
ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે બોક્સિંગ ડેનો પ્રથમ દિવસ ખૂબ જ રોમાંચક રહ્યો હતો. પહેલા સાઉથ આફ્રિકાએ ટીમ ઈન્ડિયાના બેટિંગ ઓર્ડરને હચમચાવી નાખ્યો, પછી કેએલ રાહુલની શાનદાર બેટિંગના કારણે આફ્રિકન બોલરો બેકફૂટ પર જોવા મળ્યા. અંતે વરસાદે રમતને બગાડી નાખી અને મેચ નિર્ધારિત સમય પહેલા રોકવી પડી. પ્રથમ દિવસની રમતના અંત સુધીમાં ભારતનો સ્કોર 208/8 હતો.
આ મેચમાં આફ્રિકાના કેપ્ટન ટેમ્બા બાવુમાએ ટોસ જીતીને ટીમ ઈન્ડિયાને પ્રથમ બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. વર્લ્ડ કપ ફાઈનલમાં હાર બાદ ટીમમાં રોહિત શર્મા અને વિરાટ કોહલી પુનરાગમન કરી રહ્યા હતા, તેથી બધાની નજર તેમના પર હતી. પરંતુ આફ્રિકાના કાગીસો રબાડાએ આખી રમત બગાડી નાખી. ટીમ ઈન્ડિયાનો ટોપ ઓર્ડર અને મિડલ ઓર્ડર રબાડાની સામે ફ્લોપ સાબિત થયો હતો. રબાડાએ પહેલા જ દિવસે પાંચ વિકેટ ઝડપીને ભારતીય ટીમને બેકફૂટ પર ધકેલી દીધી હતી, જ્યારે માર્કો જેન્સનને એક અને નાન્દ્રે બર્જરને બે વિકેટ મળી હતી.
That’ll be Tea on Day 1 of the 1st Test#TeamIndia 176/7
Scorecard – https://t.co/032B8Fmvt4 #SAvIND pic.twitter.com/IK9wKivNVk
— BCCI (@BCCI) December 26, 2023
જ્યારે કેપ્ટન રોહિત શર્મા માત્ર 5 રનના સ્કોર પર આઉટ થયો ત્યારે ટોપ ઓર્ડર થોડી જ વારમાં ખોરવાઈ ગયો. યશસ્વી જયસ્વાલ માત્ર 17 રન અને શુભમન ગિલ માત્ર 2 રન બનાવી શક્યો હતો. ટીમ ઈન્ડિયાને શરૂઆતના આંચકાઓ બાદ વિરાટ કોહલી (38) અને શ્રેયસ અય્યર (31)એ ઈનિંગ સંભાળી હતી, પરંતુ વિરાટ કોહલીના આઉટ થતા જ ટીમ ઈન્ડિયાની અડધી ટીમ પેવેલિયન પરત ફરી હતી.
KL Rahul earns a special name from batting coach Vikram Rathour after his heroics in Centurion #SAvIND | #WTC25https://t.co/WhAdgIThom
— ICC (@ICC) December 26, 2023
આ પછી કેએલ રાહુલે કમાન સંભાળી, જે મિડલ ઓર્ડર બેટ્સમેન તરીકે ટેસ્ટ ક્રિકેટમાં વાપસી કરી રહ્યો છે. મુશ્કેલ સમયમાં, રાહુલે નીચલા ક્રમના બેટ્સમેનો સાથે બેટિંગ કરી અને દિવસની રમતના અંત સુધી 70 રનના સ્કોર પર અણનમ રહ્યો. પીચના પ્રકાર મુજબ કેએલ રાહુલની આ ઈનિંગે ટીમ ઈન્ડિયાને ઘણી મદદ કરી છે. કેએલ રાહુલની આ ઈનિંગના દમ પર જ ટીમ ઈન્ડિયા પહેલા દિવસે 59 ઓવરમાં 8 વિકેટના નુકસાન પર 208 રન બનાવી શકી હતી, જોકે વરસાદના કારણે પહેલા દિવસની રમત જલ્દી સમાપ્ત થઈ ગઈ હતી.
આ પણ વાંચો : IPLમાં ચીનની એન્ટ્રી પર બેન, સ્પોન્સરશિપ પર BCCIનો મોટો નિર્ણય !