IND vs SA: આફ્રિકાની બાદશાહત ખતમ કરવાનુ ટીમ ઇન્ડિયાનુ લક્ષ્ય, ફેન્સ બોલ્યા ‘કોહલી સેના તૈયાર, જીતેંગે આફ્રિકા અબ કી બાર’

|

Dec 26, 2021 | 7:22 PM

ભારતીય ટીમ (Team India) પહેલા દક્ષિણ આફ્રિકાના પ્રવાસ પર ત્રણ ટેસ્ટ મેચની શ્રેણી રમશે. આવી સ્થિતિમાં ભારતીય ટીમ આફ્રિકાને હરાવવાના ઈરાદા સાથે સેન્ચુરિયનમાં ઉતરી છે. આ મેદાનને આફ્રિકન ટીમનો ગઢ માનવામાં આવે છે.

IND vs SA: આફ્રિકાની બાદશાહત ખતમ કરવાનુ ટીમ ઇન્ડિયાનુ લક્ષ્ય, ફેન્સ બોલ્યા કોહલી સેના તૈયાર, જીતેંગે આફ્રિકા અબ કી બાર
Virat Kohli

Follow us on

ભારતીય ટીમ (Team India) આ દિવસોમાં દક્ષિણ આફ્રિકા (South Africa) ના પ્રવાસે છે. ઓસ્ટ્રેલિયામાં શ્રેણી જીત્યા બાદ અને ઈંગ્લેન્ડમાં શાનદાર પ્રદર્શન બાદ ભારતીય ટીમ દક્ષિણ આફ્રિકા ફતેહ અભિયાનની શરૂઆત કરશે. ટીમ ઈન્ડિયા આફ્રિકાની ધરતી પર એક વખત પણ ટેસ્ટ શ્રેણી જીતી શકી નથી. વિરાટ કોહલી (Virat Kohli) ની સેના એ દુષ્કાળને ખતમ કરવાના ઈરાદા સાથે મેદાનમાં ઉતરી છે.

સેન્ચુરિયનના સુપર સ્પોર્ટ્સ પાર્ક (SuperSport Park, Centurion) માં ભારતીય ટીમનો ઈતિહાસ સારો રહ્યો નથી. ભારતને અહીં રમાયેલી છેલ્લી બે ટેસ્ટમાં હારનો સામનો કરવો પડ્યો હતો. પરંતુ, આ વખતે ઈરાદો અલગ છે. વિરાટ કોહલીએ જે પ્લેઈંગ ઈલેવનની પસંદગી કરી છે તે ઈતિહાસ બદલવાના ઉદ્દેશ્ય સાથે મેદાનમાં ઉતરી છે. ભારતીય ટીમે શરુઆત પણ શાનદાર કરી છે.

કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા
'કાચા બદામ ગર્લ' અંજલિ અરોરા માટે દિવાળી હતી પીડાદાયક, ખુદ જણાવી ઘટના
IPL Mega Auction : આ ટીમ રૂપિયા ખર્ચવામાં નંબર-1

આ વખતે ટીમ ઈન્ડિયાની આ તસવીર બદલાઈ શકે છે કારણ કે તેનું કારણ છે છેલ્લી 5 મેચનું રિપોર્ટ કાર્ડ. ભારત અને દક્ષિણ આફ્રિકા વચ્ચે રમાયેલી છેલ્લી 5 મેચમાંથી 4 માં ભારતે જીત મેળવી છે. જ્યારે દક્ષિણ આફ્રિકા માત્ર 1 ટેસ્ટ જીતવામાં સફળ રહ્યું છે. આ સાથે #INDvsSA સોશિયલ મીડિયા પર ટોપ ટ્રેન્ડિંગ છે. આ હેશટેગ સાથે ચાહકો પોતપોતાની પ્રતિક્રિયા આપી રહ્યા છે.

 

 

સેન્ચુરિયનમાં આફ્રિકાનો રેકોર્ડ શાનદાર છે. આફ્રિકાની ટીમ ઘરઆંગણે છેલ્લી આઠમાંથી પાંચ ટેસ્ટ મેચ હારી છે. આવી સ્થિતિમાં ભારત પણ આ ટીમના ખરાબ ફોર્મનો ફાયદો ઉઠાવીને જીતવા માંગશે. ટીમ ઈન્ડિયા આફ્રિકાને હરાવી પ્રથમ વખત અહીં ટેસ્ટ શ્રેણી જીતવા ઈચ્છશે. જોકે સેન્ચુરિયનમાં આફ્રિકાનો રેકોર્ડ અદ્દભૂત છે.

 

આ પણ વાંચોઃ VHT 2021: દિનેશ કાર્તિકે વિજય હજારે ટ્રોફીની ફાઇનલમાં ફટકાર્યુ શાનદાર શતક, IPL મેગા ઓક્શન પહેલા ધમાકેદાર પ્રદર્શન

આ પણ વાંચોઃ Yuvraj Singh: યુવરાજ સિંહના ઐતિહાસિક બેટનો થયો અંતરિક્ષ પ્રવાસ, જાણો શુ છે પૂરો મામલો

 

Next Article