IND vs SA: દક્ષિણ આફ્રિકા કેપટાઉનમાં ટીમ ઇન્ડિયાની ‘દુઃખતી નસ’ દબાવશે, ડીન એલ્ગરે આપી ‘ચેતવણી’

|

Jan 11, 2022 | 9:31 AM

સેન્ચુરિયનમાં હાર્યા બાદ દક્ષિણ આફ્રિકા (South Africa) એ જોહાનિસબર્ગમાં બદલો લીધો, હવે કેપટાઉનમાં રમાનારી ત્રીજી ટેસ્ટમાં સિરીઝના વિજેતાનો નિર્ણય થશે.

IND vs SA: દક્ષિણ આફ્રિકા કેપટાઉનમાં ટીમ ઇન્ડિયાની દુઃખતી નસ દબાવશે, ડીન એલ્ગરે આપી ચેતવણી
Dean Elgar: ફાસ્ટ બોલરો કેપટાઉનમાં અમારા શ્રેષ્ઠ મિત્રો રહેશે.

Follow us on

સેન્ચુરિયનમાં દક્ષિણ આફ્રિકા (India Vs South Africa) સામે ઐતિહાસિક જીત મેળવ્યા બાદ, ટીમ ઈન્ડિયાના ચાહકોને લાગ્યું કે હવે ભારતીય ટીમ (Indian Cricket Team) ટેસ્ટ શ્રેણી પર આસાનીથી કબજો કરી લેશે. જો કે, જોહાનિસબર્ગમાં કંઈક એવું બન્યું, જેના પછી યજમાનોના ઉત્સાહમાં વધારો થયો. દક્ષિણ આફ્રિકાએ જોહાનિસબર્ગમાં ટીમ ઈન્ડિયા (Team India) ને 7 વિકેટે હરાવીને શ્રેણી 1-1 થી બરાબર કરી લીધી છે અને હવે અંતિમ મેચ કેપટાઉનમાં થશે. અંતિમ લડાઈ પહેલા દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે (Dean Elgar) ટીમ ઈન્ડિયાની દુઃખતી નસ દબાવવાની ચેતવણી આપી છે.

ડીન એલ્ગરે કહ્યું છે કે જો તે કેપટાઉનમાં જોહાનિસબર્ગ જેવું પ્રદર્શન કરશે, તો દક્ષિણ આફ્રિકા શ્રેણી જીતશે. ડીન એલ્ગરે ટીમ ઈન્ડિયાને ઈશારામાં ચેતવણી આપતા કહ્યું કે હવે કેપટાઉનમાં તે વિરોધીઓ સામે પોતાની પેસ બેટરીનો ભરપૂર ઉપયોગ કરશે.

કેપટાઉનમાં ઝડપી બોલર આફ્રિકાને શ્રેણી જીતાડશે?

ઝડપી બોલરોને કેપટાઉનની પીચ હંમેશા મદદ કરતી રહી છે. સાથે જ દક્ષિણ આફ્રિકાના કેપ્ટન ડીન એલ્ગરે સંકેત આપ્યો છે કે તે ત્રીજી ટેસ્ટમાં તમામ ઝડપી બોલરોને તક આપવા જઈ રહ્યો છે. ડીન એલ્ગરે દક્ષિણ આફ્રિકાના મીડિયા સાથેની વાતચીતમાં કહ્યું, ‘મારું માનવું છે કે ત્રીજી ટેસ્ટ અમારા માટે ખૂબ જ મહત્વપૂર્ણ છે. જો અમે જોહાનિસબર્ગ ટેસ્ટની જેમ રમીશું તો કેપટાઉનમાં જીતીશું. ફાસ્ટ બોલરો કેપટાઉનમાં અમારા શ્રેષ્ઠ મિત્રો હશે.

ગરમીમાં નસકોરી ફુટે તો ઘબરાશો નહીં, આ ઘરેલુ ઉપચારથી મળશે તરત રાહત
એપ્રિલમાં 77 ટકા... 4 વર્ષમાં 400%, ટાટાનો આ શેર બન્યો રોકેટ
ફૂટબોલ ગ્રાઉન્ડ કરતાં પણ મોટું છે જાહન્વી કપૂરનું ઘર, હવે આપશે ભાડે
ઉનાળામાં મોઢાં પર બરફ ઘસવાના ફાયદા છે ચોંકાવનારા, જાણી લો
પરશુરામના એ ત્રણ શિષ્યો જેમણે લડ્યુ હતુ મહાભારતનું યુદ્ધ, જાણો કોણ હતા એ!
શું મધ ક્યારેય એક્સપાયર થાય છે ? કેવી રીતે નક્કી કરશો મધ અસલી છે કે નકલી ?

દક્ષિણ આફ્રિકાની ટીમ માટે કેપ ટાઉનનું ન્યુલેન્ડ્સ મેદાન ઘણું નસીબદાર રહ્યું છે. આ મેદાન પર ટીમ ઈન્ડિયા ક્યારેય દક્ષિણ આફ્રિકા સામે જીતી શકી નથી. અહી બંને ટીમો વચ્ચે પાંચ મેચ રમાઈ છે જેમાંથી દક્ષિણ આફ્રિકાએ 3માં જીત મેળવી હતી અને 2 ડ્રો રહી હતી. 2014થી દક્ષિણ આફ્રિકા આ ​​મેદાન પર માત્ર એક મેચ હારી છે.

ટીમ ઈન્ડિયાની નબળી બેટિંગ

વર્તમાન શ્રેણીની વાત કરીએ તો ટીમ ઈન્ડિયાની નબળી કડી તેની બેટિંગ છે. ટીમમાં કેએલ રાહુલ, વિરાટ કોહલી, ચેતેશ્વર પુજારા અને અજિંક્ય રહાણે જેવા દિગ્ગજ હોવા છતાં રાહુલ સિવાય ત્રણ દિગ્ગજ ખેલાડીઓ આઉટ ઓફ ફોર્મ છે. ભારતનો આખો મિડલ ઓર્ડર ટીમની નબળી કડી બની રહી છે.

જોહાનિસબર્ગ ટેસ્ટમાં દક્ષિણ આફ્રિકાના બોલરોએ આનો ફાયદો ઉઠાવ્યો હતો. ટીમ ઈન્ડિયા પહેલા દાવમાં માંડ માંડ 200નો આંકડો સ્પર્શી શકી અને તેનો ફાયદો યજમાનોને મળ્યો. તે મેચમાં કેપ્ટનશીપ કરી રહેલા કેએલ રાહુલે પણ તેને હારનું કારણ ગણાવ્યું હતું. તે સ્પષ્ટ છે કે કેપટાઉનમાં ટીમ ઈન્ડિયા પર પેસનો સંપૂર્ણ હુમલો થવા જઈ રહ્યો છે અને હવે વિરાટ એન્ડ કંપનીએ શ્રેણી જીતવા માટે સંપૂર્ણ તાકાત લગાવવી પડશે.

આ પણ વાંચોઃ MS Dhoni: મહેન્દ્રસિંહ ધોનીનો ફોટો શેર કરીને KKR અવળું ફસાયુ, રવિન્દ્ર જાડેજાએ કોમેન્ટ કરતા જ કોલકાતાની બોલતી બંધ! 

 

આ પણ વાંચોઃ IPL 2022: અમદાવાદ અને લખનૌ ટીમે આ તારીખ સુધીમાં પોતાના 3-3 ખેલાડીઓ નક્કિ કરવા પડશે, BCCI એ આપી નવી ડેડલાઇન

 

Published On - 10:39 pm, Sun, 9 January 22

Next Article