IND vs ENG: વિરાટ કોહલીએ કેચ ઝડપીને બેયરિસ્ટોને આપી ‘ફ્લાઈંગ કિસ’, ઈંગ્લેન્ડના ચાહકો જોતા જ રહી ગયા, જુઓ Video

|

Jul 03, 2022 | 9:24 PM

એજબેસ્ટન ટેસ્ટ (Edgbaston Test) ના પહેલા બે દિવસમાં વિરાટ કોહલી (Virat Kohli) એ વધારે યોગદાન આપ્યું નહોતું, પરંતુ ત્રીજા દિવસે પણ તે કંઈકને કંઈક એવું કરતો રહ્યો, જેથી તે ચર્ચામાં રહ્યો.

IND vs ENG: વિરાટ કોહલીએ કેચ ઝડપીને બેયરિસ્ટોને આપી ફ્લાઈંગ કિસ, ઈંગ્લેન્ડના ચાહકો જોતા જ રહી ગયા, જુઓ Video
Virat Kohli એ બેયરિસ્ટોનો કેચ ઝડપ્યો હતો

Follow us on

ક્રિકેટ મેચ હોય, તેમાં વિરાટ કોહલી (Virat Kohli) રમી રહ્યો હોય અને તેની ચર્ચા ન થાય કે કેમેરા તેની કેટલીક હિલચાલને કેદ ન કરે, તે લગભગ અશક્ય છે. વિરાટ કોહલી ભારતીય ક્રિકેટ ટીમ (Indian Cricket Team) નો કેપ્ટન હતો ત્યાં સુધી આ સામાન્ય વાત હતી. અત્યારે પણ જ્યારે તે કેપ્ટન નથી, તો તેને અવગણવું અશક્ય છે અને આ સ્થિતિ છે જ્યારે તે ખરાબ તબક્કામાંથી પસાર થઈ રહ્યો છે. તેમ છતાં તે કંઈક એવી રીતે કરે છે કે તેની ચર્ચાઓ થવા લાગે છે. ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે રમાઈ રહેલી એજબેસ્ટન ટેસ્ટના ત્રીજા દિવસે પણ કંઈક આવું જ થયું, જ્યાં શાનદાર સદી ફટકારનાર ઈંગ્લેન્ડના બેટ્સમેન જોની બેયરિસ્ટો (Jonny Bairstow) સાથે તેનો વિવાદ થયો. આખરે કોહલીએ બેયરિસ્ટોની ઈનિંગ્સનો અંત આણ્યો અને જતાં જતાં ફ્લાઈંગ કિસ આપી દીધી.

એજબેસ્ટન ટેસ્ટના પ્રથમ બે દિવસ વિરાટ કોહલી માટે વ્યક્તિગત રીતે ખાસ ન હતા, પરંતુ ત્રીજા દિવસે તે એક્શનમાં જોવા મળ્યો હતો. તેની એક્શન પ્રથમ અડધા કલાકમાં શરૂ થઈ હતી, જેમાં તેણે ઈંગ્લેન્ડના બેટ્સમેન જોની બેરસ્ટો સાથે ઉગ્ર દલીલ કરી હતી. સામાન્ય રીતે ટીમ ઈન્ડિયાને આનો ફાયદો મળતો હતો, પરંતુ આ વખતે દાવ ઊંધો પડ્યો અને 61 બોલમાં માત્ર 13 રન બનાવનાર બેયરસ્ટોએ ધમાકેદાર સદી ફટકારી.

આજનું રાશિફળ તારીખ : 19-05-2024
ડ્રાઇવિંગ લાયસન્સના નિયમોમાં મોટો ફેરફાર! 1 જૂનથી થશે લાગુ
Makhana : ગરમીમાં એક દિવસમાં આટલા મખાના ખાવા, શરીરમાં જોવા મળશે બદલાવ
લાઈવ મેચમાં સચિન તેંડુલકરના પુત્ર અર્જુને કર્યું એવુંકામ, આ દિગ્ગજ ખેલાડી ગુસ્સાથી જોવા લાગ્યો
આજનું રાશિફળ તારીખ : 18-05-2024
ત્રીજા લગ્નના 4 મહિના બાદ હનીમૂન પર પહોંચ્યો ક્રિકેટર, પત્ની સાથે રોમેન્ટિક થઈ આપ્યા પોઝ

 

કોહલીને બેયરિસ્ટોથી પોતાનો હિસાબ પૂરો કરવામાં ઘણો સમય લાગ્યો હતો, પરંતુ તેણે તેને હળવાશથી લીધો નહીં. કેચ લીધા પછી તરત જ, ભૂતપૂર્વ ભારતીય કેપ્ટને એજબેસ્ટન સ્ટેડિયમમાં બેઠેલા હજારો ભારતીય અને ઇંગ્લિશ ચાહકો તરફ ફ્લાઇંગ કિસ ઉડાવી, જેનાથી ભારતીય ચાહકો ખૂબ ખુશ થઈ ગયા.

જો કે, એકંદરે, કોહલી અને બેયરસ્ટોની આ ટક્કરમાં, ઇંગ્લિશ બેટ્સમેનનો હાથ હતો, જેણે ભારત સામે પ્રથમ વખત ટેસ્ટ સદી ફટકારી હતી. બેયરસ્ટોની આ સતત ત્રીજી ટેસ્ટ સદી હતી. કોહલી સાથે ટકરાતા પહેલા 61 બોલમાં 13 રન બનાવનાર બેયરસ્ટોએ 79 બોલમાં 93 રન બનાવ્યા હતા. તેની ઇનિંગ્સના આધારે ઇંગ્લેન્ડ 284 રન સુધી પહોંચી શક્યું હતું. જો કે ભારતીય ટીમે મજબૂત બોલિંગ કરતા પ્રથમ દાવમાં 132 રનની લીડ મેળવી હતી.

Published On - 9:05 pm, Sun, 3 July 22

Next Article