
દક્ષિણ આફ્રિકાએ ભારતના પ્રવાસની પ્રથમ ટેસ્ટ જીતી શ્રેણી પહેલાથી જ પોતાના તરફ કરી લીધી છે, હવે ટેસ્ટ શ્રેણીની સાથે દક્ષિણ આફ્રિકાએ ODI અને T20 શ્રેણીની તૈયારીઓ પણ શરૂ કરી દીધી છે. વાઈટ બોલની શ્રેણી માટે બંને ટીમોની જાહેરાત કરવામાં આવી છે. કેપ્ટન ટેમ્બા સહિત ઘણા સિનિયર ખેલાડીઓ ODI ટીમમાં પાછા ફર્યા છે.
ગુવાહાટીમાં ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચેની બીજી ટેસ્ટ મેચના એક દિવસ પહેલા ક્રિકેટ સાઉથ આફ્રિકાએ 30 નવેમ્બરથી શરૂ થનારી ODI શ્રેણી અને 9 ડિસેમ્બરથી શરૂ થનારી T20I શ્રેણી માટે ટીમની જાહેરાત કરી. આફ્રિકન પસંદગીકારોએ પાંચ મેચની T20I શ્રેણી માટે 16 સભ્યોની ટીમની પસંદગી કરી અને તેમાં નોર્કિયાનો સમાવેશ કરવામાં આવ્યો. નોર્કિયા છેલ્લે 2024 ના T20 વર્લ્ડ કપ ફાઈનલમાં જોવા મળ્યો હતો.
T20 ટીમનું નેતૃત્વ એડન માર્કરામ કરશે, જે તાજેતરના પાકિસ્તાન પ્રવાસ દરમિયાન શ્રેણીમાંથી બહાર થઈ ગયો હતો. ક્વિન્ટન ડી કોક, રીઝા હેન્ડ્રિક્સ અને ડેવિડ મિલર, જેમણે પાકિસ્તાનમાં જોરદાર વાપસી કરી હતી, તેઓ પણ આ શ્રેણીમાં રમતા જોવા મળશે. માત્ર માર્કરામ જ નહીં, પરંતુ પાકિસ્તાન પ્રવાસ દરમિયાન બંને ફોર્મેટમાં શ્રેણીમાંથી બ્રેક લેનારા મોટાભાગના સિનિયર ખેલાડીઓ હવે પાછા ફર્યા છે. ટેમ્બા બાવુમા ફરી એકવાર ODI ટીમનું નેતૃત્વ કરશે. જોકે, નોર્કિયાને ફક્ત T20 ટીમમાં જ પસંદ કરવામાં આવ્યો છે, જ્યારે સ્ટાર ફાસ્ટ બોલર કાગીસો રબાડા, જે ઈજાને કારણે બીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો હતો, તે બંને શ્રેણીનો ભાગ નથી.
30 નવેમ્બરે રાંચીમાં વનડે શ્રેણી શરૂ થશે. બીજી મેચ 3 ડિસેમ્બરે રાયપુરમાં રમાશે, જ્યારે છેલ્લી વનડે 6 ડિસેમ્બરે વિશાખાપટ્ટનમમાં રમાશે. પાંચ મેચની T20 શ્રેણી 9 ડિસેમ્બરે શરૂ થશે અને 19 ડિસેમ્બર સુધી ચાલશે.
ટેમ્બા બાવુમા (કેપ્ટન), ઓટ્ટનીએલ બાર્ટમેન, કોર્બીન બોશ, મેથ્યુ બ્રેટ્ઝકે, ડેવાલ્ડ બ્રેવિસ, નાન્દ્રે બર્ગર, ક્વિન્ટન ડી કોક, ટોની ડી જોર્ઝી, રુબિન હરમન, કેશવ મહારાજ, માર્કો યાનસન, એડન માર્કરામ, રેયાન રિકલ્ટન, પ્રેનેલન સુબ્રાયન.
એઇડન માર્કરામ (કેપ્ટન), ઓટ્ટનીએલ બાર્ટમેન, કોર્બિન બોશ, ડેવાલ્ડ બ્રેવિસ, ક્વિન્ટન ડી કોક, ટોની ડી જોર્ઝી, ડોનોવન ફરેરા, રીઝા હેન્ડ્રીક્સ, માર્જો જેન્સન, જ્યોર્જ લિન્ડે, ક્વેના મ્ફાકા, ડેવિડ મિલર, લુંગી એનગીડી, એનરિચ નોરખિયા, ટ્રીસ્ટન સ્ટબ્સ, કેશવ મહારાજ.
આ પણ વાંચો: ફોર્મમાં ચાલી રહેલા વૈભવ સૂર્યવંશીને સુપર ઓવરમાં બેટિંગ કેમ ન મળી? કેપ્ટન જીતેશ શર્મા પર ઉઠ્યા સવાલ