IND vs ENG: હેડિંગ્લે ટેસ્ટ પહેલા ઇંગ્લેન્ડને નબળી ટીમ ગણાવતા જ વિરાટ કોહલી ભડકી ઉઠયા, જવાબમાં કહ્યુ આમ

|

Aug 24, 2021 | 11:51 PM

હાલની ભારતીય ટીમ (Team India) ના કોઈ ખેલાડીને હેડિંગ્લેમાં રમવાનો અનુભવ નથી જ્યાં ઈંગ્લેન્ડે કેટલાક યાદગાર પ્રદર્શન કર્યા છે. વિરાટ કોહલી (Virat Kohli) એ કહ્યું કે, તેનાથી તેને અને તેના સાથી ખેલાડીઓને કોઈ ફરક પડતો નથી.

IND vs ENG: હેડિંગ્લે ટેસ્ટ પહેલા ઇંગ્લેન્ડને નબળી ટીમ ગણાવતા જ વિરાટ કોહલી ભડકી ઉઠયા, જવાબમાં કહ્યુ આમ
Virat Kohli

Follow us on

ટીમ ઇન્ડીયાના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) એ કહ્યુ હતુ કે, તેમની ટીમ તમામ મુખ્ય ખેલાડીઓની હાજરી વાળી ઇંગ્લેન્ડની ટીમને તેમના જ ઘર આંગણે હરાવવા માટે સક્ષમ છે. પરંતુ સાથે સાથે કહ્યું કે ઇંગ્લેન્ડની મુશ્કેલ પરિસ્થિતિમાં બેટિંગ કરતી વખતે તમારા અહમને દૂર રાખવો જરૂરી છે.

ટોચના ઓલરાઉન્ડર બેન સ્ટોક્સ અને મુખ્ય ફાસ્ટ જોફ્રા આર્ચર અને ક્રિસ વોક્સ વગર ઈંગ્લેન્ડ પ્રથમ બે ટેસ્ટમાં ઉતરી હતી. ભારત અને અને ઇંગ્લેન્ડ (India vs England) વચ્ચે 5 ટેસ્ટ મેચોની શ્રેણી રમાનારી છે.

હવે માર્ક વુડ પણ ઈજાને કારણે 25મીથી લીડઝ (Leeds)માં શરૂ થનારી ત્રીજી ટેસ્ટમાંથી બહાર થઈ ગયો છે. જ્યારે કોહલીને પૂછવામાં આવ્યું કે શું હરીફને હરાવવાનો અને શ્રેણી જીતવાનો આ યોગ્ય સમય છે? તો તે આ સવાલથી ખુશ જણાતો નહોતો.

IPL Auction ની શરૂઆતમાં જ કાવ્યા મારનને પ્રીટિ ઝિન્ટાએ આપ્યો ઝટકો ! આ ફાસ્ટ બોલર હાથમાંથી ગયો
અમદાવાદમાં હવે અંબાણીની જેમ કરી શકાશે પાણી વચ્ચે લગ્નનું આયોજન, જાણો ક્યાં
કુંડળીમાં ગ્રહોને મજબૂત કરવા લલાટ પર કરો આ તિલક
Amla with Honey : આમળા અને મધ એકસાથે ખાવાથી થાય છે ગજબના ફાયદા
આજનું રાશિફળ તારીખ : 24-11-2024
અદાણી લાંચ કેસમાં માત્ર કાકા-ભત્રીજા જ નહીં, આ 7 લોકો પણ ફસાયા

કોહલીએ કહ્યું, શું તે વિરોધી ટીમની તાકાત પર આધાર રાખે છે? ટોચના ખેલાડીઓ રમી રહ્યા હોય ત્યારે પણ અમને લાગે છે કે, અમે કોઈપણ ટીમને હરાવી શકીએ છીએ. અમે હરીફના નબળા થવાની રાહ જોતા નથી. તેથી મને નથી લાગતું કે, આટલા વર્ષોથી આટલી સારી ક્રિકેટ રમી રહેલી ટીમને પૂછવામાં આવેલ તે યોગ્ય પ્રશ્ન છે.

અમે હરીફ ટીમની નબળાઈ થવા પર નિર્ભર નથી, અમે કોઇ પણ શ્રેણીને આ રીતે નથી જોતા. ભારત હાલમાં પાંચ મેચની શ્રેણીમાં 1-0 થી આગળ છે. તેણે બીજી ટેસ્ટમાં ઈંગ્લેન્ડને 151 રનથી હરાવ્યું હતું.

ઇંગ્લેન્ડમાં બેટીંગ ઇગોને રાખવાનો હોય છે દૂર

ફાસ્ટ બોલિંગ માટે અનુકૂળ પરિસ્થિતિઓમાં ઇંગ્લેન્ડની બેટિંગ વિશે પૂછવામાં આવતા કોહલીએ કહ્યું હતું કે, “ઇંગ્લેન્ડમાં તમે ક્યારેય એવું ન કહી શકો કે તમે ક્રિઝ પર સ્થાયી થયા છો. તમારે તમારો અહંકાર દૂર રાખવો પડશે. અહીંની સ્થિતિ અન્ય સ્થળો જેવી નથી જ્યાં 30-40 રન બનાવ્યા બાદ તમે શોટ રમવા માટે બોલ પસંદ કરી શકો છો.

પહેલા 30 રન બનાવવા માટે તમારે તે જ રીતે બેટિંગ કરવી પડશે. ત્યાર પછી શક્ય હોય ત્યાં સુધી તે જ પદ્ધતિનું પુનરાવર્તન કરવાનુ હોય છે. ઇંગ્લેન્ડમાં સમાન શિસ્ત અને ધીરજની જરૂર છે. જો તમારી પાસે ઇંગ્લેન્ડમાં ધીરજ ન હોય તો, તમે ગમે તેટલા અનુભવી હોવ તો પણ તમે ગમે ત્યારે આઉટ થઇ શકો છો. ભલે તમે ગમે તેટલા રન નો અનુભવ ધરાવતા હોય.

હાલની ભારતીય ટીમના કોઈ ખેલાડીને હેડિંગ્લેમાં રમવાનો અનુભવ નથી જ્યાં ઈંગ્લેન્ડે કેટલાક યાદગાર પ્રદર્શન કર્યા છે. કોહલીએ કહ્યું કે તેને અને તેના સાથી ખેલાડીઓને કોઈ ફરક નથી પડતો કે તેણે કોઈ પણ સ્થળે ટેસ્ટ મેચ રમી નથી.

આ પણ વાંચોઃ IPL 2021: ટૂર્નામેન્ટને અધૂરી છોડી ગયેલા RCB ના ક્રિકેટરની પત્નિને તેના પતિ થી દૂર રહેવાતુ નથી! લખ્યુ કંઇક આમ

આ પણ વાંચોઃ Tokyo Paralympics: જબરદસ્ત આતશબાજી સાથે પેરાલિમ્પિકની શાનદાર શરુઆત થઇ, તસ્વીરોમાં જુઓ રમતોનો રંગારંગ પ્રારંભ

Next Article