ઇંગ્લેન્ડમાં કેએલ રાહુલનું પ્રદર્શન સારું ચાલી રહ્યું છે. તે બીજી ટેસ્ટમાં પણ પોતાનો ક્લાસ બતાવી રહ્યો હતો પરંતુ જોશ ટંગના બોલ પર આશ્ચર્યજનક રીતે આઉટ થયો હતો. એજબેસ્ટન ટેસ્ટની બીજી ઇનિંગમાં કેએલ રાહુલે શાનદાર બેટિંગ કરી અને 55 રન બનાવ્યા. તે ખૂબ જ સારી લયમાં દેખાઈ રહ્યો હતો અને તેણે તેની ઇનિંગ્સમાં 10 ચોગ્ગા પણ ફટકાર્યા હતા.
શનિવાર 5 જુલાઈના રોજ મેચના ચોથા દિવસે રાહુલ ટીમ ઈન્ડિયાની બીજી ઇનિંગ્સમાં 30મી ઓવર ફેંકવા આવેલા જોશ ટંગના ફેંકેલા બોલને સમજી શક્યો નહોતો. તેને લાગ્યું કે બોલ સ્વિંગ નહીં થાય પરંતુ પિચ પર પડ્યા પછી બોલ થોડો સ્વિંગ થયો અને સીધો મિડલ સ્ટમ્પને પાર થઈ ગયો હતો.
ભારતીય ઓપનર પણ થોડીવાર માટે ક્રીઝ પર ઊભો રહ્યો. તેને પણ વિશ્વાસ ન થયો કે તે આઉટ થઈ ગયો છે. રાહુલે 84 બોલમાં 10 ચોગ્ગાની મદદથી 55 રનની ઇનિંગ્સ રમી હતી.
Middle stump = REMOVED pic.twitter.com/M1lBH3Gnbh
— England Cricket (@englandcricket) July 5, 2025
રાહુલે આ મેચની પ્રથમ ઇનિંગ્સમાં ફક્ત બે રન બનાવ્યા હતા. આ પહેલા રાહુલે બંને ટીમો વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં જોરદાર બેટિંગ કરી હતી અને બીજી ઇનિંગમાં 137 રન બનાવ્યા હતા. પહેલી ટેસ્ટની પહેલી ઇનિંગ્સમાં તેણે 42 રનનું યોગદાન આપ્યું હતું.
રાહુલે આ સિરીઝમાં અત્યાર સુધી શાનદાર બેટિંગ કરી છે. હાલમાં, કેએલ રાહુલની ઇનિંગ્સને કારણે ટીમ ઇન્ડિયા મજબૂત સ્થિતિમાં છે. રાહુલે અત્યાર સુધીની બે મેચની ચાર ઇનિંગ્સમાં 59 ની સરેરાશથી 236 રન બનાવ્યા છે.
બંને ટીમો વચ્ચે રમાયેલી પહેલી ટેસ્ટ મેચમાં ઇંગ્લેન્ડે પાંચ વિકેટ બાકી રાખીને 371 રનનો લક્ષ્યાંક મેળવ્યો હતો. હવે બીજી ટેસ્ટમાં ટીમ ઇન્ડિયાની નજર મોટો સ્કોર બનાવવા પર રહેશે. ભલે ઇંગ્લેન્ડે પહેલી ટેસ્ટ જીતીને 5 મેચની ટેસ્ટ સિરીઝમાં 1-0ની લીડ મેળવી લીધી હોય પરંતુ ટીમ ઇન્ડિયા આ સિરીઝમાં કમબેક કરવા માટે આતુર રહેશે.
Published On - 8:52 pm, Sat, 5 July 25