
ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચેની ટેસ્ટ શ્રેણી 20 જૂનથી શરૂ થઈ રહી છે. આ શ્રેણીમાં વિરાટ કોહલી જેવું કોઈ મોટું નામ નથી કારણ કે આ દિગ્ગજ ખેલાડીએ પ્રવાસ પહેલા જ ટેસ્ટ ક્રિકેટને અલવિદા કહી દીધું હતું. ભલે વિરાટ કોહલી હવે ટીમ ઈન્ડિયામાં નથી, પરંતુ લીડ્સમાં જ્યાં પહેલી મેચ રમાવાની છે, ત્યાં આ દિગ્ગજ ખેલાડીને સમર્પિત એક ખાસ જગ્યા છે. આજે અમે તમને લીડ્સમાં વિરાટ કોહલી રૂમ વિશે જણાવીશું, જેનું ટેબલ નંબર 18 ખૂબ જ ફેમસ છે.
લીડ્સ શહેરનો વિરાટ કોહલી સાથે ખાસ સંબંધ છે. વર્ષ 2018માં, કોહલીએ આ જ શહેરમાં થારાવડુ નામના ભારતીય રેસ્ટોરન્ટની મુલાકાત લીધી હતી. આ રેસ્ટોરન્ટ કેરળની વાનગીઓ માટે પ્રખ્યાત છે. કોહલી અને તેની પત્ની અનુષ્કાને આ રેસ્ટોરન્ટનું ભોજન ખૂબ ગમ્યું, ત્યારબાદ તેમણે એક પ્લેટ પર પોતાના ઓટોગ્રાફ આપ્યા. આ રેસ્ટોરન્ટે પોર્સેલિન પ્લેટથી કોહલી અને અનુષ્કાની તે પ્લેટને યાદગાર બનાવી દીધી છે. આ પ્લેટ પર, વિરાટ-અનુષ્કાએ તેમના મનપસંદ રેસ્ટોરન્ટ માટે મેસેજ લખ્યો હતો. આ પ્લેટ હવે રેસ્ટોરન્ટમાં એક ખાસ જગ્યાએ રાખવામાં આવી છે.
A famous restaurant in Leeds dedicated a room to Virat Kohli and his art picture in the front.
– The Craze & Aura of King Kohli..!!! pic.twitter.com/vBIF10HDPg
— Tanuj (@ImTanujSingh) June 18, 2025
થારાવડુ રેસ્ટોરન્ટે હવે એક બીજું નવું રેસ્ટોરન્ટ ખોલ્યું છે જેનું નામ ઉયારે છે . આ એક રૂફટોપ હાઈ એન્ડ ફાઈન ડાઈનિંગ રેસ્ટોરન્ટ છે. આ રેસ્ટોરન્ટમાં શરૂઆતમાં 17 ટેબલ હતા, અને તાજેતરમાં 18મું ટેબલ ઉમેરવામાં આવ્યું છે, જે એક ખાનગી ડાઈનિંગ સ્પેસ છે, જેનું નામ “નંબર 18, વિરાટ કોહલી રૂમ” છે. આ રૂમ ચાહકો માટે આકર્ષણનું કારણ છે.
જોકે, ચાહકો માટે નિરાશા એ છે કે વિરાટ કોહલી હવે ટેસ્ટ ટીમનો ભાગ નથી. પરંતુ આ ખેલાડી હવે ઈંગ્લેન્ડમાં જ રહે છે. IPL સમાપ્ત થયા પછી વિરાટ કોહલી ઈંગ્લેન્ડ પહોંચ્યો છે. તાજેતરમાં, તેણે શુભમન ગિલ, રિષભ પંત સહિત ઘણા ભારતીય ખેલાડીઓને રાત્રિભોજન માટે તેના ઘરે આમંત્રણ આપ્યું હતું. જો અહેવાલો પર વિશ્વાસ કરવામાં આવે તો, ટીમ ઈન્ડિયાના ખેલાડીઓ સાથે વિરાટની ઘણી ચર્ચા થઈ હતી. એવી અપેક્ષા છે કે ટેસ્ટ શ્રેણીમાં વિરાટની ખોટ નહીં પડે.
આ પણ વાંચો: IND vs ENG: શુભમન ગિલે કેપ્ટન બનતા જ કર્યો મોટો ફેરફાર, લીડ્સ ટેસ્ટ પહેલા ટીમ ઈન્ડિયાની મોટી જાહેરાત
Published On - 10:12 pm, Wed, 18 June 25