ્યારે ભારતે દક્ષિણ આફ્રિકામાં કેપટાઉનના મેદાન પર મેચ જીતી હોય.
આ પણ વાંચો : દક્ષિણ આફ્રિકામાં તૂટ્યું સપનું, પણ ટીમ ઈન્ડિયાએ શીખ્યા આ મોટા બોધપાઠ!