IND Vs SA T20 Series: રવિ શાસ્ત્રીએ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 માટે ટીમ પસંદ કરી, દિનેશ કાર્તિકને બહાર રાખ્યો

|

Jun 06, 2022 | 7:28 AM

Cricket : ભારતના પૂર્વ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ પ્રથમ T20 મેચ માટે પોતાની પ્લેઈંગ-11 જણાવી છે. રવિ શાસ્ત્રીએ ઋતુરાજ ગાયકવાડને ઓપનિંગ કરાવવા કહ્યું છે, જ્યારે તેણે દિનેશ કાર્તિક (Dinesh Kartik) ને સ્થાન આપ્યું નથી.

IND Vs SA T20 Series: રવિ શાસ્ત્રીએ દક્ષિણ આફ્રિકા સામેની પ્રથમ T20 માટે ટીમ પસંદ કરી, દિનેશ કાર્તિકને બહાર રાખ્યો
Ravi Shastri (PC: BCCI)

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકા (IND vs SA) વચ્ચેની T20 શ્રેણી શરૂ થવામાં હવે માત્ર થોડા દિવસો બાકી છે. કેએલ રાહુલ (KL Rahul) ના નેતૃત્વમાં ટીમ ઈન્ડિયા (Team India) આ શ્રેણી પર કબજો કરવા ઉતરશે. પરંતુ પ્રથમ મેચમાં પ્લેઇંગ-11 શું હશે? ભારતના ભૂતપૂર્વ કોચ રવિ શાસ્ત્રી (Ravi Shastri) એ પ્રથમ મેચ માટે પોતાની પ્લેઈંગ-11 જાહેર કરી છે. જેમાં કેટલાક ચોંકાવનારા નિર્ણયો સામે આવ્યા છે.

તમને જણાવી દઇએ કે 9 જુનથી ભારત અને સાઉથ આફ્રિકા વચ્ચે 5 મેચની ટી20 સીરિઝની શરૂઆત થઇ રહી છે. જેના ભાગ રૂપે ભારતના પુર્વ કોચ રવિ શાસ્ત્રીએ 9 જૂને નવી દિલ્હીમાં યોજાનારી પહેલી ટી20 મેચ માટે લોકેશ રાહુલ (KL Rahul) સાથે ઓપનિંગ કરવા માટે ઋતુરાજ ગાયકવાડ (Ruturaj Gaikwad) ની પસંદગી કરી છે. ત્યાર બાદ ઈશાન કિશન, શ્રેયસ અય્યર અને રિષભ પંતને તક આપવામાં આવી છે.

રવિ શાસ્ત્રીએ કહ્યું કે, ઓપનિંગ માટે ફક્ત ઋતુરાજ અને કેએલ રાહુલ જ શ્રેષ્ઠ હશે. જો તમે ઈશાનને રમાડવો હશેે તો તમે તેને નંબર-3 પર લઈ જઇ શકો છો. ત્યાર બાદ શ્રેયસ અય્યર બાદમાં ઋષભ પંત અને પછી હાર્દિક પંડ્યાનો નંબર આવે છે.

Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી
Knowledge : ચાલતી ટ્રેનમાં ધડક-ધડક અવાજ કેમ આવે છે? જાણો કારણ

જો ટી20 મેચમાં ટીમ ઇન્ડિયાની બોલિંગની વાત કરીએ તો રવિ શાસ્ત્રીએ અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર અને યુઝવેન્દ્ર ચહલને તક આપી છે. તેમજ પ્લેઇંગ-11 માં અર્શદીપ સિંહ અથવા ઉમરાન મલિકને લેવાની સલાહ રવિ શાસ્ત્રીએ આપી છે.

આશ્ચર્યની વાત એ છે કે, રવિ શાસ્ત્રીએ IPL 2022 માં શાનદાર પ્રદર્શન કરનાર દિનેશ કાર્તિક (Dinesh Kartik) ને પોતાની પ્લેઇંગ-11 માં સ્થાન આપ્યું નથી. દિનેશ કાર્તિકે આઈપીએલમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) માટે ફિનિશરની શાનદાર ભૂમિકા ભજવી હતી. તેના આધારે તે 37 વર્ષની ઉંમરે ટીમ ઈન્ડિયામાં પણ પાછો ફર્યો હતો.

પહેલી ટી20 માટે રવિ શાસ્ત્રીની પ્લેઈંગ-11:

કેએલ રાહુલ (સુકાની), ઋતુરાજ ગાયકવાડ, ઈશાન કિશન, શ્રેયસ ઐયર, ઋષભ પંત, હાર્દિક પંડ્યા, અક્ષર પટેલ, ભુવનેશ્વર કુમાર, યુઝવેન્દ્ર ચહલ, અર્શદીપ સિંહ/ઉમરાન મલિક હર્ષલ પટેલ.

ટી20 સીરિઝનો સંપુર્ણ કાર્યક્રમઃ

  1. પહેલી ટી20 મેચઃ 9 જુન, અરૂણ જેટલી સ્ટેડિયમ, દિલ્હી
  2. બીજી ટી20 મેચઃ 12 જુન, બારાબતી સ્ટેડિયમ, કટક
  3. ત્રીજી ટી20 મેચઃ 14 જુન, વીડીસીએ ક્રિકેટ સ્ટેડિયમ, વિશાખાપટ્ટનમ
  4. ચોથી ટી20 મેચઃ 17 જુન, સૌરાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન, રાજકોટ
  5. પાંચમી ટી20 મેચઃ 19 જુન, એમ. ચિન્નાસ્વામી સ્ટેડિયમ, બેંગ્લોર
Next Article