Gautam Gambhir: બીજી વખત ક્લીન સ્વીપ, શું ગૌતમ ગંભીર હવે રાજીનામું આપશે? ભારતીય કોચે આપ્યો જવાબ

ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ ટીમ ઈન્ડિયા એક વર્ષમાં બીજી વખત ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી હારી ગઈ. માત્ર હારી નહીં પણ ટીમનો વ્હાઇટવોશ થયો. આવી ખરાબ હાર બાદ કોચ ગંભીરને રાજીનામા અંગે પૂછવામાં આવતા, જાણો તેણે શું જવાબ આપ્યો.

Gautam Gambhir: બીજી વખત ક્લીન સ્વીપ, શું ગૌતમ ગંભીર હવે રાજીનામું આપશે? ભારતીય કોચે આપ્યો જવાબ
Gautam Gambhir
Image Credit source: X
| Updated on: Nov 26, 2025 | 10:04 PM

ગયા વર્ષે, ન્યુઝીલેન્ડ અને હવે દક્ષિણ આફ્રિકાએ ભારતમાં ટેસ્ટ શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો વ્હાઇટવોશ કર્યો. આ બંને શ્રેણીમાં ટીમ ઈન્ડિયાનો પરાજય ગૌતમ ગંભીરના કોચિંગ હેઠળ થયો હતો, જેના કારણે તમને હટાવવાની માંગણીઓ થઈ હતી. જોકે, ગંભીરે સ્પષ્ટ કર્યું છે કે આ નિર્ણય તે પોતે નહીં, પરંતુ BCCI લેશે. વધુમાં, ગંભીરે વળતો જવાબ આપ્યો કે ટીમે તેમના નેતૃત્વ હેઠળ ચેમ્પિયન્સ ટ્રોફી જીતી હતી.

કોચિંગના ભવિષ્ય વિશે ગંભીરે શું કહ્યું?

દક્ષિણ આફ્રિકા સામેની હાર બાદ ગંભીર એક પ્રેસ કોન્ફરન્સમાં દેખાયો જ્યાં તેને અનેક તીખા પ્રશ્નોનો સામનો કરવો પડ્યો. હાર માટે આખી ટીમને દોષી ઠેરવતા ગંભીરે કહ્યું કે બધું જ તેની સાથે શરૂ થાય છે. ટેસ્ટ કોચ તરીકેના તેના ભવિષ્ય વિશે પૂછવામાં આવતા, ગંભીરે BCCI પર જવાબદારી મૂકીને પોતાના કાર્યકાળનો બચાવ કર્યો. ગંભીરે કહ્યું, “આ નિર્ણય લેવાની જવાબદારી BCCIની છે. કોચ બન્યા પછી મેં મારી પહેલી પ્રેસ કોન્ફરન્સમાં કહ્યું હતું કે હું મહત્વપૂર્ણ નથી, ભારતીય ક્રિકેટ મહત્વપૂર્ણ છે. ભૂલશો નહીં, હું એ જ વ્યક્તિ છું જેણે ઇંગ્લેન્ડમાં ટેસ્ટ શ્રેણી ડ્રો, ચેમ્પિયન્સ ટ્રોફી અને એશિયા કપ જીતવા ટીમને દોરી હતી.”

ટીમમાં અનુભવનો અભાવ

ગંભીરે એમ પણ કહ્યું કે ટીમ ઈન્ડિયા બદલાવના તબક્કામાંથી પસાર થઈ રહી છે અને વર્તમાન ટીમમાં અનુભવનો અભાવ છે. વધુમાં, તેણે સ્પષ્ટપણે કહ્યું કે જો આપણે ટેસ્ટ ક્રિકેટમાં નંબર વન ટીમ બનવા માંગીએ છીએ, તો આ ફોર્મેટને પ્રાથમિકતા આપવી જોઈએ. તેણે ઉમેર્યું, “આપણે વધુ સારું રમવાની જરૂર છે. અચાનક 95/1 થી 122/7 પર જવું અસ્વીકાર્ય છે. તમે કોઈ એક ખેલાડી અથવા કોઈ એક શોટને દોષી ઠેરવી શકતા નથી. મેં ક્યારેય કોઈને દોષ આપ્યો નથી, અને હું ક્યારેય નહીં કરું.”

છેલ્લા એક વર્ષમાં ટીમ ઈન્ડિયાનો રેકોર્ડ

ન્યૂઝીલેન્ડ સામે 0-3થી હારનાર ટીમ ઈન્ડિયા હવે દક્ષિણ આફ્રિકા સામે 2-0થી હારી ગઈ છે. કોલકાતા ટેસ્ટ 30 રનથી હાર્યા બાદ, ગુવાહાટી ટેસ્ટમાં પણ ટીમ ઈન્ડિયાને 408 રનથી શરમજનક હારનો સામનો કરવો પડ્યો હતો. ગયા વર્ષે ત્રણેય ફોર્મેટમાં ટીમ ઈન્ડિયાના કોચ બનેલા ગંભીરના નેતૃત્વમાં ઘરઆંગણે નવ મેચોમાં આ ભારતીય ટીમનો પાંચમો પરાજય છે. તેમાંથી ફક્ત ચાર જીત બાંગ્લાદેશ અને વેસ્ટ ઈન્ડિઝ જેવી નબળી ટીમો સામે આવી હતી.

આ પણ વાંચો: ગુજરાતના યુવા ક્રિકેટરે માત્ર 31 બોલમાં ફટકારી સદી, વૈભવ સૂર્યવંશી બે છગ્ગા ફટકારી આઉટ

ક્રિકેટ સહિત રમતગમતના દરેક સમાચાર વાંચવા અહીં ક્લિક કરો