IND vs SA: ટીમ ઇન્ડિયાના કોઇ પણ ખેલાડીને કોરોના સંક્રમણ થવાની સ્થિતીમાં પણ સિરીઝ નહી અટકાવાય, BCCI ની આશ્વર્યજનક ડીલ!

|

Dec 22, 2021 | 8:41 PM

ભારત અને સાઉથ આફ્રિકા (India Vs South Africa) સિરીઝ દરમિયાન કોઈપણ ખેલાડીને કોરોના હોય તો પણ સિરીઝ અટકશે નહીં. CSA મેડિકલ ઓફિસરનું મોટું નિવેદન.

IND vs SA: ટીમ ઇન્ડિયાના કોઇ પણ ખેલાડીને કોરોના સંક્રમણ થવાની સ્થિતીમાં પણ સિરીઝ નહી અટકાવાય, BCCI ની આશ્વર્યજનક ડીલ!
Indian Cricket Team

Follow us on

છેલ્લા બે વર્ષમાં, કોરોના વાયરસ (Corona Virus) ને કારણે ઘણી શ્રેણીઓ રદ અથવા સ્થગિત કરવામાં આવી છે. પરંતુ હવે BCCI તેવા મૂડમાં નથી. એવા અહેવાલો છે કે દક્ષિણ આફ્રિકાના પ્રવાસ (Tour of South Africa) પર કોઈપણ ખેલાડીને કોરોના થશે તો પણ શ્રેણી ચાલુ રહેશે. આ દાવો ક્રિકેટ સાઉથ આફ્રિકા (CSA) ના મેડિકલ ઓફિસર સુહૈબ માંજરાએ કર્યો છે.

સુહૈબ માંજરાએ કહ્યું કે BCCI (ક્રિકેટ બોર્ડ ઓફ ઈન્ડિયા) અને CSA એ પરસ્પર સંમત થયા છે, કે ખેલાડીઓ અથવા સપોર્ટ સ્ટાફમાં કોવિડ-19 પોઝિટિવ કેસ મળી આવે તો પણ બંને ટીમો ટેસ્ટ અને ODI શ્રેણી ચાલુ રાખશે. આટલું જ નહીં, જે ખેલાડીઓ કોરોના પોઝિટિવ જોવા મળે છે તેમના નજીકના સંપર્કમાં છે તેમને પણ અલગ કરવામાં આવશે નહીં.

ભારતીય ટીમ (Team India) 26 ડિસેમ્બરથી દક્ષિણ આફ્રિકા સામે ત્રણ મેચની ટેસ્ટ શ્રેણી શરૂ કરશે. ત્યારબાદ 3 થી 7 જાન્યુઆરી દરમિયાન જોહાનિસબર્ગમાં બીજી ટેસ્ટ અને 11 થી 15 જાન્યુઆરી સુધી કેપટાઉનમાં ત્રીજી ટેસ્ટ રમાશે. ટેસ્ટ શ્રેણી બાદ ત્રણ મેચની વનડે શ્રેણી રમાશે, જેની મેચ 19, 21 અને 23 જાન્યુઆરીએ રમાશે.

આજનું રાશિફળ તારીખ : 20-05-2024
દેશી સફેદ જુવાર ખાવાના ફાયદા, જાણીને ચોંકી જશો
Cannesમાં કિયારા અડવાણીનો ચાલ્યો જાદું, પિંક અને બ્લેક ગાઉનમાં લૂટી મહેફિલ
જાહ્નવી કપૂરની ફિટનેસ ટ્રેનર પણ છે ખૂબ ગ્લેમરસ, જુઓ તસવીર
આ મેદાન પર રમાશે ભારત અને પાકિસ્તાનની મેચ, જુઓ વીડિયો
First Ballot Box વિશે જાણો, તેના દ્વારા થઈ હતી દેશની પ્રથમ ચૂંટણી

 

દક્ષિણ આફ્રિકા પ્રવાસ માટે BCCI દ્વારા આશ્ચર્યજનક ડીલ!

