IND vs SA: વિરાટ કોહલીની સ્ટંમ્પ માઇક હરકત પર ભડક્યો ગૌતમ ગંભીર, કહ્યુ, ‘ક્યારેય નહી બની શકે યુવાનોનો આદર્શ’

|

Jan 14, 2022 | 3:35 PM

ભારત અને દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) વચ્ચે કેપટાઉન (Cape Town Test) માં ચોથા દિવસે ડીન એલ્ગરના DRS ને લઈને વિવાદ થયો હતો.

IND vs SA: વિરાટ કોહલીની સ્ટંમ્પ માઇક હરકત પર ભડક્યો ગૌતમ ગંભીર, કહ્યુ, ક્યારેય નહી બની શકે યુવાનોનો આદર્શ
Virat Kohli ડીઆરએસ બાદ સ્ટંપ માઇકમાં કરી હતી કોમેન્ટ

Follow us on

ભારત અને દક્ષિણ આફ્રિકા (Gautam Gambhir) વચ્ચે કેપટાઉનમાં શ્રેણીની ત્રીજી અને નિર્ણાયક ટેસ્ટ મેચ રમાઈ રહી છે. મેચના ત્રીજા દિવસે કેપ્ટન ડીન એલ્ગરને રિવ્યુમાં મળેલા જીવન દાન બાદ મોટો વિવાદ ઉભો થયો છે. વિરાટ કોહલી (Virat Kohli) હોક આઈના નિર્ણયથી સહમત ન હતો અને આવી સ્થિતિમાં તેણે મેદાન પર ખુલ્લેઆમ પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો હતો. કોહલીએ સ્ટમ્પ માઈક પર જઈને ઘણું બધું કહ્યું. દરમિયાન તે ગુસ્સામાં જમીન પર પગ પછાડતો પણ જોવા મળ્યો હતો. પૂર્વ ભારતીય બેટ્સમેન ગૌતમ ગંભીરે (Gautam Gambhir) કોહલીની આ હરકતો પર નારાજગી વ્યક્ત કરી છે.

ઇનિંગ્સની 27મી ઓવરમાં આર અશ્વિનનો બોલ એલ્ગરના પેડ પર વાગ્યો અને અમ્પાયરે દક્ષિણ આફ્રિકાના કેપ્ટનને એલબીડબ્લ્યુ આઉટ કર્યો. એલ્ગરે હોક આઈએ બોલને લેગ સ્ટમ્પની ઉપર જતો બતાવ્યો અને આનાથી એલ્ગરને જીવન મળ્યું. કોહલી સ્ટમ્પ પાસે ગયો અને કહ્યું, ‘જ્યારે તમારી ટીમ બોલને ચમકાવી રહી હોય તો તેના પર ધ્યાન આપો. હંમેશા વિરોધી ટીમ તરફ ન જુઓ.’ કોહલીની આ નિવેદનબાજીને અપરિપક્વ ગણાવી હતી.

ગૌતમ કોહલીને લઇ ગંભીર રિએક્શનમાં

પૂર્વ ઓપનર ગૌતમ ગંભીરે કહ્યું કે કોહલીએ જે કર્યું તે પછી યુવાનો તેને રોલ મોડલ નહીં ગણે. સ્ટાર સ્પોર્ટ્સ પર વાત કરતા તેણે કહ્યું, ‘કોહલી ખૂબ જ અપરિપક્વ છે. ટીમ ઈન્ડિયાના કેપ્ટન હોવાના કારણે સ્ટમ્પ પર આવી વાત કરવી ખૂબ જ ખોટું છે. આમ કરવાથી તમે ક્યારેય યુવાનો માટે રોલ મોડલ નહીં બની શકો. પ્રથમ દાવમાં વિકેટકીપરનો કેચ 50-50 હતો, પછી તમે શાંત હતા અને મયંક અપીલ કરી રહ્યો હતો. મને લાગે છે કે દ્રવિડે આ મામલે કોહલી સાથે વાત કરવી જોઈએ.’

હવે આખું વર્ષ મોબાઈલ રિચાર્જની ઝંઝટ ખતમ, આ છે Jio અને Airtelના સૌથી સસ્તા વાર્ષિક પ્લાન
રિંકુ સિંહને કપિરાજે 6 વખત બચકા ભર્યા છે, જુઓ ફોટો
PAK ક્રિકેટરની સુંદર પત્નીનું ભારત કનેક્શન, જુઓ તસવીર
WhatsApp Tips : WhatsApp પર ડિલિટ કરેલા મેસેજ આ રીતે જુઓ, અલગ એપની જરુર નથી
ગુજરાતમાં કયા છે અંબાણી પરિવારની આલીશાન હવેલી, જુઓ તસવીર
પાંડવો-કૌરવોની મહાભારતનું કારણ હતા આ 5 ગામ, જે આજે બની ગયા છે નામી શહેર

એનગિડી એ પણ મોટું નિવેદન આપ્યું છે

દરમિયાન સાઉથ આફ્રિકાની ટીમ પણ કોહલી અને ટીમ ઈન્ડિયાના નિવેદન બાજી થી ખુશ દેખાઈ ન હતી. ટીમના ફાસ્ટ બોલર લુંગી એનગિડીએ કહ્યું કે ટીમ ઈન્ડિયાના ખેલાડીઓની હરકતો દર્શાવે છે કે તેઓ દબાણ અનુભવી રહ્યા છે.

તેણે કહ્યું, ‘મને લાગે છે કે આવી પ્રતિક્રિયા નિરાશા દર્શાવે છે. ટીમો ઘણીવાર આનો લાભ લે છે. તમે ક્યારેય તમારી લાગણીઓને વધુ પડતી વ્યક્ત કરવા માંગતા નથી, પરંતુ તમે સ્પષ્ટપણે જોઈ શકો છો કે તેની લાગણીઓ ઘણી વધારે હતી અને તે દર્શાવે છે કે તે દબાણ અનુભવી રહ્યો છે.’

 

આ પણ વાંચોઃ IND vs SA: ચેતેશ્વર પુજારા-રહાણેની નિષ્ફળતા વચ્ચે અમદાવાદના પ્રિયાંક પંચાલ થી લઇ આ સ્ટાર ખેલાડીઓનો સમય બર્બાદ

 

આ પણ વાંચોઃ IND vs SA: કેપટાઉનમાં થયો ગજબનો ચમત્કાર ! 145 વર્ષના ટેસ્ટ ક્રિકેટના ઇતિહાસમાં ના થઇ શક્યુ એ કમાલનો રેકોર્ડ રચાયો

Published On - 3:14 pm, Fri, 14 January 22

Next Article