IND vs NZ : ભૂવીએ ચારેય મેચમાં નાખેલી સ્પેલની બીજી, ત્રીજી અને ચોથી ઓવર ખૂબ મોંઘી સાબિત થઈ, શું ભુવનેશ્વર કુમારનો ખેલ ખતમ થયો ?

ન્યૂઝીલેન્ડ સામેની ટી20 મેચમાં અનુભવી બોલરની કમી ભારતીય ક્રિકેટ ટીમને સતાવી રહી હતી. જો કે, બીસીસીઆઈએ, ટી20 શ્રેણી માટે પસંદ કરેલ ટીમમાં અનુભવી એવા ભૂવનેશ્વર કુમારનો સમાવેશ કર્યો. જો કે, કેટલીય મેચની કટોકટી ભરી સ્થિતિમાં મેચને બચાવીને ભારતને જીત અપાવનાર ભૂવનેશ્વર કુમારે ન્યૂઝીલેન્ડમાં પસંદગીકારોને ખોટા સાબિત કર્યા હોય તે પ્રકારે બોલીગ કરી. તેની બોલીગ અન્ય બિન અનુભવી બોલરની માફક જ રહેવા પામી હતી.

| Updated on: Nov 02, 2026 | 7:02 PM
1 / 7
ભુવનેશ્વર કુમારનું ભવિષ્ય શું છે ? શું તેઓ આગામી T20 શ્રેણીમાં રમતા જોવા મળશે ? આ પ્રશ્ન ન્યૂઝીલેન્ડ સામેની તાજેતરની T20 શ્રેણીમાં તેના પ્રદર્શનને કારણે ઊભો થયો છે.

2 / 7
ભુવનેશ્વર કુમાર ચાર વર્ષના લાંબા અંતરાલ બાદ ભારતીય ટીમમાં પરત ફર્યા હતા, એવી અપેક્ષા સાથે કે વિદેશી પરિસ્થિતિઓમાં તેમનો અનુભવ મૂલ્યવાન સાબિત થશે. જોકે ટીમ ઈન્ડિયા ન્યૂઝીલેન્ડમાં T20 શ્રેણી જીતવામાં સફળ રહી, પરંતુ ભુવનેશ્વર કુમાર અપેક્ષાઓ પર ખરા ઉતરી શક્યા નહીં. જે તેમના પ્રદર્શનમાં સ્પષ્ટપણે જોઈ શકાય છે.

3 / 7
ભુવનેશ્વર કુમારે ન્યૂઝીલેન્ડ સામેની T20 શ્રેણીમાં પાંચમાંથી ચાર મેચ રમી હતી. આ ચાર મેચોમાં તેમણે કુલ 16 ઓવર ફેંકી, જેમાં 180 રન આપ્યા અને માત્ર એક જ વિકેટ લીધી. આના પરિણામે તેમની બોલિંગ એવરેજ 180 અને ઈકોનોમી રેટ 11.25 રહ્યો. આ પ્રદર્શન સાથે, ભુવનેશ્વર કુમારે T20 શ્રેણીમાં સૌથી ખરાબ બોલિંગ એવરેજનો નવો વિશ્વ રેકોર્ડ બનાવ્યો છે. અગાઉ આ રેકોર્ડ ન્યૂઝીલેન્ડના કાયલ જેમિસનના નામે હતો, જેમની 2021માં ઓસ્ટ્રેલિયા સામેની T20 શ્રેણી દરમિયાન એવરેજ 175 હતી. જ્યારે ભુવનેશ્વરની એવરેજ 180 રહી છે.

4 / 7
પ્રશ્ન એ છે કે ન્યૂઝીલેન્ડમાં ભુવનેશ્વર સાથે ક્યાં અને કેવી રીતે ગરબડ થઈ ? ચાર મેચોમાં તેમણે ફેંકેલી 16 ઓવરનુ આંકડાની દ્રષ્ટિએ પૃથ્થકરણ કરીએ તો જણાય છે કે, શરૂઆતની ઓવરોમાં તેને કોઈ ખાસ મુશ્કેલી પડી ન હતી. ચાર મેચમાંથી દરેક મેચની પ્રથમ ઓવરમાં તેમણે કરકસરભરી બોલિંગ કરી હતી અને તેનો ઈકોનોમી રેટ 5.25 રહ્યો હતો.

5 / 7
ભુવનેશ્વર માટે ચારેય મેચમાં ફેકેલી બીજી, ત્રીજી અને ચોથી ઓવર સમસ્યાજનક સાબિત થઈ. T20 શ્રેણી દરમિયાન ભુવનેશ્વર કુમાર ('ભુવી') એ ચાર મેચમાં, નાખેલી તેની બીજી ઓવરનો ઈકોનોમી રેટ 11.25 હતો. તેની ચારેય મે,ની ત્રીજી ઓવરનો સરેરાશ સૌથી ખરાબ રહ્યો હતો. ચારેય મેચમાં ફેકેલી ત્રીજી ઓવરનો ઈકોનોમી રેટ 15.75 હતો. જ્યારે ભૂવીએ ચારેય ઓવરમાં ફેકેલી ચોથી ઓવરમાં તેનો ઈકોનોમી રેટ 12.75 રહ્યો હતો.

6 / 7
તે સ્પષ્ટ છે કે ન્યૂઝીલેન્ડ શ્રેણી દરમિયાન બીજી, ત્રીજી અને ચોથી ઓવરમાં તેનું પ્રદર્શન એ મુખ્ય કારણ છે જેના લીધે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં તેમનું પુનરાગમન નિરાશાજનક રહ્યું છે. પ્રથમ ઓવરમાં તેઓ તેમના જાણીતા અને અસરકારક ફોર્મમાં જોવા મળ્યા હતા, પરંતુ તેણે દરેક મેચમાં ફેકેલી બીજી, ત્રીજી અને ચોથી ઓવરના સરેરાશ આંકડાઓએ ભૂવનેશ્વર કુમારની એકંદર બોલિંગ પ્રદર્શન પર નકારાત્મક અસર પાડી છે.

7 / 7
હવે પ્રશ્ન એ થાય છે કે, શું ભુવનેશ્વરની કારકિર્દી ખરેખર પૂરી થઈ ગઈ છે ? શું તેમને હવે બીજી તક નહીં મળે ? ઈરફાન પઠાણના મતે, ટીમ ઈન્ડિયામાં ભુવીની પસંદગી જ એક ભૂલ હતી. જો ભુવનેશ્વરે ન્યૂઝીલેન્ડમાં શાનદાર પ્રદર્શન કર્યું હોત, તો ઈરફાન પઠાણનું આ મૂલ્યાંકન ખોટું સાબિત થઈ શક્યું હોત. જોકે, પુનરાગમન બાદના તેમના પ્રદર્શનને જોતા, હવે તેમની કારકિર્દીના ભવિષ્ય પર અનિશ્ચિતતાના વાદળો ઘેરાઈ ગયા છે.

Follow Us
Loading...
Unable to load recommendations.