દક્ષિણ આફ્રિકા (CSA)ના મેડિકલ ઓફિસર સુહૈબ માંજરાએ કહ્યું, ‘અમે ભારત સાથે ચર્ચા કરી અને પ્રોટોકોલ પર સંમત થયા. દરેકને ‘બાયો-બબલ’ની અંદર રસી આપવામાં આવેલી હશે, પછી જો કોઈ પોઝિટિવ કેસ સામે આવે અને જો તેની સ્થિતિ સ્થિર હોય, તો તેને હોટેલની અંદર જ આઈસોલેટ કરવામાં આવશે.’ તેમણે કહ્યું, ‘કોન્ટેક્ટ પ્લેયર્સને રમવું અને પ્રેક્ટિસ કરવી. ચાલુ રહેશે અને દરરોજ તેમનું પરીક્ષણ કરવામાં આવશે.

એવું જાણવા મળ્યું છે કે રેપિડ એન્ટિજેન ટેસ્ટ દરરોજ કરવામાં આવશે અને બંને ટીમો પોઝિટિવ કેસને કારણે ઊભી થતી પરિસ્થિતિ માટે તૈયાર છે. પરંતુ જ્યાં સુધી યોગ્ય સાવચેતી રાખવામાં આવશે ત્યાં સુધી આ સિલસિલો ચાલુ રહેશે. તેમણે કહ્યું, CSA દ્વારા ભારતીય ટીમને આપવામાં આવેલા બાયો-બબલથી BCCI ખૂબ જ સંતુષ્ટ છે. હા, અમે ચોક્કસપણે અમારા ખેલાડીઓ અને તેમના પરિવારના શ્રેષ્ઠ હિતમાં નિર્ણય લઈશું.

 

પૈસા માટે BCCI-CSA ડીલ!

BCCI ના એક વરિષ્ઠ અધિકારીએ નામ ન આપવાની શરતે ન્યુઝ એજન્સીને જણાવ્યું હતું કે, અત્યાર સુધી દરેક જણ બાયો બબલમાં છે અને નિયમિત પરીક્ષણો કરવામાં આવી રહ્યા છે. અધિકારીએ કહ્યું, વિવાદનો મુદ્દો એ હતો કે નજીકના સંપર્કોનું શું થાય છે. તમારો કોઈ ખેલાડી અથવા સપોર્ટ સ્ટાફ પોઝિટિવ હોઈ શકે છે પરંતુ અગાઉ અમે જોયું કે જો નજીકના સંપર્કો RT-PCR ટેસ્ટમાં નેગેટિવ આવ્યા તો પણ તેમને સેલ્ફ આઈસોલેટ થવું પડ્યું હતું. જ્યારે આવું થાય છે ત્યારે મેચ ચાલુ રાખવી મુશ્કેલ બની જાય છે.

શ્રેણીના પ્રસારણ અધિકારોમાંથી મળેલી જંગી રકમ સિવાય વ્યાપારી અધિકારોના સંદર્ભમાં દક્ષિણ આફ્રિકા ક્રિકેટ માટે ભારતનો પ્રવાસ ખૂબ જ મહત્વપૂર્ણ છે. ભારતીય ટીમ સેન્ચુરિયનના એક રિસોર્ટમાં રોકાઈ રહી છે જ્યાં બાયો-બબલની અંદર પુષ્કળ જગ્યા છે. જેથી તેમના પરિવારો ફાઈવ-સ્ટાર હોટેલમાં રહેતા હતા તે રીતે બંધ રૂમમાં સીમિત ન રહે.

 

આ પણ વાંચોઃ IND vs SA: દક્ષિણ આફ્રિકા સામે સૌથી વધારે ટેસ્ટ રન બનાવનાર ભારતીય, વિરાટ કોહલીની પાસે લાંબી છલાંગ લગાવવાનો મોકો

આ પણ વાંચોઃ IPL 2022 Mega Auction: જાણો ક્યારે અને ક્યાં યોજાશે મેગા ઓક્શન, સામે આવ્યા સમાચાર

Published On - 8:36 pm, Wed, 22 December 21

Next Article