ભારત અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે લોર્ડઝ ટેસ્ટ (Lord’s Test) મેચ દરમ્યાન, વિરાટ કોહલી (Virat Kohli) મજાકની સ્થિતીમાં મુકાયો હતો. DRS (Decision Review System) લેવાને લઇને ટીમ ઇન્ડીયાના કેપ્ટનની આ સ્થિતી સર્જાઇ હતી. એક બાદ એક બે રિવ્યૂ ભારતીય ટીમે ગુમાવી દીધા હતા, જે બંને વખતના રિવ્યુ કોહલીએ ઇંગ્લીશ કેપ્ટન જો રુટ સામે લેવામાં આવ્યા હતા. જે મહંમદ સિરાજ (Mohammed Siraj) ના કહેવા પર તેણે 5 બોલના અંતરમાં જ બંને રીવ્યૂ કોહલી એ ગુમાવ્યા હતા. કોહલી નો રિવ્યૂ રેકોર્ડ પણ ખરાબ રહ્યો છે.
જોકે જોવામાં આવે તો, બંને રિવ્યૂ ગુમાવવામાં સિરાજ એકલો જ દોષીત નહોતો, પરંતુ કોહલી પોતે પણ એટલો જ જવાબદાર હતો. એક વાર તો ઋષભ પંતે પણ કોહલીને રિવ્યૂ લેતા અટકાવવા માટે પ્રયાસ કર્યો હતો. પરંતુ કોહલીએ રિવ્યૂ મેળવી લીધો હતો. પરીણામ નિરાશાજનક રહ્યુ હતુ. બંને રીવ્યૂ ગુમાવવાને લઇને કોહલી નારાજ જોવા મળ્યો હતો. આ ઘટના ઇંગ્લેન્ડની ઇનીંગની 21 અને 23મી ઓવરમાં થઇ હતી.
21 મી ઓરની અંતિમ બોલ જો રૂટના પેડ પર જઇ ને ટકરાઇ હતી. બોલર મહંમદ સિરાજ સહિત તમામ ખેલાડીઓએ ઝડપથી અપીલ કરી દીધી હતી. પરંતુ અંપાયર રિચર્ડ કેટલબ્રો એ તેને નકારી દીધી હતી. સિરાજે તુરત જ કેપ્ટન કોહલીને રિવ્યૂ લેવા માટે કહ્યુ હતુ, વિકેટકીપર પંત સહિત અન્ય ખેલાડીઓ પણ રીવ્યૂ લેવા માટે સહમત નહોતા. જોકે કોહલીએ ઇશારો કરા જ મામલો થર્ડ અપાયર પાસે પહોંચી ચુક્યો હતો. જેમાં બોલ સ્ટંપ થી દૂર જણાતા જ ભારત પાસે થી એક રિવ્યૂ નિકળી ગયુ હતુ.
DRS: Don’t Review Siraj 😛 #ENGvIND
— Wasim Jaffer (@WasimJaffer14) August 13, 2021
મોહમ્મદ સિરાજ આગામી ઓવર લઇને આવે છે. આ વખતે ચોથા બોલ પર ફરી રૂટ બોલને સમજી શક્યો નહીં. જો રુટ સામે એલબીડબલ્યુ ની જોરદાર અપીલ થઈ હતી. પરંતુ અમ્પાયર રિચાર્ડ કેટલબ્રો સહમત નથી થતા અને તેઓ અપીલ ફગાવી દે છે. સિરાજનું મન આ વખતે પણ સમીક્ષા માટે લલચાયું હતુ. પરંતુ આ વખતે તે પહેલાની જેમ વધારે ઉત્સાહ બતાવી શક્યો નહોતો.
કેપ્ટન કોહલીએ એક સેકન્ડ બાકી રહેવાની સ્થિતીમાં રિવ્યૂ માંગી લીધુ હતુ. આ દરમિયાન પંત પણ તેમને રોકતો જોવા મળ્યો હતો. પણ ત્યાં સુધીમાં ઘણું મોડું થઈ ગયું હતું. રિપ્લે દર્શાવતુ હતુ કે, બોલ લેગ સ્ટમ્પથી દૂર જઇ રહ્યો હતો. આવી સ્થિતિમાં, ભારતે સિરાજની બે જુદી જુદી ઓવરમાં ટૂંકા ગાળામાં 2 DRS ને ગુમાવી દીધા હતા.
😭😭😂😂 pic.twitter.com/nHO91AuYUP
— Maara (@QuickWristSpin) August 13, 2021
આ સાથે ટેસ્ટ ક્રિકેટમાં ભારતની નબળા રિવ્યૂના આંકડા પણ સામે આવ્યા હતા. ભારતે તેના છેલ્લા 24 માંથી 21 DRS ગુમાવ્યા છે. એટલે કે, માત્ર ત્રણ જ રિવ્યૂ યોગ્ય ઠર્યા છે. તે બતાવે છે કે સુકાની વિરાટ કોહલી હજુ પણ DRS લેવામાં પાકટ નથી. અગાઉ નોટિંગહામ ટેસ્ટમાં પણ સ્ટેન્ડમાંથી પ્રેક્ષકો રિવ્યૂને લઇને મજાક કરી રહેલા નજર આવી રહ્યા હતા.
Published On - 7:50 am, Sat, 14 August 21