ભારત અને ન્યુઝીલેન્ડ વચ્ચે 3 મેચની ટેસ્ટ શ્રેણીની બીજી મેચ પુણેના મહારાષ્ટ્ર ક્રિકેટ એસોસિએશન ગ્રાઉન્ડ ખાતે રમાઈ હતી. ટીમ ઈન્ડિયાને આ મેચમાં હારનો સામનો કરવો પડ્યો હતો, જેના કારણે તે આ ટેસ્ટ સિરીઝ પણ હારી ગઈ હતી. ન્યુઝીલેન્ડે શ્રેણીમાં ઈતિહાસ રચ્યો છે અને 2-0ની અજેય સરસાઈ મેળવી લીધી છે. આ પ્રથમ વખત છે જ્યારે ન્યુઝીલેન્ડે ભારતને તેના જ ઘરે ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું છે. આ સાથે જ ટીમ ઈન્ડિયાનો ભારતમાં સતત ટેસ્ટ શ્રેણી જીતવાનો સિલસિલો પણ તૂટી ગયો છે.
ટીમ ઈન્ડિયા માટે આ હાર ખૂબ જ પીડાદાયક છે. વાસ્તવમાં, ભારત 12 વર્ષ પછી ઘરઆંગણે ટેસ્ટ શ્રેણી હારી ગયું છે. આ પહેલા ઈંગ્લેન્ડે 2012-13ના ભારત પ્રવાસ દરમિયાન ટીમ ઈન્ડિયાને ટેસ્ટ શ્રેણીમાં હરાવ્યું હતું. ત્યારથી ઘરઆંગણે ભારતીય ટીમનો દબદબો હતો. ટીમ ઈન્ડિયાએ સતત 18 સિરીઝ જીતી હતી, પરંતુ હવે આ જીતનો સિલસિલો બંધ થઈ ગયો છે. રોહિત શર્માની કેપ્ટન્સીમાં ટીમ ઈન્ડિયા ઘરઆંગણે તેની ચોથી ટેસ્ટ મેચ હારી છે. હવે તે સંયુક્ત રીતે ભારતમાં સૌથી વધુ ટેસ્ટ મેચ હારનાર બીજો ભારતીય કેપ્ટન બની ગયો છે.
A tough loss for #TeamIndia in Pune.
Scorecard ▶️ https://t.co/YVjSnKCtlI #INDvNZ | @IDFCFIRSTBank pic.twitter.com/PlU9iJpGih
— BCCI (@BCCI) October 26, 2024
આ મેચમાં ન્યુઝીલેન્ડની ટીમે ટોસ જીતીને પહેલા બેટિંગ કરવાનો નિર્ણય લીધો હતો જે સાચો સાબિત થયો હતો. ન્યુઝીલેન્ડની ટીમ તેની પ્રથમ ઈનિંગમાં 259 રન બનાવવામાં સફળ રહી હતી. જવાબમાં ભારતીય ટીમ તેની પ્રથમ ઈનિંગમાં માત્ર 156 રન જ બનાવી શકી હતી. આ દરમિયાન કોઈ બેટ્સમેન 40 રનનો આંકડો પણ સ્પર્શી શક્યો નહોતો. આ પછી ન્યુઝીલેન્ડે બીજા દાવમાં 255 રન બનાવ્યા. આવી સ્થિતિમાં ટીમ ઈન્ડિયાને આ મેચ જીતવા માટે 359 રનનો ટાર્ગેટ હતો. પરંતુ યશસ્વી જયસ્વાલ સિવાય કોઈ પણ બેટ્સમેન આ ઈનિંગમાં લાંબો સમય ટકી શક્યો ન હતો, જેના કારણે ભારતીય ટીમને કારમી હારનો સામનો કરવો પડ્યો હતો.
Successive Test five-wicket bags for Mitchell Santner (5-72) and his maiden first-class 10-wicket match haul (12-125). Three wickets to win after Tea! India need 181 runs.
Follow play LIVE in NZ on @skysportnz or @SENZ_Radio LIVE scoring https://t.co/6VR0Jde2yJ #INDvNZ pic.twitter.com/ayoWUIPovb
— BLACKCAPS (@BLACKCAPS) October 26, 2024
આ મેચમાં ન્યુઝીલેન્ડની જીતનો સૌથી મોટો હીરો સ્ટાર સ્પિનર મિશેલ સેન્ટનર રહ્યો હતો. તેણે પુણેની પીચ પર શાનદાર પ્રદર્શન કર્યું હતું. તે બંને ઈનિંગ્સમાં 5-5 વિકેટ લેવામાં સફળ રહ્યો હતો. મિચેલ સેન્ટનરે આ મેચની પહેલી ઈનિંગમાં 53 રન આપીને 7 બેટ્સમેનોને પોતાનો શિકાર બનાવ્યા હતા. મિશેલ સેન્ટનરનો જાદુ બીજી ઈનિંગમાં પણ જારી રહ્યો હતો. તેણે આ ઈનિંગમાં પણ 6 વિકેટ લીધી અને ન્યુઝીલેન્ડને પોતાના દમ પર જીત અપાવવામાં સફળ રહ્યો.
આ પણ વાંચો: IND vs NZ : 22 વર્ષના જયસ્વાલે રચ્યો ઈતિહાસ, તોડ્યો 45 વર્ષ જૂનો રેકોર્ડ, તમામ ભારતીય બેટ્સમેન પાછળ રહી ગયા
Published On - 4:10 pm, Sat, 26 October 24