ન્યુઝીલેન્ડ (New Zealand) ભલે T20 સીરીઝ હારી ગયું હોય, પરંતુ ટેસ્ટમાં તે ભારત થી બદલો લેવાની સંપૂર્ણ તૈયારી કરી રહ્યું છે. ભારતના પોતાના હથિયારથી ભારત પર હુમલો કરવા માટે ન્યુઝીલેન્ડે તેનું બ્રહ્માસ્ત્ર નિકાળી લીધું છે. ન્યુઝીલેન્ડની ટીમમાં એક એવો મુંબઈકર છે જે ભારતીય ટીમ (Team India) માટે મોટો પડકાર રજૂ કરી શકે છે. તે પ્રથમ ટેસ્ટ (Kanpur Test) માં ગેમચેન્જર બની શકે છે.
મુંબઈને ભારતીય ક્રિકેટ (Indian Cricket) ની માતા કહેવામાં આવે છે. મુંબઈના શિવાજી પાર્કને ભારતના મોટા ક્રિકેટરોની નર્સરી માનવામાં આવે છે. મુંબઈનો આવો જ એક હીરા હાલમાં ન્યુઝીલેન્ડની ટીમ સાથે રમી રહ્યો છે. પ્રથમ ટેસ્ટ કાનપુરમાં યોજાવાની છે. મુંબઈમાં જન્મેલા એજાઝ પટેલ (Ajaz Patel) આ ટેસ્ટમાં રમવાનો છે.
કાનપુરની પીચ સ્પિન બોલરો માટે અનુકૂળ માનવામાં આવે છે. એટલા માટે આ પીચ પર ન્યુઝીલેન્ડ તરફથી રમી રહેલા મુંબઈકર એજાઝ પટેલને ભારત માટે મોટો ખતરો માનવામાં આવી રહ્યો છે. એજાઝનો જન્મ મુંબઈમાં થયો હતો. આઠ વર્ષની ઉંમરે તેમનો પરિવાર મુંબઈથી ન્યુઝીલેન્ડ શિફ્ટ થઈ ગયો. એજાઝ શરૂઆતમાં ઝડપી બોલિંગ કરતો હતો. બાદમાં તેણે સ્પિન બોલિંગ તરફ ધ્યાન વધાર્યું. પોતાની સ્પિન બોલિંગના કારણે એજાઝે અત્યાર સુધી ફર્સ્ટ ક્લાસ ક્રિકેટમાં 200થી વધુ વિકેટ ઝડપી છે.
જૂન મહિનામાં ન્યુઝીલેન્ડની ટીમ ઈંગ્લેન્ડના પ્રવાસે ગઈ હતી. ત્યારબાદ મિશેલ સેન્ટનર ઘાયલ થયો હતો. આવી સ્થિતિમાં એજાઝ પટેલને રમવાની તક મળી. એજાઝે આ તકને સફળતામાં પરિવર્તિત કરી. એજાઝે તે ટેસ્ટમાં ચાર વિકેટ લીધી હતી. પોતાના પ્રદર્શનથી ન્યુઝીલેન્ડની ટીમમાં જગ્યા બનાવી.
એજાઝે અત્યાર સુધીમાં 9 ટેસ્ટ રમી છે. તેણે આ નવ ટેસ્ટમાં 26 વિકેટ લીધી છે. ભારતીય પિચો સ્પિન બોલરો માટે સારી માનવામાં આવે છે. એટલા માટે કહેવામાં આવી રહ્યું છે કે તેના બોલ કાનપુરમાં ટીમ ઈન્ડિયા પર તબાહી મચાવી દેશે. પરંતુ એ વાત પણ સાચી છે કે ભારતીય ખેલાડીઓ ક્રિકેટની દુનિયામાં શ્રેષ્ઠ સ્પિન બોલિંગ રમે છે. હવે જોવાનું એ રહે છે કે કાનપુર ટેસ્ટ એજાઝ પટેલ માટે પડકારરૂપ સાબિત થાય છે કે પછી તેને એક ખેલાડી તરીકે આગળ વધવાની તક આપે છે.
Published On - 11:16 pm, Tue, 23 November 21