Ind Vs Eng Test 2025: સિરાજના તીખા બાઉન્સરથી ઈંગ્લેન્ડનો બેટ્સમેન ફફડી ગયો, પંતનું જોરદાર રિએક્શન – જુઓ Video

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજે બોલિંગથી જલવો વિખેર્યો હતો.

Ind Vs Eng Test 2025: સિરાજના તીખા બાઉન્સરથી ઈંગ્લેન્ડનો બેટ્સમેન ફફડી ગયો, પંતનું જોરદાર રિએક્શન - જુઓ Video
| Updated on: Jul 05, 2025 | 5:43 PM

ભારત અને ઇંગ્લેન્ડ વચ્ચેની બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાએ પોતાનો દબદબો જાળવી રાખ્યો છે. બુમરાહની ગેરહાજરીમાં મોહમ્મદ સિરાજનો દબદબો રહ્યો. તેના એક ઘાતક બાઉન્સરનો વીડિયો ઝડપથી વાયરલ થઈ રહ્યો છે, જેમાં ઋષભ પંતના રિએક્શને લોકોનું ધ્યાન તેની તરફ ખેંચ્યું છે.

જણાવી દઈએ કે, પંત ઘણીવાર વિકેટ પાછળથી રમુજ ટિપ્પણીઓ કરે છે. આ વખતે પણ તેની કોમેન્ટ્રી સ્ટમ્પ માઇકમાં કેદ થઈ ગઈ છે. ઋષભ પંતે કંઈક એવું કહ્યું કે, સિરાજ પણ પોતાની હસી રોકી શક્યો નહીં.


સિરાજનો શાર્પ બાઉન્સર

સિરાજે પોતાના સ્પેલ દરમિયાન શોએબ બશીરને એક શાર્પ બાઉન્સર ફેંક્યો હતો. આ ઘટના 90મી ઓવરમાં બની હતી. બશીર સિરાજના બાઉન્સરને યોગ્ય રીતે રમી શક્યો નહીં અને બોલ તેના હેલ્મેટ પર વાગ્યો. જો કે, ત્યારબાદ સિરાજે બશીરની તબિયત વિશે પૂછ્યું અને માફી પણ માંગી. જો કે, આ દરમિયાન પંતે રમુજી ટિપ્પણી કરી અને કહ્યું કે, ‘પહેલા મારી રહ્યો છે અને પછી બોલી રહ્યો છે.’

હાલની સ્થિતિની વાત કરીએ તો, ટેસ્ટ મેચના ચોથા દિવસે ટીમ ઈન્ડિયાએ 3 વિકેટ ગુમાવી છે અને 141 રન બનાવી લીધા છે. ભારત હાલ કુલ 321 રન આગળ છે. શુભમન ગિલ અને રિષભ પંત ક્રીઝ પર હાજર છે અને એવી આશા છે કે, બંને ખેલાડીઓ ટીમને વધુ મજબૂત સ્થિતિ તરફ લઈ જશે.

ટીમ ઈન્ડિયા અને મેન ઇન બ્લુ જેવા નામોથી જાણીતી ભારતીય ટીમ હાલમાં વિશ્વ ક્રિકેટ પર પ્રભુત્વ ધરાવે છે. ટીમ ઈન્ડિયાના વધુ સમાચાર જોવા માટે અહી ક્લિક કરો